આ જગ્યાએ આવેલા છે હજારો વર્ષો જુના હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મના મંદિર -આ રહસ્યમય વાતો જાણી ચોંકી ઉઠશો

Share post

મહારાષ્ટ્રમાં આવેલ ઔરંગાબાદથી કુલ 30કિમીનાં અંતરે એલોરાનું એક પુરાતાત્વિક સ્થળ આવેલું છે. આની સાથે જ તે કુલ 3  ધર્મોનું સંગમ પણ છે. વિશ્વ ધરોહરમાં સામેલ એલોરા ફક્ત સ્થાપત્ય તથા કળાની દૃષ્ટિએ જ અગત્યનું નથી. એના નિર્માણ સમયે ભારતમાં પ્રચલિત કેટલીક આસ્થાઓનું સંગમ પણ છે. અહીં કુલ 34 ગુફાઓ આવેલી છે. જેમાં હિંદુ, બૌદ્ધ તથા જૈન ધર્મના ગુફા મંદિર બનાવવામાં આવ્યાં છે.

તે પાંચમી તથા દસમી સદીમાં બનેલાં હતાં. કુલ 34માંથી કુલ 12 બૌદ્ધ, કુલ 17 હિંદુ ગુફાઓ તથા કુલ 5 જૈન ગુફાઓ આવેલી છે. આ તમામ ગુફાઓ એકબીજાની નજીક જ બનાવવામાં આવી છે તથા એના નિર્માણ સમયના ધાર્મિક મહત્ત્વને દર્શાવવામાં આવ્યું છે. આસ્થાની ત્રિવેણીમાં મૂર્તિ શિલ્પ રૂપમાં હિંદુ, જૈન તથા બૌદ્ધ ધર્મની સાથે સંકળાયેલ ઘણાં મહત્ત્વપૂર્ણ આખ્યાન દર્શાવવામાં આવ્યાં છે.

ઉપદેશ મુદ્રામા બુદ્ધની પ્રતિમા :
અહીં રહેલ બૌદ્ધ ગુફાઓનું ખોદકામ પાંચમી તથા સાતમી સદીમાં કરવામાં આવ્યું છે, જ્યારે મહાયાન પંથી અહીં રાજ કરતાં હતાં. એમાં ગુફા નંબર 5 સૌથી મોટી ગુફા છે. દસમી ગુફામાં ચંદ્રશાળા આવેલી છે. જેને વિશ્વકર્મા ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્તૂપના આકાર તથા કુલ 3 માળમાં બનાવવામાં આવેલ આ ગુફાની વચ્ચે ઉપદેશ મુદ્રામાં બેઠેલ ભગવાન બુદ્ધની ઊંચી પ્રતિમા આવેલી છે. એની પાછળ વિશાળ બોધિવૃક્ષ પણ આવેલું છે. છતના પથ્થર એવી રીતે રાખવામાં આવ્યાં છે કે, તે લાકડાના હોય એવું જોવા મળે છે.

કૈલાશ પર્વત સફેદ પ્લાસ્ટરથી દર્શાવવામાં આવ્યો છે :
હિંદુ ધર્મ સાથે સંબંધિત 17 તથા 29 નંબર સુધીની ગુફાઓ છઠ્ઠી તથા આઠમી સદીની વચ્ચે કલચુરી રાજવંશના શાસનમાં બનાવવામાં આવી હતી. તેમાંથી સોળમા નંબરની ગુફામા કૈલાશ મંદિર છે. ખૂબ જ વિશાળ ક્ષેત્રમાં ફેલાયેલી આ ગુફા એક જ શિલાને કાપીને બનાવવામાં આવી છે. હિમાચ્છાદિત કૈલાશને દર્શાવવા માટે તેની છત ઉપર સફેદ પ્લાસ્ટર લગાવવામાં આવ્યું છે. પ્રવેશદ્વાર દક્ષિણ શૈલી સમાન જોવા મળે છે. અંદર સૌથી પહેલાં નંદના દર્શન થાય છે. પંદરમી ગુફામાં દશાવતારને દર્શાવવામાં આવ્યાં છે.

યક્ષની સુંદર મૂર્તિ:
ગુફા સંખ્યા 30 થી 34 સુધી જૈન ધર્મના દિગંબર સમુદાયને સમર્પિત છે. તેમાં 32મી ગુફા, જેને ઇન્દ્રસભા નામ આપવામાં આવ્યું છે, બે માળમાં બનેલી સ્થાપત્યનું ઉત્કૃષ્ટ પ્રમાણ છે. જૈન કથાઓમાં વર્ણિત યક્ષ મતંગની હાથી ઉપર સવાર એક ખૂબ જ સુંદર પ્રતિમા છે. થોડાં પુરાતત્વવિદ માને છે કે, આ કારણે જ લોકોને ઇન્દ્રનો ભ્રમ થયો હશે અને આ ગુફાને ઇન્દ્રસભા નામ આપવામાં આવ્યું હશે. આ બે માળની ગુફાના ઉપરના ભાગમાં સિંહવાહિની અંબિકા યક્ષિણી તથા તીર્થકર નેમિનાથ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post