તારામાં ભૂત અને ડાકણનો વાસ છે એવું કહી મોટાભાઈએ નાનાભાઈ ઉપર કર્યો હુમલો અને પછી….

Share post

વલસાડના કપરાડા તાલુકાના માની ગામમાં રહેતા ખેડૂત ને ડાકણ અને ભૂત હોવાનો વહેમ રાખી ને તેના મોટાભાઈ અને ભત્રીજાએ લાકડીથી માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે તેને બચાવવા માટે દોડી આવેલા પુત્રને પણ હુમલાખોરોએ છોડ્યો ન હતો.

માની ગામના સાત વાંકલ ફળિયામાં રહેતા ખેડૂત બંસી ભાઈ અને તેના ભાઈઓ પોતાના પરિવારજનો સાથે અલગ-અલગ ઘરમાં રહે છે. ગઈકાલની સાંજે બંસી ભાઈના ઘર પાસે પુત્ર ઉત્તમ સાથે આવેલા મોટાભાઈ દેવરામે નાનાભાઈ બંસી ને તારામાં ભૂત ડાકણ છે એવું કહીને માર મારવા લાગ્યા હતા. તારા કારણે મારા પુત્ર નગીન અને પુત્રી સીતા નું મોત થયું છે તેવો આક્ષેપ કરીને ઝઘડો શરૂ થયો હતો.

બંસી એ પોતાના મોટાભાઈને સમજાવવાના ખૂબ પ્રયત્નો કર્યા તેમ છતાં કરાયેલા દેવ રામે પોતાના ભાઈના કપાળ પર લાકડાંનો ફટકો મારીને લોહીલુહાણ કરી નાખ્યો હતો. દેવરામ સાથે આવેલા તેના પુત્રો તમે પણ કાકાને લાકડીઓના ફટકા વડે માર્યા હતા અને જમીન પર પાડી દઈ મુક્કા અને લાતો મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

પિતા-પુત્રની આ ત્રિપુટીએ બંસી તથા તેના પરિવારજનોને જાનથી મારવાની ધમકી પણ આપી હતી. ઇજા પામેલા બંસી ને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાબતે બંસી એ તેના મોટાભાઇ દેવરામ તથા ભત્રીજા ઉત્તમ તથા ઉમેશ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post