સુરતના કાપડ ઉદ્યોગ પર સંકટના વાદળ મંડરાયા

Share post

પૉલિએસ્ટર કાપડના ઉત્પાદન અને વેપાર માટે વિશ્વભરમાં પ્રખ્યાત સુરત શહેરના કપડાના વેપારીઓ હવે સાડી અને ડ્રેસ મટીરિયલ્સ સિવાય કંઈક નવું નહીં વિચારે તો આગામી 5 વર્ષોમાં તેમનું ભાવિ અંધારમય થઈ શકે છે. કેટલાક કપડાના વેપારીઓએ તો પરિસ્થિતીને પારખીને અત્યારથી જ પરિવર્તન કરતા નવા ક્રિએશન પર ભાર મૂકવાનું શરૂ કરી દીધું છે.

સુરતનો કાપડ ઉદ્યોગ સાડી અને ડ્રેસ મટીરિયલ્સ માટે જાણીતો છે. અહીં પોલિએસ્ટર, નાયલોન, વિસ્કોસ વગેરે યાર્નના ઉપયોગથી સાડી અને ડ્રેસ મટીરિયલ્સનું ઉત્પાદન કરવામાં આવે છે. હાલમાં સુરતમાં અંદાજે સાડા 5 લાખ લૂમ્સ મશીન, 350 ડાઈંગ મિલ અને એક લાખ એમ્બ્રોઈડરીના મશીનો છે. મોટાભાગના કાપડ ઉદ્યોગો છેલ્લા કેટલાક વર્ષથી મંદીનો સામનો કરી રહ્યાં છે. આ માટે તેઓ જીએસટીને જવાબદાર ગણી રહ્યાં છે. કેટલીક હદ સુધી કપડા વેપારીઓની વાત યોગ્ય છે, પરંતુ આ સાથે જ બદલાતી જતી ફેશને પણ સુરતના કાપડ ઉદ્યોગ પર માઠી અસર કરી છે.

દક્ષિણ ગુજરાત ટેક્સટાઈલ્સ પ્રોસેસર્સ એસોશિએશનના પ્રમુખ, જીતુ વખારિયાએ જણાવ્યું કે, પોલિએસ્ટર કપડા ઉદ્યોગ માટે સંકટનો સમય જોવા મળી રહ્યો છે. કારણ કે, હવે ફેશન બદલાવાના કારણે પોલિએસ્ટરની ડિમાન્ડ ઓછી થઈ રહી છે. વખારિયાએ વધુમાં જણાવ્યું કે, કેટલાક વર્ષે પહેલા 7-8 મીટરના ડ્રેસ મટીરિયલ્સ આવતા હતા, જે ઘટીને હવે 4 મીટર સુધીના થઈ ગયા છે, કારણ કે મહિલાઓએ હવે ડ્રેસના સ્થાને લેગિન્સ પહેરવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત દુપટ્ટો પણ હવે ફેશનનો એક ભાગ થઈ ગયો છે, જેની ખરાબ અસર પડી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post