ડાંગરની સર્વશ્રેષ્ઠ ખેતી માટે જમીનની તૈયારીથી લઈને કાપણી સુધીની બધી જ માહિતી- જાણો વિગતવાર

Share post

ભારતમાં ખાસ કરીને ગુજરાત રાજ્યમાં વિવિધ પાકોની ખેતી કરવામાં આવે છે. સમગ્ર રાજ્યમાં વિવિધ પાકોની ખેતી કરીને તમામ ખેડૂતો લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. એવું આપે ઘણીવાર સાંભળ્યું હશે હાલમાં આવા જ એક સમાચાર લઈને આવ્યા છીએ.

પાક વિશે જાણકારી :
ડાંગર આપણા દેશનો એક મહત્વનો પાક છે. એમાંથી સરળતાથી મળતી પૌષ્ટિકતાને લીધે ઘણા દેશના લોકો ખોરાક તરીકે પણ અપનાવતા હોય છે. જંગલમાંથી મળતી આડપેદાશોની પણ કેટલાક ઉધોગોમાં ઘણી ઉપયોગીતા રહેલી છે. ડાંગરના ફોતરા તેમજ છોડનો ઉપયોગ તેલ કાઢવામાં તેમજ ઢોરનાં ખાણદાણમાં પણ કરવામાં આવે છે, જ્યારે પરાણ ઢોરના નિરણ માટે, પેકિંગ કરવા માટે, દોરડા બનાવવા માટે પણ થતો હોય છે.

ડાંગરની ખેતી :
ગુજરાત રાજ્યમાં કુલ વાવેતરલાયક જમીનમાં અંદાજે કુલ 5% વિસ્તારમાં ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવે છે. તેનો કુલ વિસ્તાર લગભગ 8.5 થી 9 લાખ હેક્ટર રહેલો છે. આ વિસ્તારમાં અંદાજે 16-17 લાખ ટન ડાંગરનું ઉત્પાદન મળે છે. આમ, રાજ્યનું 1 હેક્ટર સરેરાશ ઉત્પાદન 2-2.5 % જેટલું જોવા મળે છે. સમગ્ર રાજ્યમાં ડાંગરની સુધારેલી જાતોની ઉત્પાદન શક્તિ અંદાજે કુલ 8/હેક્ટર જેટલી જોવાં મળતી હોય છે. જેને ધ્યાનમાં લેતા સરેરાશ ઉત્પાદન ખૂબ જ ઓછું ગણી શકાય છે.

જમીનની તૈયારી :
આ પાકને પાણીની વધારે જરૂરિયાત રહેતી હોવાથી વધારે નિતારવાળી જમીન માફક આવતી નથી તેમજ વધારે સંગ્રહ કરી શકે એવી શિયાળાની કાળી જમીન વધારે અનુકૂળ આવતી હોય છે. ખૂબ જ ઓછા વરસાદવાળા વિસ્તારમાં જ્યાં પાણી ભરાઇ રહે એવી  કાંપની જમીનમાં ડાંગરનો પાક લઇ શકાય છે. ખેતરમાં ફેરરોપણી કરવા માટે ચારેયબાજુ પાળા કરીને તૈયાર કરવી જોઈએ. જેમાં પાણી ભરી શકાય આવી રીતે વાવણી પહેલાનો લીલો પડવાશ કરવો જોઈએ અથવા કુલ 10 ટન પ્રતિ હેકટર છાણીયુ ખાતર પણ જમીનમાં ભેળવીને અંદાજે કુલ 2-3 વાર ખેડ કરીને જમીન બરાબર સમતલ કરી દેવી જોઈએ. ત્યારપછી પાણી ભરીને ધાવલ કરવું જોઈએ.

બિયારણનો દર :
ભલામણ પ્રમાણે જાતોનું ચોખ્ખું ભરાવદાર તેમજ પ્રમાણિત બિયારણ પસંદ કરવું. ઝીણા દાણાવાળી જાતને માટે કુલ 1 હેક્ટર દીઠ 25 કિલો તથા જાડા દાણાવાળી જાતને માટે 1 હેક્ટર દીઠ  કુલ 30 કિલો બિયારણ વાવવું જોઈએ.

