રૂપાણી સરકારે ખેડૂતો માટે કરેલી જાહેરાતથી દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ નારાજ, જાણો શું છે તેમની માંગણી?

Share post

આજ રોજ સવારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani) દ્વારા ગુજરાતના દરેક ખેડૂતો (Farmers) માટે મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેને લઈને બપોર બાદ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ નારાજ દેખાયો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાત (South Gujarat Farmers) ખેડૂત સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ યોજનાથી ખેડૂતોને કોઇ ફાઇદો થવાનો નથી.

હાલમાં દક્ષીણ ગુજરાતના ખેડૂતો આ યોજના દ્વારા નારાજ જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે, સરકાર ચાર વિઘા માટે 20 હજાર આપવાની વાત કરી રહી છે. ત્યારે ખેડૂતને એક વિઘામાં વાવણીનો ખર્ચ જ એટલો થાય છે. જેથી આ એક મજાક છે. જો સરકાર ખરેખર ખેડૂતો વિશે વિચારતી હોઇ તો બિયારણ અને ખાતર પર લગાવવામાં આવેલો જીએસટી કેમ દૂર કરવામાં નથી આવતો?

સવારમાં મુખ્યમંત્રી દ્વારા બહાર પાડવામાં આવેલ યોજનાઓ અંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે, આતો ફૂલ ગુલાબી વાયદા કરવામાં આવ્યા છે. સરકારે જગતના તાત સાથે મજાક કરી છે. સરકારે અનેક બાબતો જે કરવી જોઇએ તેની માટે અમે અનેકવાર ગુજરાત ખેડૂત સમાજના માધ્યમથી રજુઆતો કરી છે. સામાન્ય રીતે એક ખેડૂત પોતાના ખેતરમાં એક વિઘામાં વાવેતર કરે ત્યારે એક વિઘાનો ખર્ચ જ 20 હજારની આસપાસ થતો હોઇ છે. તો કેવી રીતે સરકાર પાકના નુકસાનનું વળતર ચાર વિઘા માટે 20 હજાર આપી શકે?

આ યોજનાઓ અંગે રમેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અમે સરકારને રજુઆત કરી છે કે બીયારણ અને ખાતર પર જે જીએસટી નાખવામાં આવ્યો છે તેને નાબૂદ કરવામાં આવે. આવું થશે તો ખેડૂતોને સસ્તા ભાવે આ વસ્તુ મળી જશે. ઉપરાંત જે નુકસાનનો જે સર્વે કરવામાં આવે છે તેને ચાર વિઘાની જગ્યાએ એક વિઘાનું મૂલ્ય આંકી ખેડૂતોને સહાય આપવી જોઇએ. આ સાથે અગાઉ પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા તેના માટે પણ સરકારે યોગ્ય આયોજન કરવું જોઇએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…