સુરત મહાનગર પાલિકા પાસે બાળકોને બચાવવા નેટ નથી પરંતુ બ્રિજ નીચે શણગાર કરવા 2.69 કરોડ રૂપિયા છે…

Share post

સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી શહેરમાં બ્યુટીફીકેશન પાછળ જ કરોડોનો ખર્ચ થઈ રહ્યો છે. અને હજી પણ કરી રહ્યા છે. જ્યારે તક્ષશિલા ની ઘટના બની ત્યારે શહેરીજનોમાં પણ આક્રોશ એ જ વાતનો હતો કે, બ્યુટીફીકેશન કરવામાં કરોડો ખર્ચ કરવા કરતાં શિરડી વસાવી હોત તો આજે માસૂમોને જીવ બચી ગયા હોત. પરંતુ પ્રજાના પૈસાનો ધુમાડો કરવામાં શાસકોને જાણે વધુ મજા આવી રહી હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. મોડલ રસ્તાઓ તેમજ બ્યુટીફીકેશન નો ખર્ચ કરોડોમાં જ કરવામાં આવી રહ્યો છે.

આજે મનપાની મળેલ ટેન્ડર સ્ક્રુટીની કમિટી મિટિંગમાં અઠવા ઝોન વિસ્તારમાં આવેલ ડુમસ મેઇન રોડ પર પાર્લેપોઈન્ટ જંકશન પાસે આવેલા વીર શહીદ ભગતસિંહ ફ્લાયઓવર બ્રિજ નીચે એરિયા ડેવલપમેન્ટ/બ્યુટીફીકેશન માટે 2.69 કરોડનો ખર્ચ કરવામાં આવશે. અઠવા ઝોન વિસ્તાર પહેલેથી જ વિકસિત છે. અને આવા સ્થળો પર બ્યુટીફીકેશન ન કરવામાં આવે તો પણ ચાલે તેમ છે છતાં શાસકો દ્વારા પોતાના મળતિયાઓને કામ આપવા માટે પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો આવા બ્યુટીફીકેશન ના કામો પાછળ કરવામાં આવી રહ્યો છે. એરીયા ડેવલોપમેન્ટ માં ફાઉન્ટેન, લેન્ડસ્કેપિંગ, બ્લોક, કલ્ચર, બેન્ચ વગેરે મુકાશે.

આ ઉપરાંત પણ કતારગામ વિસ્તારમાં આવેલ શ્યામપ્રસાદ મુખર્જી લેક ગાર્ડન ને રિડેવલોપમેન્ટ કરવામાં આવશે. જે માટે આજે મળેલી ટેન્ડર સ્ક્રુટીની મીટીંગમાં ચર્ચા કરવામાં આવી. ડેવલોપ કરવા માટે કુલ 2.20 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post