બીજની માવજત :
વાવેતર કરતાં પહેલાં બીજને કુલ 3% ને મીઠાના દ્રાવણમાં એટલે કે કુલ 10 લીટર પાણીમાં કુલ 300 ગ્રામ મીઠું નાખીને બીજને બોળી લેવા જોઈએ. જેના કારણે હલકા તેમજ પોચા તથા રોગવાળા બીજ પાણી ઉપર તરી આવશે એને બહાર કાઢીને ફેંકી દેવા જોઈએ તથા ખૂબ ભારે વજનદાર દાણા નીચે બેઠેલા હોય એને બહાર કાઢીને ચોખા પાણીથી કુલ 2 વખત ધોઈને બીજ 1 અઠવાડિયામાં વાવી દેવા જોઈએ. ત્યારપછી બીજ જન્ય રોગ અટકાવવા માટે ફૂગનાશક દવા મૂળ રક્ષક અને કુલ 1 કિલોગ્રામ બીજદીઠ કુલ 10 ગ્રામ લઈને બીજને પટ આપવો જોઈએ.

ધરુવાડિયુ  :
ધરૂવાડીયા ની જમીન સહેજ ઊંચાણવાળા વિસ્તારની પાસે પિયતની વ્યવસ્થાવાળી નીંદણ મુક્ત હોવી જોઈએ. જમીન હળ તથા ક્ડબથી ખેડીને ભરભરી બનાવીને સમારીને સમતળ બનાવી જોઈએ. સારું તંદુરસ્ત તેમજ પાક ઉછેરવા માટે નીચેના મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ.

ડાંગરનું ધરૂ તૈયાર કરવું :
કુલ 1 હેક્ટર જમીનની રોપણી માટે કુલ 1 મીટર, પહોળાઈ કુલ 7 મીટર લાંબા તથા કુલ 15 સેમી ઊંચાઈનાં કુલ 80-100 ક્યારા બનાવી દેવાં જોઇએ. ત્યારે  કુલ 20 કિલો છાણીયું ખાતર તથા કુલ 2 કિલો દિવેલા ખોળ તેમજ કુલ 500 મિલી મૂળચુસક આપીને જમીનમાં ભેળવી દેવું જોઈએ.

આમાં કુલ 10 સેમીનાં અંતરે છીછરાં ચાસ પાડીને મહિનાનાં પહેલા અઠવાડિયામાં આગળ જણાવ્યા મુજબ બિજનો જથ્થો લઈને હારમાં વાવેતર કરી દેવું જોઈએ. બીજની વાવણી કર્યા પછી કુલ 24 કલાક સુધી ગાદી ક્યારા ઉપર કુલ 2 સેન્ટીમીટર પાણી ભરી રાખવું જોઈએ. ત્યારપછી જ ધરૂવાડીયામાં ભેજ રહે એ મુજબ પાણી આપવું જોઈએ. નીંદણ કાર્ય જરૂરિયાત મુજબ કરવું જોઈએ. સામાન્ય રીતે 21-22 ધરું રોપણીલાયક બને છે. મોટી ઉંમરના ધર્ણો ઉપયોગ કરવાંથી ફૂટ ઓછી આવે છે તેમજ સરવાળે ઉત્પાદન પણ ઘણું ઓછું મળે છે.

ડાંગરની ફેરરોપણી :
ફેરરોપણી ડાંગરની ફેર રોપણી કરવાં માટે જુલાઈ મહિના પહેલા અઠવાડિયામાં આદર્શ સમય રહેલો છે. ડાંગરની ફેર રોપણી કુલ 2 હારની વચ્ચે કુલ 15 સેન્ટિમીટરનું અંતર રાખીને તમામ ખાડા દીઠ 3 છોડ રોપવા જોઇએ.

