હવે ખેતરમાં જ બનશે સૌથી સસ્તું જૈવિક ખાતર અને જંતુનાશક દવાઓ -જુઓ વિડીયો

Share post

હાલમાં ખેડૂતોને પાકના વધુ ઉત્પાદન તેમજ વધુ આવક મેળવવાં માટે ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કરતાં હોય છે. હાલમાં આપને ખુબ જ લાભ થય એવાં સમાચાર સામે લઈને આવ્યા છીએ. મિત્રો હાલમાં અમે આપને ઓર્ગેનિક ખેતીનાં વિશેષજ્ઞ અજય બોહરા વિષે જણાવવાં માટે જઈ રહ્યા છીએ. આમ તો તે એક ખેડૂત છે પરંતુ તેમણે જૈવિક ખેતી એટલે કે ઓર્ગેનિક ખેતીમાં મહારથ પ્રાપ્ત કરી છે તેમજ એમને ડોકટરેટની પદવી મળી છે.

અજય બોહરાએ એમના ખેતરની કાળી માટી તથા ખારા પાણીથી જૈવિક રીતે એપ્પલ બેર એટલે કે સફરજનનો છોડ રોપીને એને ઉછેર કર્યો તથા એમને એના પર સારા ફળ પણ મળ્યા છે. અજય બોહરાએ જૈવિક ખેતીમાં ઘણો ઊંડો અભ્યાસ કરેલો છે. અજય બોહરાએ સાબિત કરી બતાવ્યું છે કે, ખેડૂતે સારો પાક મેળવવાં માટે રાસાયણિક ખાતર તથા પેસ્ટીસાઇટ્સનો ઉપયોગ કરવાની જરૂરીયાત રહેલી નથી.

ખેડૂતો જાતે જૈવિક ખાતર તેમજ જૈવિક પેસ્ટીસાઇટ્સને તૈયાર કરીને એની મદદથી સારો પાક મેળવી શકે છે. અજય બોહરા પાક માટે જરૂરી હોય એવાં બેક્ટેરિયા તેમજ માઈક્રોન્યુટ્રીએંટ્સને ખેતરમાં જ તૈયાર કરે છે. તેમણે યુરિયા તેમજ D.A.Pના વિકલ્પ માટે એક એવું મિશ્રણ તૈયાર કર્યું છે, જેમાં ભરપૂર પ્રમાણમાં નાઇટ્રોજન ફોસ્ફરસ તેમજ અન્ય પોષક તત્વો રહેલાં હોય છે. ડોક્ટર અજય બોહરા ખેડૂતોને જૈવિક ખેતી માટે ફ્રી ટ્રેનિંગ આપી રહ્યાં છે. જૈવિક ખેતી ક્ષેત્રમાં સારું કામ કરવાં માટે એમને કેટલાંક એવોર્ડ પણ મળી ચુક્યા છે.

એમણે જણાવતાં કહ્યું કે, આના માટે તમારે ગાયનાં છાણમાંથી ખાતર બનાવવાનું છે. તો એ માટે તમારે ગાયનાં છાણને કુલ 4-5 દિવસની માટે સુકાવવાં દેવાનું છે. સુકાય જાય બાદ તેને હાથથી મસળી લેવાનું છે તેમજ આ રીતે કુલ 100 કિલો છાણ એકઠું કરવાનું છે. તમારે કુલ 1 ડ્રમ ભરીને ગૌ મૂત્ર પણ એકત્ર કરવાનું છે. ગૌ મૂત્રને માટે જે રેગ્યુલર કદના ડ્રમ આવે છે એમાં કુલ 20 કિલો ગોળ નાખવાનો છે ત્યારપછી એ ડ્રમને ગૌ મુત્રથી ભરી દેવાનું છે. ત્યારપછી એને રોજ સવાર-સાંજ સારી રીતે હલાવવાનું છે. જેને કારણે એની અંદર રહેલ ગોળ સારી રીતે ભળી જાય.

