રાશનની દુકાનેથી 5 વર્ષ પહેલા મૃત્યુ પામેલ વૃદ્ધાના નામે હજારોના અનાજનો વહીવટ થઇ ગયો

Share post

સુરત શહેર ખાતે શિવ નગર, લલિતચોક, કતારગામ વિસ્તારમાં રેહતા જયેશભાઇ કરમશીભાઈ કેવડિયા દ્વારા આજ રોજ નિયામક અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગર, સંયુક્ત નિયામક શ્રી, પુરવઠા વિભાગ, કલેકટર શ્રી ,સુરત જીલ્લો, જિલ્લા પૂરવઠા અધિકારી શ્રી, ઝોનલ અધિકારી શ્રી, સુરત ને ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અરજદારનો રેશનકાર્ડ નંબર 122XXX00XXX3XXX જે રાશન દુકાન નંબર- K5115669-6077 કાયમી દુકાન સંચાલક નામે શ્રી નાગજીભાઈ રામાભાઈ રબારી (સરનામું- જે.પી.નગર સોસાયટી,સિંગણપોર,કતારગામ ઝોન) ખાતે, સુરત શહેરમાં નોંધવામાં આવી છે.

અરજદારની પોતાની રેશનકાર્ડ ઉપર અરજદારે પોતે આજ દિવસ સુધી કયારેય અનાજ/રાશન મેળવેલ નથી રેશનકાર્ડનો ઉપયોગ અનાજ લેવા માટે કયારેય પણ કર્યો નથી. પણ હાલના સમયમાં લોકડાઉન દરમિયાન સરકાર દ્વારા વિનામૂલ્યે રાશન વિતરણ વ્યવસ્થાના લાભની જાહેરાતો ધ્યાનમાં આવતા અરજદાર જ્યારે દુકાન ગયા હતા ત્યારે દુકાન સંચાલક દ્વારા અરજદારને રાશન મળવાપાત્ર નથી અને તમે કયારેય રાશન લેતા નથી જેથી તમારું રેશનકાર્ડ બંધ થઈ ગયેલ છે, એવો જવાબ આપી ભગાડી મુક્તા હતા.

આ બાબતે અરજદાર રેશનકાર્ડ શરૂ કરવા તેમજ હાલની લોકડાઉનની પરિસ્થિતિમાં અનાજ મેળવવા પૂછપરછ કરતા અરજદારનો રેશનકાર્ડ શરૂ થઈ શકે નહીં તેવું જણાવ્યું હતું.  હાલના સમયમાં જયારે સદર દુકાન સંચાલકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારબાદ આ સંદર્ભે અરજદાર દ્વારા સામાજિક કાર્યકર્તા શ્રી હિતેષ જાસોલીયાનો સંપર્ક કર્યો. તો હિતેષ જાસોલીયાએ અરજદારની ઓનલાઈન રેશનકાર્ડ નંબર મુજબ તપાસ કરી અરજદારને જણાવ્યું હતું કે તમે તો દર મહિને રાશન મેળવી રહ્યા છો, જે બાબતની ઓનલાઈન એન્ટ્રી ચોખ્ખી દેખાય રહી છે.

સુતરિયા કડવીબેન કાનજીભાઈ જે અરજદારના નાની થાય છે જે હાલ 5 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા છે. જેઓ તારીખ-10-01-2020 ના રોજ 13:02:06 મિનિટે, તારીખ-02-02-2020 ના રોજ 11:41:31 મિનિટે અને તારીખ-12-03-2020 ના રોજ 11:55:18 મિનિટ કલાકે ઘઉં 31 કિલો 500 ગ્રામ, ચોખા 13 કિલો 500 ગ્રામ. પોતાના અંગૂઠાનું નિશાન બતાવી લઈ ગયેલ હોવાનું રેકોર્ડ ઉપર જણાય રહીયું છે.

આ સિવાય પણ તારીખ 07-04-2020 ના રોજ 18:19:00 મિનિટે કેવડિયા કરમશીભાઈ લાલજીભાઈ ઘઉં 31.500 કિલો ચોખા 13.500 કિલો, ખાંડ 1 કિલો અને કૉમેડિટી આઇટમ 1 કિલો મેળવેલ ઓફ લાઈન સેલમાં બતાવે છે અને આજ તારીખે 13:47:14 મિનિટે કેવડિયા હિંમતભાઈ વધારાનું રાશન વિનામૂલ્યે મેળવેલ હોવાનું ઓફ લાઈન સેલમાં બતાવામાં આવ્યું છે.

તારીખ 27-05-2020 ના રોજ સમય-18:57:50 મિનિટે ઘઉં 63 કિલો,ચોખા 27 કિલો,ખાંડ 1 કિલો,અન્ય કોમોડિટી 1 કિલો કેવડિયા કરમશીભાઈ લાલજીભાઈ ના નામે ઓફ લાઈન સેલમાં અરજદારના પરિવારની જાણ બહાર બારોબાર ઉપાડ કરી અનાજ (પબ્લિક રાશન) નો જથ્થો સગેવગે કરી અરજદાર તેમજ સરકાર સાથે છેતરપિંડી કરેલ જણાય આવે છે. આ બાબતે અરજદારના અંગુઠાના નિશાન સાથે ચેડા કરી અરજદારના પરિવારની જાણ બહાર સરકારી અનાજ બારોબાર ઉચાપત કરી છેતરપીંડી કરેલ છે એવું સ્પષ્ટ જણાઈ છે.

સુતરિયા કડવીબેન કાનજીભાઈ સંખ્યા નંબર-9 ઉંમર વર્ષ આશરે 88 જે હાલ હયાત નથી છતાં તેમના નામ ઉપર બારોબાર અનાજ લઈને કૌભાંડ આચર્યું છે. જે તમામ માહિતી સરકારી પુરાવા સહિત સાથે બીડાણ કરી ફરિયાદ દાખલ કરી દેવામાં આવેલ છે. ઉપરોક્ત બાબત અતિ ગંભીર હોય દુકાન સંચાલક અને મળતીયાઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવા માટે અરજદારની અરજ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post