ડાંગરમાં ખાતરનું વ્યવસ્થાપન :
છાણીયું ખાતર કુલ 25 ગાડી હેક્ટરદીઠ પ્રાથમિક ખેડ કરતી વખતે આપવું જોઈએ.

પાયાનું ખાતર :
જટાયુનો પાયાના ખાતર તરીકે પણ ઉપયોગ કરવો જોઈએ. નવા ઊભાં રહેલ છોડનો વિકાસ ઝડપથી કરવા માટે આ ખાતર ખૂબ જ ઉપયોગી છે.

પિયત વ્યવસ્થા :
ડાંગરનાં પાકનાં જીવનકાળ દરમિયાન ખેતરમાં ઓછામાં ઓછું કુલ 5 સેમી પાણી ભરીને રાખવું જોઈએ તેમજ જ્યારે જરૂર જણાય આવે ત્યારે પાણી ઉમેરતાં રહેવું જોઈએ. આની ઉપરાંત નીચે પિયત અંગેના મુદ્દાઓ પણ ખાસ ધ્યાનમાં રાખવાં જોઈએ..

ડાંગરની રોપણી કર્યા પછી ટીપા પડે ત્યાં સુધી એટલે કે કુલ 40 દિવસ સુધી પાણીની ખાસ જરૂરિયાત રહેતી હોય છે. આની માટે કુલ 3-5 થી સેમી પાણી ભરીને રાખવું જોઈએ. જીવાત પડવાની શરૂઆત થાય એની પહેલા એટલે કે વહેલી પાકતી તેમજ મધ્યમ પાકની જાત માટે કુલ 25-30 દિવસની વચ્ચે 1 વાર પાણી કાઢી નાખી આપનું જોઇએ. જ્યારે મોડી જાતનાં પાકને એટલે કુલ 35-40 દિવસની વચ્ચે તેમજ કુલ 50-55 દિવસની વચ્ચે એમ કુલ 5 દિવસનો નીતાર આપવાથી ઉત્પાદન પણ વધુ મળે છે. કંટી નીકળ્યા પછી કુલ 2 અઠવાડિયા સુધી પાણીની જરૂરિયાત વધારે રહેતી હોય છે એટલે કે ક્યારી 5 -7.5 સે.મી પાણીથી ભરેલી રાખવી જોઈએ.

દાણા પાકવાં લાગે ત્યારે દાણાનો રંગ પીળો થઈ જતો હોય છે. આવા સમયે પાણી કાઢી નાખવાથી પાકને એકસાથે તૈયાર થાય છે. જેના કારણે કાપણી પણ ઘણી સરળ બને છે. પાછલી માવજત ફેરરોપણી કર્યા પછી કુલ 5-7 દિવસે ખાડા પડ્યા હોય તેને પૂરી દેવાં જોઈએ. ફેરરોપણી કર્યા પછી કુલ 15 દિવસે જરૂરિયાત પ્રમાણે કોઈ 2-3 વાર નિંદામણ કરવું જોઈએ.

ડાંગરના પાકને શરૂઆતના કુલ 60 દિવસ સુધી નીંદણમુક્ત રાખવો જોઈએ. ડાંગરની કાપણી ડાંગરના પાકમાં કાપણીનો સમય સાચવવો જોઈએ. તેના ઉપરનાં પૂરેપૂરા સુકાય ન જાય પરંતુ કટીંગ માં દાણા કઠણ બન્યા પછી તેનો રંગ પીળો દેખાવા લાગે ત્યારે ડાંગરને કાપવી જોઈએ. કાપણીનો સમય જાળવવાથી ડાંગરના દાણા ખરી પડવાનું તેમજ ચોખામાં ગંદકીનું પ્રમાણ પણ ઘટી જાય છે. સામાન્ય રીતે ડાંગરના પાકમાંથી કંડી નીકળ્યા પછી કુલ 25-30 દિવસે ડાંગરનો પાક લણવાને લાયક બનતો હોય છે, જેથી આ સમયે ડાંગરની સમયસર કાપણી કરવામાં આવે તો ચોખાનું પ્રમાણ વધારે મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post