કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ સાથે તંત્રનું સૃષ્ટી વિરુદ્ધનું વર્તન, આ તસવીરો જોઇ કંપી ઉઠશો

Share post

સમગ્ર દેશમાં કોરોનાથી ગંભીર પરિસ્થતિનું નિર્માણ થયું છે. દરરોજ વાયુવેગે કોરોના વાયરસ લોકોમાં ફેલાઈ રહ્યો છે, જેનાથી લોકો મૃત્યુ પણ પામી રહ્યા છે, આજે વિશ્વના દરેક દેશોને છોડી ભારત ધીરે ધીરે આગળ નીકળી રહ્યો છે. ભારતમાં કોરોનાએ ભયંકર રૂપ ધારણ કરી લીધું છે. દેશમાં જેમ-જેમ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા વધી રહી છે તેમ તેમ અવ્યવસ્થાઓ પણ સામે આવી રહી છે. કોરોના વેશ્વિક મહામારી હોવા છતાં તંત્રની ઘણી બેદરકારીઓ સામે આવી રહી છે.  આ બીમારીથી મરનાર દર્દીના મૃતદેહોની સાથે જે રીતે વર્તન થયાની માહિતી સામે આવે છે. અહિયાં પણ ઘણી તસ્વીરો સોસિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે કે કોરોનાથી મૃત્યુ પામેલા લોકો ના મૃતદેહ સાથે કેવો કેવો દુવ્યવહાર કરવામાં આવી રહ્યો છે.

હાલ જ એક ઘટના સામે આવી છે. જે ઘટના તેલંગણા ની છે. અહીંની નિઝામાબાદ સરકારી હોસ્પિટલમાંથી (COVID-19) કોરોના વાયરસના કારણે જીવ ગુમાવનાર એક વ્યક્તિના મૃતદેહને રિક્ષામાં એવી રીતે અંતિમ સંસ્કાર માટે મોકલાયો કે તસવીર જોઇ રૂંવાડા અદ્ધર થઇ જશે. જયારે સોસીયલ મીડિયામાં આ તસ્વીરો વાયરલ થઇ ત્યારે તંત્ર વિરુધ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

જો કે આ કેસમાં હોસ્પિટલના ડૉકટર એન રાવે જણાવતા કહ્યું હતું કે, મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારજનોએ મૃતદેહને માંગ્યો હતો, પરંતુ એ લોકોએ એમ્બ્યુલન્સની રાહ જોઇ નહીં અને આ રીતે રિક્ષામાં લઇને જતા રહ્યા હતા. તમને જણાવી દઇએ કે આ પહેલા પણ કોરોનાના દર્દીઓના મૃતદેહની સાથે આ પ્રકારનું સૃષ્ટી વિરુદ્ધનું વર્તનનો કોઇ પહેલો કેસ નથી. દેશના કેટલાંય ભાગમાં આ રીતની ઘટનાઓ સામે આવી રહી છે.

કર્ણાટકમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી. કર્ણાટકના બેલ્લારીમાં કોરોનાના લીધે પોતાની જિંદગીમાંથી હાથ ધોઇ બેસનારને પ્લાસ્ટિકમાં લપેટીને ખાડામાં ફેંક્યાનો વિચલિત કરતો કિસ્સો સામે આવ્યો હતો. કહેવાય છે કે 8 મૃતદેહોને બે ખાડામાં નાંખી દીધા છે. બેલ્લારીના ડેપ્યુટી કમિશ્નર એસએસ નકુલે કહ્યું કે મૃતદેહોની અંતિમ ક્રિયાના કેસમાં પ્રોટોકોલનું તો પાલન કર્યું છે પરંતુ ‘માનવીય’ બાબતોને નજરઅંદાજ કરી છે.

આંધ્રપ્રદેશમાં 72 વર્ષીય કોરોનાથી સંક્રમિત વૃદ્ધના મૃતદેહને તેમના ઘરેથી સ્મશાન ઘાટ સુધી એક જેસીબી(JCB) દ્વારા પહોચાડવામાં આવ્યો હતો. આ ઘટનાને લઇ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો ત્યારબાદ રાજકારણ ગરમાયું છે. કોરોના પછી પણ તંત્રની ઘણી આવી બાબતો કે જેને જાણી લોકોમાં ખુબ જ રોષ જોવા મળ્યો હતો.

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉથી 160 કિલોમીટર દૂર બલરામપુર જિલ્લાની નગરપાલિકાના એક અમાનવીય કૃત્ય સામે આવ્યા છે, જ્યાં એક મૃતદેહની સાથે અસમ્માનજનક વ્યવહાર કર્યો છે.

પુડ્ડુચેરીમાં કોરોના સંક્રમિત વ્યક્તિના મૃતદેહની સાથે બદસલૂકીનો મામલો સામે આવ્યો છે. સરકારી કર્મચારીઓનો એક વીડિયો સામે આવ્યો છે તેમાં તેઓ કોરોના સંક્રમિત દર્દીના મૃતદેહને એક ખાડામાં ફેંકતા દેખાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post