ભારે વરસાદના કારણે ATMમાં ઘુસ્યો આખલો અને પછી…

Share post

હાલમાં રાજ્યમાં ફરી એક વખત વરસાદ નો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે.  ત્યારે ગઈકાલના રોજ રાજ્યમાં ત્રણ અજીબો-ગરીબ બનાવોએ આજે ચર્ચા જગાવી છે. જેમાં એટીએમ મશીન (ATM Machine) સેન્ટર ખાતે આખલાએ જમાવેલો અડિંગો, આકાશી વીજળી (Lightning) દરમિયાન ચોટીલા ડુંગર (Chotila Dungar)ના કેમેરામાં કેદ થયેલો અદભૂત નજારો અને વડોદ ડેમ (Vadod Dam) ઓવરફ્લો થવાથી બે કાંઠે વહેતી થયેલી ભોગાવો નદી આ ત્રણ બાબતો ઉપર હાલમાં ચર્ચા થઈ રહી છે. ગઈકાલના રોજ એટલે કે, ગુરુવારના રોજ સાંજે સૌરાષ્ટ્રમાં અલગ-અલગ જગ્યાએ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ સાથે આકાશમાં વીજળીના ચમકારા પણ જોવા મળ્યા હતા. વીજળીના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. ગુરુવારે સાંજે વાતાવરણમાં આવેલા પલટા બાદ અચાનક ચોટીલા વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. આ દરમિયાન વીજળી ચોટીલા ડુંગરે દર્શન કરવા આવી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

આ ઉપરાંત આવી જ વધુ એક ઘટના ગઈકાલે સામે આવી હતી. જેમાં આખલાએ એટીએમ મશીન સેન્ટરનો તબેલો બનાવી દીધો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર આવેલા એટીએમ સેન્ટરો ખાતે રખડતા પશુઓ ઘૂસી જતા હોવાની અનેક ફરિયાદો પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે, આખલો એટીએમ સેન્ટરની અંદર ઘૂસીને ઉભો છે.

આખલો ATM સેન્ટરની અંદર ઘૂસીને ગંદકી પણ કરતો હોવાનું જોવા મળી રહ્યું છે. અહીં પૈસા ઉપાડવા આવતા લોકોએ આ કારણે ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અમુક લોકો બેંકોને એવી અરજ કરી રહ્યા છે કે એટીએમમાં ઘૂસેલા આખલાને જો બહાર ન કાઢી શકતા હોવ તો કંઈ નહીં પરંતુ અહીં સ્વચ્છતા તો રાખો! સામે આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, આખલાએ જાણે એટીએમ સેન્ટરને જ પોતાનો તબેલો સમજી લીધો છે.

આ ઉપરાંત વધુ એક ઘટના બની હતી આ ઘટનામાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો વડોદ ડેમ ઓવરફ્લો થતા ભોગાવો નદી બે કાંઠે વહેતી થઈ છે. પાણીને પગલે સૌકા-લીંબડીને જોડતો કાચો કોઝવે તૂટી ગયો છે. આ કારણે સૌકા, લીયાદ અને લાલીયાદ ગામના 10 હજારથી વધુ લોકો સંપર્ક વિહોણા બન્યા છે. ગામ લોકોએ તંત્રને રજુઆત કરી છે કે તા.21 જુલાઈ 2017ના રોજ થયેલી અતિવૃષ્ટિમાં સૌકા-લીંબડીને જોડતો કોઝવે તૂટી ગયો હતો. જે બાદ ચાર વર્ષે વીતી ગયા હોવા છતાં તંત્ર માત્ર થીગડાં મારીને કામ ચલાવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post