જે ધાનના સળગેલા ભૂસાને કારણે પાપી દુનિયાએ ટોણા માર્યા એ જ ભૂસાથી આજે કરે છે લાખોની કમાણી

Share post

ભૂખમરાના સમાચારોને લઈ કાલાહાંડી જિલ્લો હંમેશાં ચર્ચામાં રહ્યો છે. અહીં રહેતા મોટા ભાગના લોકો ગરીબ અને પછાત વર્ગના છે. આ જિલ્લામાં રહેતા એક વ્યક્તિ વિભુ સાહુ છે. વિભુનું બાળપણ ખૂબ જ ગરીબીમાં પસાર થયું. પિતા મજૂરી કરતા હતા. વિભુ પણ તેમને મદદ કરતો હતો. ત્યારબાદ પોતાના ભાઈ સાથે એક દુકાન પર કામ કરવા લાગ્યો, સાથે સાથે તે અભ્યાસ પણ કરતો હતો. ગ્રેજ્યુએશન બાદ તેને નોકરી મળી ગઈ. એક સરકારી શાળામાં તે શિક્ષક બની ગયો, પણ આ કામમાં તેનું મન લાગ્યું નહીં.

તે પોતાના પગ પર કંઈક કરવા માગતો હતો. જેથી અન્ય લોકોને પણ તે સારા પ્રમાણમાં રોજગારી આપી શકે. 7 વર્ષ કામ કર્યા બાદ છેવટે વર્ષ 2007માં તેણે નોકરી છોડી દીધી અને ધાન-ચોખાનો બિઝનેસ કરવાનો નિર્ણય કર્યો. કારણ કે, ઓડિશામાં મોટે પાયે ધાનની ખેતી થાય છે. કેટલાંક વર્ષ કામ કર્યા બાદ વિભુને લાગ્યું કે જે સપનાંને લઈ તે આ બિઝનેસમાં આવ્યો હતો એ પૂરાં કરી શકતો નથી. માટે બાદમાં વર્ષ 2017માં તેણે બેન્કમાંથી લોન લીધી અને પોતાની રાઈસ મિલની શરૂઆત કરી. આ બિઝનેસ સારો ચાલવા લાગ્યો.

આ બિઝનેસમાં સારી કમાણી થવા લાગી. જોકે, કેટલાક મહિના પછી એક નવી મુશ્કેલી સામે આવી પડી. હકીકતમાં વિભુની રાઈસ મિલથી દરરોજ 3થી 4 ટન ભૂસાનું ઉત્પાદન થાય છે. તે આ ભૂસાને બહાર ફેંકી દેતો હતો અથવા તો સળગાવી દેતો હતો. જ્યારે જોરથી પવન ફૂંકાય ત્યારે ભૂસું લોકોની આંખમાં પડતું હતું. લોકો તેને લઈ ફરિયાદ કરવા લાગ્યા. આ ઉપરાંત ઝઘડો પણ થતો હતો. વિભુ કહે છે કે, મને સમજમાં આવતું ન હતું કે છેવટે શું કરું. ક્યારેક તો એમ થતું હતું કે આ કામ જ બંધ કરી દઉં.

જોકે, મેં હાર માનવાને બદલે પ્રયત્ન જાળવી રાખ્યા હતાં. દિવસ-રાત સર્ચ કરતો રહ્યો હતો કે એનાથી કેવી રીતે બચી શકાય. હું અનેક નિષ્ણાતોને મળી ચૂક્યો હતો અને એના ઉપાયો અંગે પૂછપરછ કરી હતી, પણ મને કોઈ પાસેથી અસરકારક ઉપાય મળ્યો નહિ. આ દરમિયાન મને જાણ થઈ કે ધાનના સળગેલા ભૂસામાં મોટા પ્રમાણમાં સિલિકા જોવા મળે છે. ત્યારબાદ મેં ઈન્ટરનેટ પર સર્ચ કરવાની શરૂઆત કરી કે, સિલિકાનો ઉપયોગ શું છે? અને તેની માગ ક્યાં હોય છે. જાણવા મળ્યું કે, સ્ટીલ કંપનીઓ ઈન્સ્યુલેટર તરીકે સિલિકાનો ઉપયોગ કરે છે.

