ટેટી ની ખેતી કરી ખેડૂતે 70 દિવસમાં 21 લાખ રૂપિયાની કમાણી કરી

Share post

એક બાજુ ગુજરાતના ખેડૂતો બટાકા ના પાક નો યોગ્ય ભાવ ન મળવાથી પરેશાન છે, તો ત્યાં જ બીજી બાજુ એક ખેડૂતે પાક બદલીને લાખો રૂપિયાની કમાણી કરી છે. ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ખેડૂત ખેતાજી સોલંકી બટાકા ની જગ્યાએ ટેટી ની ખેતી કરી છે તેમના માટે આશીર્વાદ સ્વરૂપે ફળી.

વિસ્તારમાં બટાકા ના પાક નો યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતો પરેશાન છે. આવામાં પોતાના સાત વીઘા ખેતરમાં સોલંકી એ બટાકા ની જગ્યાએ ટેટી ની ખેતી કરવાનો નિર્ણય કર્યો. 7 ધોરણ ભણેલા સોલંકી ગામ મા અન્ય લોકોને પણ માર્ગદર્શન આપ્યું.

નવી પદ્ધતિઓનો ઉપયોગ કરવા થી થતા લાભો

તેમણે ઉત્તમ બિયારણ, ટપક સિંચાઈ પદ્ધતિ અને સોલર વોટર પંપ નો ઉપયોગ કર્યો. ફેબ્રુઆરી માસમાં વાવેલ ટેટી એપ્રિલ મહિનામાં તૈયાર થઈ ગઈ અને ફક્ત 70 દિવસમાં જ ૨૧ લાખ રૂપિયા કમાઈ ને આપ્યા. તેમના ખેતરમાં 140 ટન ટેટી નો પાક થયો થઈ.

તેમણે 1,21,000 રૂપિયાનો કુલ ખર્ચ કર્યો હતો. તેમનો પાક એટલો સારો હતો કે તેને વેચવા માટે ક્યાંય જવું ન પડયું અને બીજા રાજ્યોમાંથી વેપારીઓ તેમની પાસે આવીને પાક ખરીદી ગયા. તેમને સારા એવા પૈસા મળ્યા.

ખેતાજી ફક્ત સાત ધોરણ ભણેલા છે છતાં ઉત્તમ પદ્ધતિનો ઉપયોગ કરીને લખપતિ બની ગયા. તેઓ મોબાઇલ એપ દ્વારા ખેતી અંગે માહિતી મેળવતા હતા અને ફળોની ખેતી માટે નવી નવી પદ્ધતિઓ શોધી રહ્યા હતા. હવે તેઓ ચેરી ટમેટા ની ખેતી કરવા ઈચ્છે છે.


Share post