તમારા બેંકના જરૂરી કામ કાજ આજે જ પતાવી લ્યો કારણ કે, સતત પાંચ દિવસો સુધી બંધ રહેશે બેન્ક

Share post

જો તમારે બેન્કના કોઇ મહત્વના કામકાજ કરવાના બાકી હોય તો એલર્ટ થઇ જાઓ. કારણ કે સતત પાંચ દિવસ સુધી દેશભરમાં બેન્કો બંધ રહેવાની છે. બેંકના કર્મચારીઓ માર્ચ મહીનામાં ફરી એક વખત ત્રણ દિવસની હડતાલ પર ઉતરી શકે છે. જો બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતરશે તો માર્ચ મહીનાના બીજા સપ્તાહમાં પાંચ દિવસ માટે બેંકો બંધ રહેશે. બેંકના કર્મચારીઓ માર્ચ મહીનામાં ફરી એક વખત ત્રણ દિવસની હડતાલ પર ઉતરી શકે છે. જો બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતરશે તો માર્ચ મહીનાના બીજા સપ્તાહમાં પાંચ દિવસ માટે બેંકો બંધ રહેશે.

જો તમે પણ બેન્કના કામકાજ પતાવવા વિશે વિચારી રહ્યા છો તો, એલર્ટ થઈ જજો. કારણે કે, આગામી મહિનામાં એટલે કે, માર્ચ 2020માં સતત 6 દિવસ સુધી દેશમાં બેન્ક બંધ રહી શકે છે. 11 માર્ચથી બેન્ક યૂનિયન ત્રણ દિવસની હડતાલ પર જવાની જાહેરાત કરી છે. એટલે કે, 11,12,13 માર્ચ 2020ના રોજ હડતાલના પગલે સમગ્ર દેશમાં બેન્ક બંધ રહી શકે છે. સાથે જ 10 માર્ચના રોજ હોળીનો તહેવાર છે અને 14 માર્ચના રોજ મહિનાનો બીજો શનિવાર અને 15 માર્ચના રોજ રવિવાર હોવાથી તમે આ દિવસોમાં બેન્કનું કોઈપણ કામ કરી શકશો નહી. મળતી માહિતી પ્રમાણે, બજેટના દિવસે અને તેના આગળના દિવસે (31મી જાન્યુ., પહેલી ફેબ.) હડતાલના કારણે બેંકો બંધ હતી. હજુ પણ બેંક કર્મચારીઓની માંગણી સંતોષાઈ ન હોવાથી તેઓ માર્ચ મહીનામાં ફરી એક વખત હડતાલ પર ઉતરે તેવી શક્યતા જણાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેસા પણ 31 જાન્યુઆરી 2020 અને 1 ફેબ્રુઆરી બજેટની જાહેરાતના દિવસે પણ બેન્કમાં હડતાલ હતી. જણાવી દઈએ કે, યૂનિયને 1 એપ્રિલથી અનિશ્વિતિકાળની હડતાલ પર જવાની જાહેરાત કરી છે. જો કે, ICICI અને HDFC જેવા નિજી ક્ષેત્રના બેન્ક ખુલ્લા રહેશે. બેંક એમ્પ્લોઈ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈ અસોશિએશને જો તેમની માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો 11થી 13મી માર્ચ દરમિયાન તમામ સરકારી બેંકોના કર્મચારીઓ ત્રણ દિવસની હડતાલ પર ઉતરશે તેમ જણાવ્યું હતું.

બીઈએફઆઈ અને એઆઈબીઈએ દ્વારા 11થી 13 માર્ચ દરમિયાન હડતાલની ઘોષણા કરવામાં આવી છે. ઉપરાંત 14મી માર્ચે બીજો શનિવાર છે અને 15મી માર્ચના રોજ રવિવાર એટલે બેંક સળંગ પાંચ દિવસો માટે બંધ રહેશે. બેંક કર્મચારીઓ દર પાંચ વર્ષે પગાર રિવાઇઝ કરવાની માંગ કરી રહ્યા છે. અગાઉ 2012માં બેંક કર્મચારીઓની સેલેરી રિવાઇઝ કરવામાં આવી હતી અને ત્યાર બાદ 2017માં તેને રિવાઇઝ કરવાની હતી પરંતુ હજુ સુધી તેમ ન બન્યું હોવાથી તેઓ હડતાલની ચીમકી આપી રહ્યા છે. આ ઉપરાંત બેંક કર્મચારીઓ સપ્તાહમાં બે દિવસ માટે રજાની માંગણી પણ કરી રહ્યા છે.

આ કારણે થશે હડતાલ

દિલ્હી પ્રદેશ બેન્ક કર્મચારી સંગઠનના મહાસચિવ અશ્વની રાણાએ જણાવ્યું કે, ઈન્ડિયન બેન્ક એસોસિએશનના પગારમાં 12.5 ટકા વૃદ્ધિ કરવાની અરજી કરવામાં આવી હતી, જેને નામંજૂર કરવામાં આવી છે. જેથી બેન્કિંગ સેવાઓ પર અસર પડી શકે છે. બેન્ક એમ્પલોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોઈઝ એસોસિએશનના પ્રમાણે, પગાર સંશોધનને લઈને ઈન્ડિયન બેન્ક્સ એસોસિએશનની સાથે વાતચીત સફળ ન થતા બેન્ક કર્મચારીઓ 11 થી 13 માર્ચ એટલે કે, ત્રણ દિવસ સુધી હડતાલ પર રહેશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post