આ મહિલા પાસે છે 22 લાખ રૂપિયાની ગાયો, એવી ખાસ રીતે પશુપાલન કરી રહ્યા છે કે…

Share post

હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને પણ ખુબ નવાઈ લાગશે. રાબડી દેવી બિહારમાં રાજકારણનું એક મોટું નામ છે. એમની ઓળખ લાલૂ પ્રસાદ યાદવની પત્ની તેમજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી તરીકેની પણ રહેલી છે. રાબડી દેવી કુલ 3 વખત બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. હાલમાં તેઓ વિધાનસભાના સભ્ય છે.

રાબડી દેવીને ગાયો તથા ભેંસો સાથે ખૂબ લાગણી રહેલી છે. તેઓ ખટાલ પણ ચલાવે છે. વર્ષ 2018માં ચૂંટણી પંચને આપવામાં આવેલ પોતાના એફિડેવિટમાં રાબડી દેવીએ જણાવતાં કહ્યું હતું કે, એમની પાસે કુલ 12 ગાય તેમજ કુલ 18 વાછરડા છે. એની કિંમત રાબડી દેવીએ કુલ 22 લાખ જણાવી હતી. રાબડી દેવીને હથિયારોનો પણ ખુબ શોખ રહેલો છે.

એમની પાસે ઘરે કુલ 5  લાખ રૂપિયાની કિંમતના હથિયાર છે. રાબડી દેવીની પાસે કુલ 10,000 રૂપિયાની ડબલ બેરલ ગન છે. આની ઉપરાંત એમની પાસે કુલ 1 લાખ રૂપિયાની રાઇફલ તથા કુલ 3 લાખ રૂપિયાની જર્મન મેડ પિસ્ટલ પણ છે. રાબડી દેવીની ગાડીઓની વાત કરવામાં આવે તો એમની પાસે કુલ 40 લાખ રૂપિયાની મર્સિડિઝ બેંઝ છે.

આની ઉપરાંત કુલ 25,000 રૂપિયાની મારુતિ કુલ 800 તેમજ કુલ 20,000 ની મિલિટ્રી જીપ પણ છે. રાબડી દેવી લાલુ પ્રસાદ યાદવથી 11 વર્ષ ઉંમરે નાના છે. વર્ષ 1973માં બંનેના લગ્ન થયા હતા. જ્યારે લાલૂ પ્રસાદ યાદવ રાજ્યના CM બન્યા ત્યારે રાબડી દેવી નવમાં બાળક સાથે ગર્ભવતી હતી.  આની પહેલા એમને કુલ 8 સંતાનો હતાં. લાલૂ યાદવના લગ્ન એમના ગામના એક બ્રાહ્મણ પૂજારીએ કરાવી આપ્યા હતાં.

એમણે પોતાની આત્મકથામાં જણાવ્યુ હતું કે, મારા તથા રાબડીના લગ્ન પહેલા મારા સાસરીપક્ષે અમારી રહેણી કરણી, ખેતી વગેરે જોયું હતું, કારણ કે, એમની દીકરી અમારા ઘરે આવી રહી હતી. વર્ષ 1990માં જ્યારે રાબડી દેવી તેમજ લાલૂ પ્રસાદ યાદવે મુખ્યમંત્રી આવાસને પોતાનું ઘર બનાવ્યું ત્યારે તેજસ્વી યાદવ ફક્ત 1 વર્ષના હતા. આની સાથે જ માતાના ખોળામાં રહેતા હતા. હવે કુલ 30 વર્ષ બાદ તેજસ્વી યાદવ પોતે મુખ્યમંત્રી બનીને એ જ CM આવાસમાં દાખલ થઇ શકે છે.

આપને જણાવી દઇએ  કે, બિહાર વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ પ્રમાણે, રાજ્યમાં મહાગઠબંધનની સરકાર બનતી નજર આવી શકે છે. વિધાનસભાની ચૂંટણીમાં RJDના નેજાવાળા મહાગઠબંધનનો સંપૂર્ણ ભાર લાલૂ પ્રસાદ યાદવના નાના દીકરા તેજસ્વી યાદવના ખભે હતો. લાલૂ પ્રસાદ યાદવ ઘાસચારા કૌભાંડ કેસમાં જેલની સજા કાપી રહ્યા છે. લાલૂ યાદવને ભારતીય રાજકારણમાં એમના બેબાક અંદાજ તેમજ સરળતા માટે જાણવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post