આ આઈડિયાને લઈ વિભુએ કેટલીક કંપનીઓને મેઈલ મોકલ્યા. કેટલાક દિવસ બાદ ઈજિપ્તની એક કંપનીએ એનો રિપ્લાઇ આપ્યો અને તેને મળવા માટે બોલાવ્યો. વર્ષ 2018માં વિભુ ઈજિપ્ત ગયો અને કંપનીના મેનેજર સામે પોતાનાં સેમ્પલ રજૂ કર્યાં. કંપનીને સેમ્પલ પસંદ આવ્યાં. તેમણે વિભુને જણાવ્યું કે, જો તમે એને આ નાના-નાના ટુકડા સ્વરૂપમાં આપશો તો અમે કોન્ટ્રેક્ટ કરી શકીએ છીએ.

વિભુ સામે અનેક નવા પડકારો હતા, આ ભૂસાના તેને નાના-નાના પેલેટ તૈયાર કર્યા. તેણે ભારતમાં અનેક કંપનીઓનો સંપર્ક કર્યો. કેટલીક કંપનીઓએ તૈયારી દર્શાવી, પણ એ પેલેટ્સ નહીં બનાવી શકી. ત્યારબાદ વિભુએ અનેક એન્જિનિયરોને પોતાને ત્યાં બોલાવ્યા. આ લોકોએ અનેક દિવસો સુધી એના માટે મશીન તૈયાર કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેમને સફળતા મળી નહીં. અનેક લોકોએ વિભુને સલાહ આપી કે, પોતાના સમય અને પૈસાનો વ્યર્થ ન કર, આ શક્ય નથી.

તે કહે છે, એક બાજુ હું લોકોની ભૂલોથી પરેશાન હતો, બીજી બાજુ બેન્કોનું દેવું વધી રહ્યું હતું. જો કોઈ સોલ્યુશન્સ ન દેખાય તો રાઈસ મિલ બંધ કરવી પડે એવી સ્થિતિ હતી અને ત્યારે તો બીજી કોઈ નોકરી પણ ન હતી. વિભુએ નક્કી કર્યું કે, આટલી જલ્દી તે હાર માનશે નહીં. અને અત્યારે વધુ પ્રયત્ન કરશે. એ સમયે તેને ત્યાં કામ કરતા રંજિત નામના એક શ્રમિકે આઈડિયા આપ્યો. તેણે કહ્યું કે, હું ગામડે જઉં છું ત્યાંથી કેટલાક છોકરાઓને લાવું છું. જે માટીનાં વાસણ તૈયાર કરવાનું કામ કરે છે. તે ચોક્કસપણે કંઈ ઉકેલ આપશે અને તે ગામ જતો રહ્યો. એક સપ્તાહ પછી તેઓ કેટલાક છોકરા સાથે લઈ આવ્યા. આ લોકો રોજ નવી-નવી પદ્ધતિથી મશીન તૈયાર કરવાનો પ્રયત્ન કરતા રહ્યા. છેવટે તેમણે એક દિવસ પેલેટ તૈયાર કરનારું મશીન બનાવી જ દીધું.

વિભુએ પોતાની જરૂરિયાતના હિસાબથી વેલ્ડર કારીગરોની મદદથી આશરે 10 મશીનો તૈયાર કરાવ્યા. આ મશીનોનો આકાર એવો છે કે, જે ગામોમાં માટીનાં વાસણો તૈયાર કરવા માટે ચાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. એ આ સ્થિતિનું એડવાન્સ સ્વરૂપ છે. તે કહે છે કે, અમે સૌથી પહેલા ભૂસું એકત્રિત કરી છીએ, ત્યાર બાદ એમાં કેટલાક કેમિકલનું મિશ્રણ કરી છીએ. હાલમાં વિભુને એની પેટન્ટ પણ મળી ગઈ છે. આ માટે તેઓ કયાં કેમિકલનું મિશ્રણ કરે છે એ અંગે માહિતી આપતા નથી. ત્યારબાદ સળગેલા ભૂસાને મશીનમાં નાખવામાં આવે છે, જેથી નાના-નાના પેલેટ્સ નીકળે છે.

