સરકાર ન કરી શકી એ કામ પાટીદાર ઉદ્યોગપતિએ સ્વખર્ચે શરુ કર્યું, 1200 લોકોને વિદેશથી ભારત પરત…

Share post

કોરોનાને કારણે છેલ્લા બે મહિનાથી ગુજરાતના લોકો દુબઇમાં ફસાયેલા છે. ત્યારે હવે આ દરેક લોકોને ગુજરાત પહોંચાડવાની જવાબદારી ગુજરાતી સમાજના તેમજ દુબઇના અગ્રણી અને દુબઇ રહેતા સુરતના હીરા ઉદ્યોગપતિ ભરતભાઇ નારોલાએ લીધી છે. ગુરૂવારે એટલે કે, ગઈકાલે  સવારે 10 વાગ્યે 175 મુસાફરો સાથે પ્રથમ ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી, જ્યારે બીજી ફ્લાઇટ 24મી તારીખે દુબઇથી અમદાવાદ આવશે.

ભરતભાઇએ કુલ 1200 જેટલા ગુજરાતીઓની યાદી તૈયાર કરી છે. ભરતભાઇએ આ દરેક લોકોને ગુજરાત મોકલવાની પરવાનગી દુબઇ કોન્સોલેટ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસેથી માંગી છે. જો કે હાલ મંજૂરી મળી નથી. પરવાનગી મળતા જ કુલ છ ફ્લાઇટ દ્વારા અન્ય ગુજરાતીઓને પણ દુબઇથી રવાના કરવામાં આવશે. જે યાત્રીઓ ટિકિટ ખર્ચી શકતા નથી તેમનો ખર્ચ ભરતભાઇ જાતે જ ઉપાડે છે.

વંદે ભારત ફ્લાઇટ શરૂ ન થતાં મેં મદદ કરવાનું નક્કી કર્યું

અમે છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને વંદે ભારત અંર્તગત ફ્લાઇટ શરૂ કરવા માટે રજૂઆતો કરતા હતાં. જો કે અમને કોઇ સફળતા મળી નહીં. લોકો અમારી પાસે દુ:ખી થઇને રજૂઆતો કરતા હતાં. જેથી મેં મદદ કરવાનું નક્કી કરી પ્રાઇવેટ પ્લેન ઉડાવવા મંજુરી માંગી, જે મળી જતાં પ્રથમ ફ્લાઇટ રવાના કરી છે. યાત્રીઓ પાસેથી પૈસા માંગ્યા નથી છતાં સામે ચાલીને ટિકિટના પૈસા આપ્યા છે. 4-5 યાત્રીઓ એવા હતાં જેમની પાસે ટિકિટના પૈસા ન હતાં. અહીં ગુજરાતી ભાઇ સમસ્યાઓથી પિડાઇ રહ્યાં છે. ગુજરાતને વંદે ભારતની ફ્લાઇટ મળે તો ગુજરાતીઓની સમસ્યા દૂર થઇ શકે. – ભરતભાઇ નારોલ, ઉદ્યોગપતિ

ગઈકાલે મોકલાયેલી ફ્લાઇટમાં 20 ગર્ભવતી મહિલાઓ હતી

દુબઇથી 6.30 કલાકે ઉપડેલી અને અમદાવાદ 10 કલાકે પહોંચેલી સ્પેશિયલ ફ્લાઇટમાં 20 ગર્ભવતી મહિલાઓ, 70 લેબર અને અન્ય 40થી વધુ એવા લોકો હતાં જેમની નોકરી છુટી ગઇ છે. આ સાથે પ્રથમ ફ્લાઇટમાં બિમાર લોકો અને વૃદ્ધોને સ્થાન આપવામાં આવ્યું હતું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post