ખેતરમાં તૈયાર શેરડીના પાક પર રેલવે ટ્રેક બનાવવા માટે બુલડોઝર ફેરવી દેતાં ખેડૂતભાઈઓ રડી પડ્યા

Share post

ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. સુરત શહેરમાં આવેલ ઉમરા વિસ્તારથી ઉધના ડિવિઝન સુધીના વિસ્તારમાં ગુડઝ ટ્રેન કોરિડોરનું જમીન સંપાદન ચાલી રહ્યું છે. જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતોએ ભાવ માટે સુપ્રીમ કોર્ટ સુધી લડત ચલાવી છે, જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ખેડૂતોને માર્કેટના ભાવ મુજબ રૂપિયા ચૂકવવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે.

જિલ્લા કલેક્ટર, હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ સુધી લડત ચાલ્યા પછી DFTC કંપની દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આજથી ખેતરોમાં બુલડોઝર ચલાવીને કામ કરવામાં આવી રહ્યું છે, જેનો વિરોધ વ્યક્ત કરતાં ખેડૂતોએ જણાવ્યું કે, અમને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ મુજબ, માર્કેટ ભાવ કુલ 15,700 રૂપિયાને બદલે ફક્ત 2,500 રૂપિયા આપવામાં આવી રહ્યા છે.

આની સાથે જ અમે વિનંતી કરી કે હાલ શેરડીનો ઊભો પાક તૈયાર છે. કુલ 15 દિવસમાં શુગર ફેક્ટરી શરૂ થયા બાદ અમે શેરડી લઈ લઈએ ત્યારપછી કામગીરી શરૂ કરો પણ અમારી રજૂઆત કોઈ સાંભળવા માટે તૈયાર નથી. કંપની તરફથી કહેવામાં આવ્યું કે, અમે ખૂબ લડત ચલાવીને કબજો મેળવ્યો છે. હવે અમારી જમીન છે, અમે તેના પર કામ કરી શકીએ છીએ. જો કે, રડતી આંખે ઊભા પાક પર બુલડોઝર ફરતાં ખેડૂતોએ કહ્યું કે, થોડી તો માણસાઈ બતાવો.

કુલ 3 વર્ષથી લડત ચાલી રહી છે :
અનંતકુમાર પટેલે જણાવતાં કહ્યું હતું કે, DFTC પ્રોજેક્ટ માટે ઉમરાથી ઉધના વિસ્તાર સુધીમાં કુલ 80 એકર જગ્યા ખેડૂતોની જગ્યા રિઝર્વેશન માટે મૂકવામાં આવી છે. ગુડઝ કોરિડોર માટે કુલ 100 જેટલા ખેડૂતો કુલ 3 વર્ષ હાઈ કોર્ટમાં લડાઈ ચાલી હતી. માર્કેટ ભાવ મુજબ વળતર માટે બાદમાં અમારી અરજી રદ થતાં અમે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા.

ત્યાં અંદાજે 40 વર્ષ સુધી કેસ ચાલ્યો હતો. હાલમાં નવા બજાર ભાવ મુજબ ચુકવણાનો આદેશ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. કુલ 15,700 રૂપિયાને બદલે અમને માત્ર 2,500 રૂપિયા જેટલો ભાવ ચૂકવવામાં આવી રહ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ખેડૂતોને વધારે રૂપિયા ચૂકવવામાં આવ્યાં છે તથા અમારી સાથે અન્યાય થયો છે.

અમને કુલ 15 દિવસ આપ્યા હોત તો પાક લઈ શકાયો હોત :
ખેડૂત ધનસુખ પટેલનું જણાવવું છે કે, શુગર ફેક્ટરી કુલ 15 દિવસ બાદ શરૂ થવાની છે. હાલમાં લોકડાઉનને લીધે અમારે ખુબ સહન કરવું પડ્યું છે ત્યારે હાલમાં શેરડીનો ઊભો પાક તૈયાર થઈ ગયો છે. દશેરા બાદ શુગર ફેક્ટરી શરૂ થઈ થશે. અમે વિનંતી કરી છે કે, થોડા દિવસો આપો તો અમે પાક લઈ શકીએ પણ અમારી કોઈ રજૂઆત સાંભળવામાં આવતી નથી.

અમે વધારાના પણ રૂપિયા ચૂકવ્યા છે: ઓથોરિટી
R.K. શ્રીધર (ડેપ્યુટી ચીફ પ્રોજેક્ટર)એ કહ્યું હતું કે, અમારી પાસે પજેશન આવી ગયું છે. રૂપિયા આપી દીધા પછી અમે અમારી જમીન પર આ કામ કરી રહ્યા છીએ. સુપ્રીમ કોર્ટ સુધી કેસ લડવામાં આવ્યો છે. કુલ 30 કરોડ રૂપિયા વધારાના પણ આપી દેવામાં આવ્યા છે. અમે અમારા નિયમ પ્રમાણે અવોર્ડ ખેડૂતોને આપ્યો છે. હવે અમે અમારી જમીન પર છીએ. ખેડૂતોને હજુ પણ સમસ્યા હોય તો તેઓ ફરિયાદ કરી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post