પુરપાટ ઝડપે જઈ રહેલી કાર કપાસના ખેતરમાં ઘુસી જતા, ગાડી અને પાકનો નીકળી ગયો કચ્ચરઘાણ

Share post

માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઉતાવળને લીધે દરરોજ વારંવાર માર્ગ અકસ્માત સર્જાતાં રહેતાં હોય છે. હાઇવે પર પૂર ઝડપે વાહન ચલાવવાને લીધે રોજ અનેક અકસ્માતો નોંધાઈ રહ્યા છે ત્યારે હાલમાં ફરી એકવખત અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી રહી છે. ગુજરાતમાં આવેલ સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવી જ એક ઘટના બની છે. આ અકસ્માતમાં કાર ચાલકે કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર હાઇવે પરથી ફંગોળાઈને બાજુના ખેતરમાં ખાબકી ગઈ હતી.

મળી રહેલ જાણકારી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં પુરઝડપે જઈ રહેલ કાર પલટી મારી જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું છે. અકસ્માતની ઘટનામાં કુલ 4 લોકોને ઈજા પહોંચી છે. ધ્રાંગધ્રા માલવણ હાઇવે પરથી પુરઝડપે જઈ રહેલ કાર અચાનક પલટી મારી ગઈ હતી. ડ્રાઇવરે કોઈ કારણોસર કાબૂ ગુમાવી દેતા કાર પલટી મારી ગઈ હતી.

ત્યારબાદ કાર પલટી મારીને ફંગોળાઈ જતાં બાજુના ખેતરમાં પડી હતી.આ અંગે મળી રહેલ જાણકારી મુજબ કારમાં કચ્છનો પરિવાર સવાર હતો. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. મૃતકને પોસ્ટમોર્ટમ માટે તેમજ ઘાયલ થયેલ લોકોને સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં કારની નંબર પ્લેટ તૂટીને નીચે પડી ગઈ હતી તથા કારને ખૂબ જ નુકસાન થયું છે.

અકસ્માતને કારણે કારના બોનેટ તેમજ પાછળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. સામે આવેલી તસવીર પરથી જોઈ શકાય છે કે, કાર ફંગોળાઈને બાજુમાં આવેલ કપાસના ખેતરમાં પલટી મારી ગઈ હતી. આ દરમિયાન કારમાં રહેલ સામાન ખેતરમાં વિખેરાઈ ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં વૈશાલીબેન રાજેશભાઈ બાંભણીયા, રચનાબેન રાજેશભાઈ, રાજેશભાઈ મૂળજીભાઈ તથા વાલીબેન રાજેશભાઈ ઇજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતમાં હેરશભાઈ રાઠોડ નામના વ્યક્તિનું અવસાન થયું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post