ભારત સરકારે ખેડૂતોને ચેતવ્યા- “ચીન દુનિયાભરમાં પાકને નુકશાનકારક બિયારણ મોકલી રહ્યું છે” જાણો જલ્દી…

Share post

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આની સાથે જ આ મહામારીને કારણે લાખો લોકોનાં મોત પણ થઈ ચુક્યા છે. ચીન સાથે ભારતને સંબંધો થોડા બગડતાં જાય છે. ત્યારે હાલમાં ફરી એકવાર ચીને ભારતમાં ખેડૂતોને નુકશાનકારક વસ્તુઓ મોકલી રહ્યું છે એવી જાણ મળી છે.

ભારત સહિત ઘણાં દેશોમાં કુરિયર દ્વારા ભીર પ્રકારનાં રોગ કરી શકે એવાં પેથોજન્સ ધરાવતાં બિયારણ પણ મળી રહ્યા છે. ભારત સરકારની ફાર્મ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તેમજ ‘ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચે’ એટલે કે ICAR એ જણાવ્યું હતું, કે એણે અમેરિકા જેવાં ઘણાં દેશોમાં અજાણ્યા સોર્સથી મળી રહેલ મિસ્ટરી બીજનાં પાર્સલને વિશે વૈશ્વિક સંશોધન સંસ્થાનાં ઇનપુટ્સ મેળવવાની શરૂઆત કરી છે.

રાજ્ય સરકારે પણ આજે એક એડવાઇઝરી બહાર પાડીને રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ, બીજ સંશોધન તથા સંગઠનો, વિતરણ વ્યવસ્થાની સાથે સંકળાયેલ સંગઠનો તથા કોર્પોરેશનોને આવા સંદિગ્ધ બીજ પાર્સલથી સાવચેત રહેવાં માટે જણાવ્યું છે.અમેરિકાનો કૃષિ વિભાગ તથા બીજી એજન્સીઓ પણ આ બાબતની તપાસ કરી રહી છે.

અમેરિકાને શંકા છે, કે આ હાનિકારક બિયારણ ચીનમાંથી જ આવી રહ્યા છે. જો, કે ભારત સરકારે હજુ સુધીમાં આધિકારિક રીતે આ વાતની કોઈ પુષ્ટી કરી નથી. અમેરિકાનું માનવું છે, કે ચીન જ સમગ્ર વિશ્વમાં પેથોજન્સ ધરાવતાં બિયારણને મોકલીને અન્ન સુરક્ષાને નુકસાન પહોચાડવાં માંગે છે.

ICAR તથા રાજ્ય સરકારે આપેલ માહિતી પ્રમાણે અમેરિકા, કેનેડા, UK, ન્યુઝીલેન્ડ, જાપાન તથા યુરોપનાં દેશમાં બેનામી તેમજ અજાણ્યા નામે કે અજાણી જગ્યાએથી ખોટા લેબલવાળા બીજનાં પાર્સલો મળ્યા હોવાનું ધ્યાનમાં આવ્યુ છે. અમેરિકાએ પણ તેનાં કુલ 27 રાજ્યોમાં સાવચેતીનાં પગલા ઉઠાવીને આવા પાર્સલ મળે તો તરત જ સરકારને જાણ કરવાં માટે જણાવ્યું છે.

ICAR નાં ડિરેક્ટર જનરલ ત્રિલોચન મહાપાત્રાએ જણાવતાં કહ્યું હતું, કે આ એક ખુબ જ ગંભીર બાબત છે. બિયારણનો અર્થ કૃષિ છે. વિનાશક પેથોજેન્સ વાળા કોઈપણ બીજ એ આપણી અન્ન સુરક્ષાને ઘણી જોખમમાં મુકી શકે છે. જેથી આપણે જાગ્રત રહેવાની ઘણી જરૂર રહેલી છે.

ICARએ આ બાબતે ‘ગ્લોબલ એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટીટયુટ’ ની સાથે પણ વાતની શરુઆત કરી છે તથા શંકાસ્પદ જણાતા આ બિયારણ અંગે ઇનપુટ્સ પણ મેળવી રહી છે.ઘણાં મહિનાથી બિયારણનાં હજારોની સંખ્યામાં શંકાસ્પદ શીપમેન્ટ દુનિયાનાં ઘણાં દેશોમાં મળ્યા છે.

અમેરિકાનાં ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર દ્વારા આ અંગે એગ્રીકલ્ચર સ્મગલિંગ પણ ગણાવવામાં આવી છે. તેની ઉપરાંત આવા શંકાસ્પદ બિયારણ એ ગંભીર પ્રકારનાં રોગ પેદા કરી શકે તેવાં પેથોજન્સ એટલે કે રોગકારકો ધરાવતાં હોવાનું તેમજ તેને લીધે સમગ્ર પર્યાવરણ, ખેતી અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપર પણ જોખમ ઉભી થવાની સંભાવના હોવાનું દર્શાવવામાં આવ્યુ છે.

ગયાં અઠવાડિયે કેન્દ્રનાં કૃષિ મંત્રાલયે, રાજ્ય સરકાર, સીડ્સ ઇન્ડસ્ટ્રી તથા રિસર્ચ એજન્સીને અજાણ્યા સોર્સમાંથી મળી આવેલ શંકાસ્પદ બિયારણનાં પાર્સલ અંગે સાવચેત કર્યા હતાં. સરકારે જણાવતાં કહ્યું હતું, કે આવાં પ્રકારનાં બિયારણ દેશની બાયોડાઈવર્સીટીને ખુબ જ નુકસાન પણ પહોચાડી શકે છે. એરપોર્ટ તથા પોર્ટ ઓથોરિટીને પણ કોઈપણ શંકાસ્પદ જણાય તો પાર્સલને કબજે કરીને આગળની તપાસ માટે ICARને મોકલવાં માટે સુચના પણ આપવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post