પશુપાલકોમાં જોવા મળ્યો આનંદનો માહોલ – વિવિધ યોજના અંતર્ગત આપવામાં આવી આટલી બધી આર્થિક સહાય

Share post

પશુપાલકોની સહાય કરવાં માટે ઘણીવાર કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. ગુજરાતમાં આવેલ સુરત જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગની યોજનાઓ અંતર્ગત પશુપાલકોના આર્થિક ઉત્કર્ષ માટે સહાય આપવામાં આવે છે. વર્ષ 2019-’20 દરમિયાન વ્યક્તિલક્ષી યોજનામાં પાવર ડ્રીવન ચાફકટર યોજના હેઠળ 114 લાભાર્થીને કુલ 17.10 લાખરૂપિયા, મિલ્કીંગ મશીન સહાય યોજનામાં 20 લાભાર્થીઓને કુલ 6.75 લાખ રૂપિયા સહાય આપવામાં આવી હતી.

સુરત જિલ્લાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીને 28 ઓટોમેટીક મિલ્ક કલેક્શન સિસ્ટમ અંતર્ગત કુલ 22.40 લાખ રૂપિયા, બલ્ક મિલ્ક ચિલીંગ યુનિટ યોજના હેઠળ 5 મંડળીને કુલ 47 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે. આની સાથે જ 3 મંડળીને ‘દૂધઘર’  તેમજ કુલ 2 મંડળીના ગોડાઉન બાંધકામ સહાય યોજના હેઠળ કુલ 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હોવાનું નાયબ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું છે.

પશુપાલન ખાતા દ્વારા બકરા એકમ સહાય હેઠળ 25 બકરા એકને કુલ 11.25 લાખ રૂપિયાની સહાય લાભાર્થીઓને આપવામાં આવી છે. કૃત્રિમ બીજદાનથી લઈને જન્મેલ વાછરડી સહાય યોજનામાં પ્રતિ દેશી વાછરડીદીઠ કુલ 3,000 રૂપિયા સહાય લેખે 73 વાછરડીઓ માટે કુલ 2.19 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે તેમજ સુરત જિલ્લા પંચાયત સ્વભંડોળની પશુ સારવાર કેમ્પ દવાની ખરીદી કરીને યોજનામાં તાલુકા દીઠ 1 કેમ્પ માટે કુલ 3.15 લાખ રૂપિયાની દવાની ખરીદી કરવામાં આવી છે.

આની સાથે જ પશુ ખરીદી સહાય અંતર્ગત 80 લાભાર્થીઓ માટે કુલ 40 લાખ રૂપિયા તથા કેટલ શેડ સહાય અંતર્ગત 80 લાભાર્થીઓ માટે કુલ 40 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. પશુ સારવાર અર્થે માત્ર 1 ટ્રેવિસના કુલ 4,100 રૂપિયા 32 ટ્રેવિસ ખરીદવામાં આવી છે. જે કુલ 32 ગામોમાં મૂકવામાં આવી છે.

પશુમરણ માટે સહાય અંતર્ગત કુલ 1.50 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી. જેમાંથી ઓલપાડ તાલુકામાં  આવેલ તેના નામના ગામમાં થયેલ પશુઓના મરણ માટે સહાય આપવામાં આવી છે. આમ, સર્વાંગી પશુપાલનની સાથે ખેડૂતોને વિવિધ કલ્યાણકારી યોજનાના લાભ પારદર્શક રીતે આપીને જિલ્લા પંચાયત દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે એવું પશુપાલન શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post