કેવી રીતે કોરોનાનો જન્મ થયો અને ક્યારે થશે વાયરસનો ખાત્મો- જ્યોતિષવિદ્યાએ આપ્યા તમામ પ્રશ્નોના ઉત્તર

Share post

કોરોના વાયરસ છેલ્લા કેટલાય મહિનાઓથી વિશ્વને ત્રાસ આપી રહ્યો છે. અસંખ્ય લોકો હાલ કોરોનાથી પીડાઈ રહ્યા છે. અને લાખો લોકો આજે મોત સાથે લડી રહ્યા છે. કેટલાય લોકોના પરિવાર આજે કોરોના મહામારીના કારણે વિખાઈ ચુક્યા છે. અને હાલ પણ પરિસ્થતિમાં કોઈ સુધારો આવ્યો નથી. અને દિવસેને દિવસે કોરોના વાયરસ દુનિયાના લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યો છે. હાલતો ભારતમાં કોરોનાએ લોકોના ભોગ લેવાનું ચાલુ કર્યું છે. અને દિવસેને દિવસે ભારતમાં કોરોનાનો આંકડો વાયુવેગે વધી રહેલો છે.

એકતરફ લોકો મરી રહ્યા છે અને બીજીતરફ વિશ્વના ઘણા દેશોની અર્થવ્યવસ્થા પડી ભાંગી છે. દુનિયાના કોઈ પણ ડોક્ટરને કોરોનાની દવા નથી મળી રહી. આજે કોઈ પણ સંસ્થા કોરોનાથી કેવી રીતે બચી શકાય એ નથી કહી શકતું. હાલના સમયમાં વિશ્વના દરેક લોકો કોરોના ખતમ થવાની રાહ જોઈ રહ્યું છે. એવામાં ખુબ સારા સમાચાર સામે આવ્યા છે.

હાલ અત્યાર સુધી કોઇને એ જાણકારી નથી મળી કે કોરોના વાયરસની ચોક્કસ સારવાર ક્યારે મળશે અને આ મહામારીથી વિશ્વને અને બધા લોકોને મુક્તિ ક્યારે મળશે. કોરોના વચ્ચે એક જ્યોતિષીએ મોટી ભવિષ્યવાણી કરી છે. જ્યોતિષીય આંકલનની વાત કરીએ તો જ્યોતિષના જાણકારો મુજબ 26 ઓગસ્ટ પહેલા તેના નિદાન માટે કોઇ ન કોઇ દવા અથવા વેક્સિન આવવાની સંભાવના છે. અને જયારે કોરોનાની દવા આવશે ત્યારે વિશ્વને આ દર્દ માંથી શાંતિ મળશે અને ફરીએકવાર વિશ્વ ઉભું થશે.

જ્યોતિષવિદ્યાના જાણકારનું કહેવું છે કે, “જો ગ્રહ અને નક્ષત્રોની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં કોરોના વાયરસ લગભગ સમગ્ર રીતે કાબુમાં આવશે. ત્યાં જ તેના કંટ્રોલમાં આવવા માટે સૌથી યોગ્ય દિવસ જે દેખાઇ રહ્યો છે તે રવિવાર એટલે કે સૂર્યવેદના દિવસ 27 સપ્ટેમ્બરે આ બીમારીના ખાત્મા માટે સર્વાધિક ઉપ્યુક્ત દિવસ દેખાઇ રહ્યો છે.”

જ્યોતિષીઓએ જણાવતા કહ્યું છે કે, આવનારી 27 સપ્ટેમ્બર બાદ કોરોનાના કેસ સામે નહી આવે, પરંતુ તે સામાન્ય લોકોમાં જ જોવા મળશે. સાથે-સાથે જ્યોતિષીઓએ જણાવતા કહ્યું છે કે, આ પ્રત્યક્ષ બીમારી, જે દેખાતી નથી, તેના મામલે જે વાતો સામે આવી છે. તેના અનુસાર આ બીમારીના આવવાથી લઇ ફેલાવા સુધી મુખ્ય પ્રભાવ (રાહુના કારણે ફેલાયેલ બીમારીઓ વિશે શાસ્ત્રોમાં એવું પણ કહેવામા આવ્યું છે કે, આ પ્રકાની બીમારીની સારવાર જ્યારે પણ રાહુ મંગળના નક્ષત્રમાં જાય છે ત્યારે મળે છે)સિવાય કેતુની સાથે જ શનિ તથા આર્દ્રા જેવા નક્ષત્રની અસર પણ દેખાઇ રહી છે. ત્યાં જ 19 ડિસેમ્બર 2019એ શનિ પણ પોતાના નક્ષત્રને પરિવર્તિત કરતા સૂર્યના નક્ષત્રમાં પ્રવાશ કરી ગયા હતા.

જ્યોતિષીઓએ કોરોના સામે આવવાનું કારણ જણાવતા કહ્યું હતું કે, 26 ડિસેમ્બર 2019એ સૂર્યનો સંબંધ રાહુ સાથે હોવાથી કોરોના મહામારી અને બીમારી સામે આવી છે. તેના પશ્ચાત આ બીમારી ફેબ્રુઆરી 2020 સુધી સીમિત સ્થાનો પર જ પોતાનો પ્રભાવ દેખાડી શકી હતી. આ દરમિયાન જ જ્યારે કેતુનો કેતુના નક્ષત્રમાં પ્રવેશ થયો, પછી કેતુના હવામાં ફેલાવવાનો પ્રભાવ વધી ગયો. અને તેના કારણે આ મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચુકી હતી.

હાલ કોરોના મહામારી બીમારીનો મુખ્ય દોષી ગ્રહ રાહુ પરિવર્તન કરીને 23 સપ્ટેમ્બર 2020એ વૃશ્વિક રાશિ એટલે કે મંગળની રાશિમાં આવશે. ત્યાં જ 29 સપ્ટેમ્બરે શનિ માર્ગી થઇ જશે. શનિના માર્ગી થતા જ તમારા કાર્યોમાં ફરીથી તેજી આવશે.

જ્યોતિષીઓએ જણાવતા એમ પણ કહ્યું છે કે, કોરોના વાયરસના ચાલ્યા ગયા બાદ પણ (27 સપ્ટેમ્બર 2020) પછી પણ વિશ્વના દરેક લોકોએ સતર્ક રહેવું પડશે. તેનુ કારણ એ છે કે, આ વર્ષની શરૂઆતમાં સુખ સ્થાનમાં રાહુ વિરાજમાન રહ્યો હતો. આવામાં અહિં રાહુનું હોવું તમારા કામ પર થોડો પ્રભાવ કરી શકે છે. તમને થોડા ભ્રમિત પણ કરી શકે છે. આવામાં કોઇ પણ સમસ્યાથી બચાવા માટે તમારે સતર્ક રહેવું જરૂરી છે. એટલા માટે કોરોના ભલે વિશ્વમાંથી દુર થઇ જાય પણ દરેક લોકોએ કાળજીપૂર્વક પોતાનું જીવન વ્યતીત કરવું પડશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post