વિભુ કહે છે કે, હું મારા પ્રોડક્ટનાં સેમ્પલ વિશ્વભરની અનેક મોટી મોટી કંપનીઓને મોકલું છું. અનેક જગ્યાએ હું જાતે જ સેમ્પલ રજૂ કરવા જાવ છું અને એના ઉપયોગ અંગે જાણકારી આપું છું. મોટા ભાગના લોકો મારી પ્રોડક્ટ પસંદ કરે છે. ઈજિપ્ત, તાઈવાન અને સાઉદી અરેબિયામાં અમે અમારી પ્રોડક્ટ્સ મોકલી ચૂક્યા છીએ. ભારતમાં પણ અનેક કંપનીઓને હું મારા સેમ્પલ મોકલી ચૂક્યો છું. કેટલીક કંપનીઓ સાથે અમારી ડીલ અંતિમ તબક્કામાં છે. આ વર્ષે જાન્યુઆરીમાં અમે 15 લાખ રૂપિયાની પ્રોડક્ટ તાઈવાન મોકલી છે. જ્યારે વર્ષ 2019માં ઈજિપ્તમાં રૂપિયા 20 લાખની પ્રોડક્ટ્સ મોકલી હતી.

હવે તેમણે હરિપ્રિયા રિફેક્ટરી નામથી પોતાની કંપની તૈયાર કરી છે. પ્રત્યેક મહિને ત્રણથી ચાર ટન પેલેટ્સ
તેમની કંપની તૈયાર કરે છે. સાથે જ અન્ય રાઈસ મિલવાળા પણ ફ્રીમાં સળગેલા ભૂસા લે છે. વિભુના મતે એક ટન પેલેટ્સ તૈયાર કરવામાં 8થી 10 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે અને તેટી સામે તે એક ટન પેલેટથી અઢી લાખ રૂપિયા સુધીની કમાણી કરી લે છે. વિભુએ 20થી 25 લોકોને રોજગારી પણ આપી છે.

સમગ્ર વિશ્વમાં પ્રત્યેક વર્ષ આશરે 50 કરોડ ટન ધાનનું ઉત્પાદન થાય છે. આ પૈકી સૌથી વધારે ચીન 30 ટકા, ભારત 24 ટકા, બાંગ્લાદેશ 7 ટકા, ઈન્ડોનેશિયા 7 ટકા અને વિયેતનામ 5 ટકા ઉત્પાદન કરે છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઓડિશા, બિહાર અને છત્તીસગઢમાં ધાનનું ઉત્પાદન મોટે પાયે થાય છે. એક અહેવાલ મુજબ એક ટન ધાનથી આશરે 40 કિલો સળગેલું ભૂસું નીકળે છે. એમાં 90 ટકા સુધી સિલિકા ઉપલબ્ધ હોય છે.

સિલિકાનો ઉપયોગ મોટા સ્તર પર ટૂથપેસ્ટ, સિમેન્ટ, સિન્થેટિક રબર તૈયાર કરવા તથા મોટી મોટી ફેક્ટરીઓમાં ઈન્સ્યુલેટર સ્વરૂપમાં થાય છે. જોકે, અત્યારે ભારત સહિત મોટા ભાગના દેશોમાં સિલિકા સ્વરૂપમાં ભૂસાનો ઉપયોગ ઓછો થાય છે. આ માટે મોટા સ્તર પર સેન્ડ સ્ટોન્સનો ઉપયોગ કરવામાં આવે છે. એક અહેવાલ મુજબ વર્ષ 2018માં વિશ્વભરમાં સિલિકાનું માર્કેટ 38 હજાર કરોડ રૂપિયાનું હતું. જ્યારે ભારતમાં એનું માર્કેટ રૂપિયા 340 કરોડ રૂપિયાનું હતું.

એટલે કે, જો ધાનના સળગાવવામાં આવેલા ભૂસાથી સિલિકા તૈયાર થાય છે તો મોટે પાયે એનો કારોબાર કરી શકાય છે. નોર્થ અમેરિકા, લેટિન અમેરિકા અને યુરોપના કેટલાક દેશોમાં ધાનના સળગાવેલા ભૂસાનો ઉપયોગ કરવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post