આજથી શરુ થઇ રહી છે ખેડૂતોની સૌથી મોટી યોજના, દરેક ખેડૂતોને મળશે 25-25 હજાર રૂપિયા -અહિયાં કરો આવેદન

Share post

‘PM કિસાન માનધન યોજના’ શુક્રવારનાં રોજથી સમગ્ર દેશભર એની શરૂઆત થઇ ગઇ છે. ત્યારપછી ભાજપ શાસિત રાજ્ય ઝારખંડમાં શનિવારનાં રોજ ખેડૂતોની માટે સૌથી મોટો દિવસ બન્યો. અહીં હવે કુલ 5  એકર સુધીની જમીન ધરાવનાર ખેડૂતોને વર્ષે કુલ 25,000 રૂપિયા મળશે. આ રકમ PM-કિસાન સમ્માન નિધિ સ્કીમથી અલગ હશે.

અગાઉ વડાપ્રધાને દેશનાં તમામ ખેડૂતોને વર્ષનાં કુલ 6,000 રૂપિયા આપ્યા હતા, એ યોજના તો ચાલુ જ રહેશે. આ બધી જ રકમને જોડીએ તો સરકાર વર્ષે કુલ 31,000 રૂપિયાની સરકારી સહાય સીધી તમામ ખેડૂતને બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે. ખેડૂતોને આટલી મોટી રકમ સહાય પેટે કોઇ રાજ્ય આપી રહ્યું નથી. ઝારખંડમાં જે યોજનાની શરૂઆત થવા માટે જઇ રહી છે, એનું નામ છે ‘મુખ્યમંત્રી કૃષિ આશીર્વાદ યોજના’. જેની શરૂઆત રાંચી સ્થિત હરમૂ મેદાનમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂની ઉપસ્તિથીમાં કરવામાં આવશે.

રાંચી પ્રદેશનાં કુલ 13.60 લાખ ખેડૂતોને CM કૃષિ આશીર્વાદ યોજનાનો લાભ મળશે. આ ખેડૂતોનાં ખાતામાં સીધા કુલ 442 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દેવામાં આવશે. CM કૃષિ આશીર્વાદ યોજના અંતર્ગત ખેડૂતોને પ્રતિ એકર કુલ 5,000 રૂપિયા આપવામાં આવશે. આ યોજના અંતર્ગત કુલ 35 લાખ ખેડૂતોનાં ખાતામાં કુલ 3,000 કરોડ રૂપિયા નાખી દેવામાં આવશે.

કેન્દ્ર સરકાર કુલ 1 એકર અથવા તો એનાથી ઓછી કૃષિ જમીન ધરાવતા ખેડૂતોને કુલ 5,000 રૂપિયા તથા કુલ 5 એકર સુધીની જમીન ધરાવતાં ખેડૂતોનાં ખાતામાં વધરમાં વધારે કુલ 25,000 રૂપિયાની રકમ કુલ 2 હપ્તે જમા કરાવવામાં આવશે. કૃષિ વિભાગનાં આકલન પ્રમાણે સમગ્ર રાજ્યમાં કુલ 83% ખેડૂતોની પાસે કુલ 2 એકર કે એનાથી ઓછી જમીન રહેલી છે. એમાંથી કુલ 65% ખેડૂતો એવા છે કે, જેમની પાસે માત્ર 1 એકરથી પણ ઓછી જમીન છે.

CM રઘુવર દાસે જણાવતાં કહ્યું કે, નાણાકીય વર્ષ 2019-20 નાં બજેટમાં આ યોજનાને સામેલ કરવામાં આવી છે. PM નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવકને બમણી કરવાનાં ધ્યેયને પૂર્ણ કરવામાં આ યોજના ખુબ મદદગાર સાબિત થશે. ખેડૂતોને બીયારણ, ખાતર તેમજ અન્ય કૃષિ રોકાણને માટે અન્ય પર કે બેંક પર નિર્ભર રહેવું પડશે નહીં. એમને ખેતી કરવાં માટે કોઈની પાસેથી કરજ લેવું પડશે નહીં.

ફક્ત રાજ્યના મૂળ નિવાસીઓ, નાના તથા સીમાંત ખેડૂતોની માટે આ યોજના અમલ કરવામાં આવી છે. અન્ય રાજ્યથી અહીં આવીને જમીન ખરીદનારને આ યોજનાનો લાભ મળસે નહી. કૃષિ વિભાગ તથા કલેક્ટ્રેડથી ફોર્મ મેળવીને એમાં ખેતીના પુરાવા બીડવા પડશે. આની સાથે એ પણ જણાવવું પડશે કે અરજી કરનાર વ્યક્તિ જ ખેતરનો માલિક રહેલો છે. બેંકનો ખાતા નંબર આપવો પડશે. એકાઉન્ટ આધાર કાર્ડથી લીંક હોવું જોઇએ. જો તમે એવું નહીં કર્યું હોય તો અરજી કરનાર વ્યક્તિને આ યોજનાનો લાભ નહીં મળે. આની સાથે જ કિસાન કાર્ડ તથા રાશન કાર્ડ પણની પણ જરૂર પડશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post