ઉમરપાડાના આ ખેડૂત ભાઈએ ઓછા ખર્ચે એક હેક્ટરમાં 600 મણ કોબીજ પકવી, જાણી વિગતવાર

Share post

ગુજરાત રાજ્ય સરકારનાં બાગાયત ખાતા દ્વારા ખેતીને લગતી ઘણી યોજનાઓનો અમલ થયો છે. ખેડૂત આ બધી યોજનાઓનો બહોળા પ્રમાણમાં લાભ લઇ હાલના સમયમાં કૃષિ ક્ષેત્રે આગળ વધી ભારત દેશનાં અર્થતંત્રને વેગવાન બનાવવા મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. સુરતનાં ઉમરપાડા તાલુકાનાં નસારપુર ગામ ખાતે રહેતા 40 વર્ષનાં ખેડૂત જીતુભાઈ રૂપસિંગભાઈ વસાવાએ એક હેકટર જેટલી જમીનમાં કોબીજનું વાવેતર કરીને 600 મણ જેટલી કોબીજનું ઉત્પાદન કરીને બીજા ખેડૂતોને ખેતી માટેની પ્રેરણા પુરી પાડી છે.

જીતુભાઈ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કોબીજની ખેતી કરવા માટે નવી પધ્ધતિ અપનાવી હતી. જેમાં પાણી માટે ટપક પદ્ધતિ અપનાવી અને કોબીજનું સારી ઇન્દુ જાતિનું બિયારણ તેમજ વોટર સોલ્યુબલ ખાતર, વેસ્ટ ડિકમ્પોસ્ટર, વર્મીકોમ્પોસ્ટ જેવી બાબતોમાં બદલાવ કરવામાં આવ્યો હતો અને ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ સાવ ઓછો કરી સેન્દ્રિય ખાતરમાં મુખ્યત્વે અળસીયાનાં ખાતરનો વપરાશ વધુ કર્યો હતો જેનાં પરિણામે ઉત્પાદન તેમજ ઉત્પાદકતામાં વધારો થયો છે.

જીતુભાઈ વસાવા ઉપરાંત જણાવે છે, કોબીજનું એક હેકટર જમીનમાં વાવેતર કર્યું હતું. મણદીઠ રૂપિયા 170નો ભાવ મળતા 1૦૦૦૦૦ રૂપિયા જેટલી આવક થઈ છે. તેમાં બિયારણ, દવા, ખાતર તેમજ મજુરી મળી કુલ રૂપિયા 20000નો ખર્ચ પછી મળતો ચોખ્ખો નફો કુલ રૂપિયા 82000 થયો છે.

ગુજરાત રાજ્ય સરકારનો ઋુણ સ્વીકાર કરતાં જીતુ કહે છે કે, બાગાયતી વિભાગનાં અધિકારીઓ દ્વારા સમય અનુસાર જરૂરી માર્ગદર્શન મળી રહેતાં યોજનાઓનો લાભ મળ્યો છે. ગુજરાત સરકારની સહાય સાથે મારી મહેનત પણ ફળી તેમજ મારી આર્થિક સ્થિતિમાં પણ ઘણો સુધારો થયો છે. ગુજરાત રાજ્ય સરકારનો તેમજ બાગાયત ખાતાનાં બધા અધિકારીઓનો આભાર વ્યક્ત કરું છુ.

બાગાયત ખાતાનાં નાયબ નિયામક દિનેશ પડાલિયાએ જણાવ્યું છે કે, બાગાયત ખાતા દ્વારા જીતુભાઈ વસાવાને કોબીજ ઉત્પાદનનાં હાઈબ્રીડ બિયારણ માટે અનુસુચિત જનજાતિ માટે કેન્દ્ર સરકાર પુરસ્કૃત નેશનલ હોર્ટીકલ્ચર મિશન HRT-14 યોજના હેઠળ રૂપિયા 12000 તેમજ વોટર સોલ્યુબલ ખાતર માટે HRT-3 હેઠળ રૂપિયાર 10000ની સહાય એક હેકટર જેટલા જમીન વિસ્તાર માટે આપવામાં આવી હતી. દિનેશ પડાલીયા ઉપરાંત જણાવ્યું છે કે, ઉમરપાડા વિસ્તારમાં પાણીની મુશ્કેલી હોવાનાં લીધે બાગાયત વિભાગ તરફથી ડ્રીપ ઈરીગેશન માટે પાણીનો ટાંકો બનાવવા માટે પણ HRT-3 હેઠળ રૂપિયા 75 હજારની સહાય આપવામાં આવી હતી. જેના લીધે તેમને કૃષિ ખર્ચમાં સારી એવી રાહત મળી છે. આ રીતે, ગુજરત રાજ્ય સરકાર ખેડૂતો વધારે આવક મેળવી સ્વનિર્ભર બને તે માટે નિરંતર પ્રયત્નશીલ છે. જેનાં સારા પરિણામો પણ મળ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…