સુરત: યુવક પોતાની પત્નીને છોડી દેરાણીને લઈને ભાગી ગયો અને પોલીસ સામે જ કર્યું એવું કામ કે…

Share post

પ્રેમ માણસ પાસે ગમે તે કામ કરવામાં મજબુર કરે છે, આ વાત સુરતના એક યુવક અને યુવતીએ સાબિત કરી બતાવી છે. સુરતના આ યુવક પોતાની પત્ની સાથે રોજ ઝગડાઓ કરતો હતો અને પોતાના નાના ભાઈની પત્ની સાથે સંસાર શરૂ કરવાની ઈચ્છા જતાવતો હતો. પહેલા પણ સુરતમાં વેવાઈ વેવાણ ખુબ ચર્ચામાં આવ્યા હતા. અહિયાં એવી જ એક ઘટના સામે આવી છે.

સુરતના પુણા વિસ્તારમાં દારૂ-જુગારની લતે ચડી ગયેલા યુવાન દેવાળીયો બની જતાં ઘરમાં જ જુગારધામ શરૂ કરી દીધો હતો. આટલું જ નહીં પણ આ જુગારી યુવક પોતાની જ પત્ની સાથે વારંવાર ઝઘડાઓ કરી તેના નાનાભાઈની પત્ની સાથે સંસાર ચાલુ કરવા માટે પત્નીને ધમકી આપતો. મોકો મળતા એક દિવસ તે નાનાભાઇની પત્નીને લઇને ભાગી પણ ગયો. પુણા વિસ્તારમાં દેરાણીને ભગાડી ગયેલા આ પતિએ ઓલપાડ પોલીસની સામે પોતાની પત્નીની જ ધુલાઇ કરી હતી. જુગારી પતિ વારંવાર ઝઘડા કરી દેરાણી સાથે સંસાર માંડવા અને પત્નીને છૂટાછેડા આપવા અવારનવાર ધમકીઓ આપતો હતો. સમાધાનની વાતચીતમાં પણ પતિએ મારપીટ કરી ગળું દબાવવાના પ્રયત્નો કરતા આખરે મામલો પુણા પોલીસ સ્ટેસનમાં પંહોચી ગયો હતો.

પોલીસ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, પુણા વિસ્તારમાં આવેલી દયારામ સોસાયટીમાં વસવાટ કરનાર કુંદનબેન વિપુલભાઇ ચૌહાણ ( જેમની ઉંમર વર્ષ 32 અને, મૂળ મહુવા, ભાવનગર)ને એક પુત્ર અને એક પુત્રી છે. 2009માં કુંદનબેનના લગ્ન વિપુલ ચૌહાણ નામના વ્યક્તિ સાથે થયા હતા. લગ્નના થોડાં સમય બાદ જ પતિ જુગારના રવાડે ચડી ગયો હતો અને દારૂ પીને ઘરમાં મારઝૂડ પણ કરવા લાગ્યો હતો. સાસરિયામાં પણ દહેજ માટે કુંદનબેનને ત્રાસ આપવાનું ચાલુ કર્યું હતું, આ કંકાસ અને ત્રાસથી કંટાળીને કુંદનબેને પતિ અને સાસરિયાં સામે વતન ભાવનગર શહેરમાં પોલીસ ફરિયાદ કરી હતી અને ત્યારબાદ તેઓ વચ્ચે સમાધાન થયું હતું.

કુંદનબેન અને તેમના પતિ 2013થી તેઓ પતિ સાથે સુરતના વરાછા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા. જોકે, પતિ જુગારમાં રકમ હારી જતા લેણદારો ઉઘરાણી માટે ઘરે આવવા લાગ્યા હતા. આ સમગ્ર મામલે બંને વચ્ચે વચ્ચે ઝઘડાઓ પણ શરૂ થતા હતા. ત્યારબાદ કુંદનબેન તેમના પતિ-સંતાનો સાથે પુણામાં પિતાના ઘરે રહેવા ચાલ્યા ગયા. જોકે, પતિની આદતોમાં કોઇ સુધારો જણાયો ન હતો. આ અંગે વિરોધ નોંધાવ્યો તો પતિ-દિયરે તેણીને માર માર્યો હતો. આ અંગે તેણીએ પુણા પોલીસમાં અરજી પણ આપી હતી અને બાદમાં ફરીએકવાર સમાધાન થઇ ગયું હતું.

ત્યારબાદ પતિ વિપુલનો તેના નાનાભાઈની પત્ની સાથે પ્રેમપ્રકરણ બંધાયું હતું. વિપુલભાઈ અને તેમની દેરાણી અવરનવર મળતા હતા. આ અંગેનો ભાંડો ફૂટી ગયો તો પતિએ પરિણીતાને ત્રાસ આપવાનું શરૂ કરી દેરાણી સાથે સંસાર માંડવા છૂટાછેડા આપી દેવા દબાણ કરતો હતો. કુંદનબેને છૂટાછેડા નહિ આપતા ગઈ તારીખ 16-6-20ના રોજ પતિ વિપુલ પત્નીની દેરાણીને લઇ ભાગી ગયો હતો. ત્યારબાદ ઓલપાડ ખાતે એક દુકાનમાં બંને નાસ્તો કરતા પકડાતા કુંદનબેને 100 નંબર પર કોલ કરી પોલીસને બોલાવી હતી.

સુરતના ઓલપાડ પોલીસમાં મામલો પહોંચ્યો તો ત્યાં પણ પતિ વિપુલે કુંદનબેનને ઢોર માર મારી છૂટાછેડા આપવા ધાકધમકી આપી હતી. ત્યારબાદ પરિવારજનો-સમાજના આગેવાનોની મળેલી મિટિંગમાં પણ પતિએ માર મારી કુંદનબેનનું ગળું દબાવવા કોશિશ કરી હતી, જેથી કુંદનબેનની ફરિયાદના આધારે પુણા પોલીસે પતિ વિપુલ વનમાળી ચૌહાણ સામે ગુનો નોંધી તપાસ આદરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post