ગોળને ગૌમૂત્રમાં રહેલ જીવાણુની સંખ્યામાં વધારો કરશે. ત્યારપછી કુલ 100 કિલો છાણ જે આપણે મસળીને ચા પત્તી જેવું બનાવ્યું છે, એમાં આપણે જે ગોળ ભેળવીને ગૌ મૂત્ર તૈયાર કર્યું છે એ કુલ 20 કિલો નાખવાનું છે. ત્યારપછી કુલ 2 કિલો બેસન તેમજ કોઈપણ દાળનો લોટ એ છાણમાં નાખવાનો છે. ત્યારપછી કુલ 2 કિલો માટી લાવવાની છે. આ માટી પીપળાના તેમજ વડના ઝાડ નીચેની તેમજ તળાવની નીચેની હોવી જોઈએ. સૌપ્રથમ તમારે એને સુકવી દેવાની છે ત્યારપછી એને છાણમાં નાખવાની છે. એમાં જીવાણુઓની સંખ્યા વધુ હોવાને કારણે એનો વપરાશ કરવાનો છે.

આ બધાને સારી રીતે ભેળવીને ખાતર તૈયાર કરવાનું છે તથા એને ગૂણમાં ભરી દેવાનું છે. એને તમે D.A.P.ની જગ્યાએ ઉપયોગ કરવાનું છે. માત્ર 1 એકર જમીનમાં તમે કુલ 2-3 ગૂણ ખાતર નાખો. વધરમાં વધારે કુલ 4 ગૂણ ખાતર વાપરો એનાથી વધુ ખાતર વાપરવાની જરૂરીયાત નહિ રહે.

જો આપને ત્યાં ઉધઈની સમસ્યા રહેલી છે તો આપ એક ડ્રમમાં કુલ 30-40 કિલો તમાકુનો ચૂનો જે દુકાન પર બચતો હોય છે, એને લાવીને નાખવાનો છે. એની અંદર વેસ્ટ ડીકમ્પોઝર લીકવીડનું સોલ્યુશન એમાં નાખવાનું છે. ત્યારપછી એને કુલ 15-20 દિવસ માટે રહેવા દો એટલે એ સડી જશે. ત્યારપછી આ લીકવીડમાંથી કુલ 5 લીટર લીકવીડ ગાળીને એને કુલ 15 લીટર સાફ પાણીમાં ભેળવીને પાક પર છાંટી દો. આપની ઉધઈની સમસ્યા દૂર થઇ જશે.

જૈવિક જંતુનાશક બનાવવાની વિધિ :

એનાં માટે લીમડાની ડાળી તથા પાંદડા, આંકડાની ડાળી તેમજ પાંદડા, ધતુરા, કલેર વગેરે જે પણ આપની આજુબાજુ મળે એને બરાબર માત્રામાં લાવવાનું છે તેમજ એને સારી રીતે ધોઈ નાખવાના છે. ત્યારપછી એના ટુકડા કરીને એને કોઈ કઢાઈમાં નાખીને કુલ 1 દિવસ માટે ઉકાળવાના છે. આગ બરાબર સળગતી રહેવી જોઈએ. જેને કારણે એનો કસ સારી રીતે બહાર આવે.

એ હાઈલી કન્સન્ટટેડ પોઇઝન ફોર્મમાં હોય છે, એને સીધું વપરાશમાં નથી લેવાનું. એનાં ઉપયોગ માટે કુલ 15-16 લિટરનું જે સ્પ્રેનું ટેન્ક રહેલું હોય છે. એમાં માત્ર 1 ગ્લાસ આ મિશ્રણ નાખવાનું છે. જો, આપને લાગે કે આટલાથી કામ નથી થતું તો આપ એનું પ્રમાણ થોડુ વધારી શકો છો. એને આપ કુલ 2 ગ્લાસ કરી શકો છો પરંતુ એનાથી વધુ નહિ.

તમે પણ અજય બોહરા પાસેથી માહિતી મેળવીને આપનાં ખેતરમાં ઓર્ગેનિક ખેતીની શરુઆત કરી શકો છો. આપણા દેશમાં ખુબ જ ઓછા લોકો જૈવિક ખેતી કરી રહ્યા છે. એનું કારણ એ છે કે જાણકારીના અભાવને કારણે જૈવિક ખેતીમાં શરૂઆતમાં પાક ઓછો મળે છે.

જૈવિક ખેતીનાં નિષ્ણાતો ડો. અજય કુમાર બોહરા શ્રેષ્ઠ ખેડૂત હરિયાણામાં આવેલ ભિવાની જીલ્લામાં આવેલ નિમડીવાલી ગામમાં રહે છે. સંપર્ક નંબર : 9416524495.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post