fbpx
Sat. Jul 20th, 2019

સુરત: પરિણીતાને કુંવારી બતાવી યુવાન સાથે લગ્ન કરાવનારા 7 ઝડપાયા

સુરતમાં વરાછા રોડ પર પરિણીતાને કુંવાર બતાવી યુવાન સાથે લગ્ન કરાવનારા 7 લોકોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.દલાલી પેટે વચેટીયાઓને 5થી 10 હજાર જેટલી રકમ મળતી હોવાનું પણ તપાસમાં જાણવા મળ્યું છે.

સુરતના વરાછા રોડ ખાતે કિશોર મોહન ગોહિલ (ઉ.વ. 38, મૂળ રહે. કોડીનાર, જિ.સોમનાથ) પરિવાર સાથે રહે છે અને વાળંદનું કામ કરે છે. કિશોરની વધુ ઉમર થઇ હોવા છતાં તેના લગ્ન થયા ન હતા. જેથી તેમણે મિત્રોને લગ્ન માટે કોઈ યુવતી હોય તો જણાવવા કહ્યું હતું. જેથી તેના ભાણેજે સુરતના ભાવેશ મેર અને ઘનશ્યામ મેરનો સંપર્ક કરાવ્યો હતો. આ લોકોએ અગાઉ ઘણાનાં લગ્ન કરાવ્યા હોય સુરતના ઈસમોએ નવસારીના વાહાભાઈ ઉર્ફે મુનાભાઈ ભરવાડ (રહે. સિંધી કેમ્પ,નવસારી)ભાવેશ જયંતી મેર (રહે સારોલી, સુરત), ઘનશ્યામ પરમાર (રહે. વરાછા સુરત), વહાભાઈ ઉર્ફે મુન્નાભાઈ ભરવાડ (રહે. સિંધી કેમ્પ, નવસારી), નીરુ નાયકા (રહે. વલસાડ), બચુ રબારી (રહે. વલસાડ), મનિષા નાયકા (રહે. ક્લવાચ, ગણદેવી), ટીના સલાટ (રહે. ખેરગામ લાલ ડુંગરી (ખોટું નામ ભાવના હળપતિ)નો સમાવેશ થાય છે.

દલાલી પેટે વચેટીયાઓને રૂ. 5થી 10 હજાર જેટલી રકમ મળતી

આ ઘટનામાં સંડોવાયેલા વચેટીયાઓ યુવતીના લગ્ન કરાવી આપતા હતા. આ ઘટનામાં પરિણીતાને તેના પતિ દ્વારા ત્રાસ આપતો હોય આ મહિલાને સારું ઘર મળે તે માટે વલસાડ, સુરત અને નવસારીના વચેટિયાઓ લગ્ન કરાવી આપ્યા હતા. તેમને દલાલી પેટે રૂ.5000થી લઈને 10000 જેટલી રકમ મળી હતી. આ કિસ્સામાં પરિણીતાની માતાએ પોતાની પુત્રીને વેચી કાઢી હોવાની ફરિયાદ કરી હતી. જેમાં લગ્ન કરનાર યુવકને ખબર પડી હતી અને ફરિયાદ નોંધાવી હતી ખોટા દસ્તાવેજો બનાવનારા સામે પણ કાર્યવાહી થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…