ભાજપના આ દિગ્ગજ નેતાએ ખેડૂતો પર સાંધ્યું નિશાન, કહ્યું- આંદોલનને લીધે સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે બર્ડફ્લૂ

Share post

હાલમાં મોદી સરકારના 3 કૃષિ કાયદાની વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર દેશના ખેડૂતોનું આક્રમક રીતે આંદોલન ચાલી રહ્યું છે ત્યારે એક સમાચાર સામે આવી રહ્યાં છે. દિલ્હીની બોર્ડર પર ચાલી રહેલ ખેડુત આંદોલનની અટકળો વચ્ચે ભાજપના પ્રદેશ મહામંત્રી તથા કોટાના રામગંજમડીના ધારાસભ્ય મદન દિલાવરે ખેડુત આંદોલનને લઇ વિવાદિત નિવેદન આપવામાં આવ્યું છે.

દિલાવરે આક્ષેપ લગાવ્યો હતો કે, ખેડુત આંદોલનમાં ઘરણાં પર બેઠેલ ખેડુતો દરરોજ ચિકન બિરયાની તેમજ અન્ય કેટલીક ચટાકેદાર વાનગીઓની પાર્ટી કરી રહ્યા છે, જેને લીધે દેશમાં પક્ષીઓમાં જોવા મળી રહેલ બર્ડ ફલૂનું જોખમ સતત વધી રહ્યું છે. સમગ્ર દેશમાં બર્ડ ફલૂના વાયરસને ફેલાવવા માટે ખેડુત આંદોલનનો મોટો હાથ રહેલો છે.

ભાજપના ધારાસભ્ય આટલા આરોપથી અટકયા નહી તો તેમણે આંદોલનમાં સામેલ તમામ લોકોમાં આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા વ્યકત કરવામાં આવી હતી. દિલાવરે સરકાર પાસે માંગણી કરી છે કે, આટલી મોટી સંખ્યામાં તંબુ તાણીને બેઠેલ ખેડુતોને સરકારે હવે રસ્તા પરથી ઉઠાડી દેવા જોઇએ, નહીં તો બર્ડ ફલૂ જેવી ઘાતક બિમારીનાં ફેલાવામાં કહેવાતા આ ખેડુત આંદોલનથી સમગ્ર દેશમાં ખુબ મોટું સંકટ ઉભું થશે.

દિલ્હીમાં અંદાજે દોઢ મહિનાથી ખેડુતો 3 કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ખેડુતોની અનેકવાર સરકાર સાથે મિટીંગો થઇ રહી છે. આવાં સમયની વચ્ચે ભાજપના નેતા મદન દિલાવર દ્વારા વિવાદીત નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે. મદન દિલાવરનું નિવેદન સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યું છે. ભાજપના પ્રદેશ મંહામંત્રી દિલાવરના નિવેદનની ખેડુત નેતાઓએ કડક શબ્દોમાં નિંદા કરવામાં આવી છે.

ખેડુત નેતાઓએ સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાનો મદન દિલાવર વિરુદ્ધ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો. અખિલ ભારતીય કિસાન મહાસભાના પ્રદેશ ઉપાધ્યક્ષ દુલીચંદ બોરદાએ મદન દિલાવરના બયાન પર પલટવાર કરતા જણાવ્યું હતું કે, મદન દિલાવર તથા ભાજપના નેતાઓ શરૂઆતથી ખેડુત આંદોલનનને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

આવા ખોટા નિવેદનો કરીને આંદોલન ખતમ કરવાની માંગ રહેલી છે પરંતુ આવા નિવેદનોથી ખેડુત આંદોલન તુટંવાનું કે પૂર્ણ થવાનું નથી. ભાજપના નેતાઓએ જે પ્રયત્ન કરવા હોય તે કરી શકે પરંતુ ખેડુતોની એકતા ખુબ મજબુત છે. ખેડુત નેતાએ જણાવ્યું હતું કે, મદન દિલાવર જેવા નેતાઓના જનાધાર ખતમ થવા લાગ્યા છે એટલે ફક્ત ચર્ચામાં રહેવા માટે આવા બફાટ કરતા રહેતાં હોય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…