ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર: આવનારા 5 દિવસ સુધી આ વિસ્તારોના ખેડૂતોને રહેશે લીલાલહેર…

Share post

છેલ્લા એક અઠવાડીયાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે. ગુજરાત રાજ્યના હવામાન ખાતાના જણાવ્યાં પ્રમાણે, પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં ધોધમાર વરસાડ પડશે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાતા ઓગસ્ટમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં પાંચથી સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. હજુ આગામી દિવસોમાં પણ વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે.  આ સિવાય ૩૦મી જૂલાઈના રોજ અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, આણંદ તેમજ કચ્છમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. ગાંધીનગર વેધર વોચ કમિટીની બેઠકમાં રાજ્યના વરસાદનાં આંકડા રજૂ કરવામાં આવ્યા હતા અને આગામી સમયમાં વરસાદની પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.  જેના લીધે ૧લી ઓગસ્ટ બાદ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડશે. રાજયમાં અત્યાર સુધી સિઝનનો લગભગ 41% જેટલો વરસાદ થઇ ગયેલ છે. બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જોકે આજથી લઈને પાંચ દિવસ દરમિયાન વરસાદમાં વધારો થવાની શક્યતા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…