ગુજરાતના આ ગામે તળાવ ફાટ્યું- 50થી વધુ પરિવારોના ઘર અને ખેતરોમાં પાણી ફરી વળ્યા

Share post

સુરેન્દ્રનગરનાં લખતર અને આદલસરમાં ગત આખી રાત વરસાદ પડતા આફતની સ્થિતિ આવી ગઇ છે. લખતરમાં આશરે સાડા આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે લખતરનાં દેવળીયા ગામમાં તળાવ ફાંટતા ગામનાં પરા વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે. પરા વિસ્તારમાં 50થી વધુ પરિવાર રહેતા હોવાથી હાલમાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

લખતરનું દેવળીયા ગામડાનાં ઘરોમાં અને ખેતરમાં પાણી ફરી વળ્યા છે. લોકો ઘરનો સામાન બચાવવા હાલમાં સ્થળાંતર કરી રહ્યાં છે. અને બનતી વસ્તુઓને સુરક્ષિત જગ્યાએ લઇ જવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

હાલમાં તંત્ર તરફથી કોઇ જ મદદ મળી નથી પણ હવે વરસાદ બંધ થતા પાણી ઓસરવાનું શરૂ થયુ છે. તંત્ર તરફથી પણ મદદ મળવાની શરૂ થશે તેમ જણાવવામાં આવ્યું છે.જ્યાં ગામનાં લોકોએ જ મળીને તળાવની પાળ બાંધવાની શરૂ કરી દીધી હતી જેથી કરીને વધુ નુક્શાન ન થાય.

સુરેન્દ્રનગરમાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં સૌથી વધુ વરસાદ સુરેન્દ્ર નગરમાં નોંધાયો છે. લખતર તાલુકાનાં સદાદ તલસાણા લરખડીયા ગામો સંપર્ક વિહોણા થઇ ગયા હતાં. નદીનાં પાણીને કોજવેનાં રસ્તા પણ બંધ કરી દેવામાં આવ્યાં છે. લખતરનું દેવળીયા ઉપરાંત કરેલા ગામ પણ સંપર્ક વિહોણું બન્યુ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post