ભગવાન શિવના આ મંદિરના દાદર પર પગ મુકતાની સાથે જ સંભળાય છે સંગીતના સુર -જાણો આની પાછળનું રહસ્ય

Share post

ભારતમાં ઘણા પ્રાચીન મંદિરો આવેલ છે. પ્રાચીન મંદિરોના રહસ્યો વિશે જાણીને ઘણા લોકોને નવાઈ લાગતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. એરાવતેશ્વર મંદિર તમિલનાડુમાં આવેલ કુંભકોણમની પાસે દારાસુરમ નામની જગ્યાએ આવેલું છે.

આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે જે 12મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. આ મંદિર દ્રવિડ શૈલીમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિર અદભૂત વાસ્તુકળા માટે જાણીતું બન્યું છે. એને ચોલ રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું. એને યુનેસ્કો દ્વારા વર્ષ 2004માં વૈશ્વિક ધરોહર ઘોષિત કરવામાં આવ્યું હતું.

ધાર્મિક આસ્થાની સાથે જ કળાને ધ્યાનમાં રાખી આ મંદિરને ચોલ વંશના વાસ્તુશાસ્ત્રીઓની દેખરેખમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં પથ્થરો પર કરવામાં આવેલ સુંદર કોતરણી તથા એની સુંદર બનાવટ જ કળાનો શાનદાર નમૂનો છે.

એરાવતેશ્વરઃ ઐરાવત હાથીની શિવ પૂજા :
ભગવાન શિવને અહીં એરાવતેશ્વર સ્વરૂપમાં ઓળખવામાં આવે છે. કારણ કે, આ મંદિરમાં દેવતાઓના રાજા ઇન્દ્રના સફેદ હાથી ઐરાવત દ્વારા ભગવાન શિવની પૂજા કરવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે, ઐરાવત ઋષિ દુર્વાસાના શ્રાપને લીધે પોતાનો રંગ બદલાઇ જવાથી ખૂબ જ દુઃખી હતો. એણે આ મંદિરના પવિત્ર જળમાં સ્નાન કરીને પોતાનો રંગ ફરી પ્રાપ્ત કર્યો હતો. મંદિરની અંદર રૂમમાં બનેલ એક છવિ જેમાં ઐરાવત પર ઇન્દ્ર વિરાજમાન છે. આને લીધે આ ધારણાને માનવામાં આવે છે.

દાદરમાંથી સંગીત સંભળાય છે, કુલ 80 ફૂટ ઊંચા સ્તંભ છે :
એરાવતેશ્વર મંદિર દ્રવિડ વાસ્તુ કળાનુ એક ઉત્તમ ઉદાહરણ છે. મંદિરની દીવાલો તથા છત પર આકર્ષક કોતરણીનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પથ્થરો પર કરવામાં આવેલ કોતરણી ખૂબ જ શાનદાર છે. મંદિરના સ્તંભ કુલ 80 ફૂટ ઊંચા છે. સામેના મંડપનો દક્ષિણ ભાગ વિશાળ રથના મોટા પૈડા સ્વરૂપમાં છે જેને ઘોડાઓ ખેંચી રહ્યા છે.

ફળિયાની પૂર્વ દિશામં ઇમારતોનો સમૂહ આવેલો છે. ચૌકીના દક્ષિણ બાજુ શાનદાર કુલ 3 દાદરાનો સમૂહ આવેલો છે. એવી માન્યતા રહેલી છે કે, આ દાદરા પર પગથી હળવો ભાર આપવાથી પણ સંગીત સંભળાય છે.

યમને શ્રાપમાંથી મુક્તિ મળી હતી :
મંદિરના ફળિયાના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં એક મંડપ આવેલો છે. જેમાંથી એકમાં યમની છવિ બનાવવામાં આવેલી છે. એવું કહેવામાં આવે છે કે, મૃત્યુનાં રાજા યમે પણ આ સ્થાન પર ભગવાન શિવની પૂજા કરી હતી. યમ કોઇ ઋષિના શ્રાપને લીધે આખા શરીરમાં બળતરાથી પીડિત હતાં. એમણે આ સ્થાન પર બનાવવામાં આવેલ તળાવમાં સ્નાન કર્યું હતું. એમની બળતરાથી છુટકારો મેળવ્યો હતો. ત્યારથી આ તળાવને યમ તીર્થના નામે ઓળખવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post