સુરતના આ ચાર નવયુવાનોએ અશક્યને પણ શક્ય કરી બતાવ્યું, હવે દરિયાનું ખારું પાણી થઈ જશે અમૃત જેવું મીઠું 

Share post

સંપૂર્ણપણે સોલાર સિસ્ટમથી દરિયાના ખારા પાણીને મીઠું કરવાનો પ્લાન્ટ ગુજરાતમાં આવેલ સુરતના કુલ 4 એન્જીનિયરે તૈયાર કરી બતાવ્યો છે. આ પ્લાન્ટને ટૂંક સમયમાં સુરતનાં કાંઠા વિસ્તાર હજીરામાં વિકસાવવામાં આવશે. જેને કારણે દરિયાકાંઠે રહેતી મહિલાઓને મીઠા પાણી માટે ઘણાં કિલોમીટર દૂર જવાનો વારો આવશે નહીં. દેશનો આ સૌપ્રથમ સોલાર પ્લાન્ટ છે. જેના દ્વારા ખારા પાણીમાંથી મીઠા થયેલા પાણીને WHO નાં મત મુજબ ગુણવત્તા ધરાવતા મિનરલ વોટરની શ્રેણી મળી છે.

સુરતના કુલ 4 એન્જિનિયરોએ એક એવો પ્લાન્ટ તૈયાર કરી બતાવ્યો છે કે, જે સંપૂર્ણ રીતે સોલાર સિસ્ટમથી ચાલે છે. આ પ્લાન્ટ થકી શરૂઆતમાં કુલ 1,500 લિટર જેટલું મિનરલયુક્ત પાણી દરિયાના ખારા પાણીથી તબદીલ થઇ લોકોને મળી રહેશે. સુરતનાં યશ તરવાડી,ભૂષણ પર્વતે, જાહ્નવી રાણા તથા નિલેશ શાહે આ કમાલ કરી બતાવી છે. આવનાર વર્ષોમાં પાણીની અછત જો ભારતમાં સર્જાશે તો વિકલ્પ સ્વરૂપે કેવી રીતે આ સમસ્યાને દૂર કરી શકાય. આ વિચારથી આ કુલ 4 એન્જીનિયર દ્વારા આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

ભારત મોટાભાગે દરિયાઈ કાંઠા વિસ્તારથી ઘેરાયેલો છે ત્યારે દરિયાના પાણીનો ઉપયોગ કેવી રીતે પાણીની અછતની સમસ્યાને દૂર કરવા માટે કરી શકાય એવાં ધ્યેયથી આ ચારેય એન્જીનિયર દ્વારા સંપૂર્ણ રીતે સોલાર સિસ્ટમથી ચાલતો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. યશ તરવાડીએ જણાવતાં કહ્યું હતું કે, અમે  સમુદ્રના ખારા પાણીને મીઠા પાણીમાં રૂપાંતર કરે એવો સોલાર થર્મલ ડી સેલીટાઇઝેશન પ્લાન્ટ બનાવ્યો છે.

આ પ્લાન્ટની મદદથી દરિયાકાંઠાના કોઈપણ વિસ્તારમાં રહેતા લોકોને મળતા ખારા પાણીને રૂપાંતરિત કરી મીઠુ પાણી આપી શકાય છે. નીતિ આયોગના રિપોર્ટ મુજબ વર્ષ 2030 સુધીમાં ભારતના કુલ 40% લોકોને પાણી મળશે નહીં. વર્ષ 2040 સુધી સંપૂર્ણ ભારતમાં નદીનું પાણી પૂરૂ થઈ જશે. જેનું મુખ્ય કારણ વસ્તી વધારો છે. દુનિયાના ઘણાં દેશોમાં હાલમાં જ પાણીની અછત સર્જાઈ છે.

ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં આ પરિસ્થિતિ જોવા મળી છે. આવી કટોકટી ભારતમાં સર્જાય નહી એની માટે આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. હાલમાં આ પ્રોડક્શન કુલ 16 લીટર સુધીનું છે. જે આવનારાં દિવસોમાં કુલ 1,500 લિટર સુધી વધારવાની તૈયારી કરવામાં આવી છે. હજીરામાં આ પાઇલટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.

હજીરામાં આ પ્લાન્ટ વિકસાવવામાં આવશે. જેને લીધે દરિયા કાંઠે રહેતા લોકોને સસ્તા દરે મીઠુ પાણી મળી શકે તેમજ મહિલાઓને દૂર સુધી પાણીની અછતને લઈ જવું પડશે નહી. સૌથી મહત્વની વાત તો એ છે કે, ખારા પાણીને મીઠુ કરવા માટે જે પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે ભારતનો સૌપ્રથમ પ્લાન્ટ છે કે, જે સંપૂર્ણ પણે સોલારથી ચાલે છે. જેને વિજળીની જરૂર પડશે નહીં.

સોલાર પ્લાન્ટથી જે પાણી ખારામાંથી મીઠુ થાય છે એને મિનરલાઈઝ કરવામાં આવે છે. આરઓ સિસ્ટમ જે ઘરમાં વાપરવામાં આવે છે એમાં મિનરલ હોતા નથી. જે લાંબા ગાળે જઈ સ્વાસ્થ્ય માટે લાભકારી પણ થતું નથી. આ સોલાર પ્લાન્ટમાંથી જે પણ પાણી મળશે તે મિનરલયુક્ત રહેશે. એમાં કોપરની ગુણવત્તા મળશે જે સ્વાસ્થ્ય માટે ખુબ સારી છે તથા પાણીજન્ય રોગોથી પણ બચાવી શકે છે.

આ સ્ટાર્ટઅપને યુનાઇટેડ નેશન દ્વારા આયોજિત યુથ કોલેબ તથા નીતિ આયોગ અને અટલ ઇનોવેશન મિશનમાં ટોપ કુલ 12 ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યા છે. ખારા પાણીને કન્ટેનર એટલે કે રીસીવરમાં લેવામાં આવે છે. આ પ્લાન્ટમાં સોલાર કોન્સન્ટ્રેટર નામનું ડિવાઇસ હોય છે કે, જે સોલાર થી ચાલે છે. આ ડિવાઇસ સૂર્યના કિરણોને સિંગલ વોકલ પર કેન્દ્રિત કરે છે.

જેનાથી ખારા પાણીમાંથી મીઠું અલગ થઈ જાય છે. મીઠું તથા બીજા ભાગ રીસીવરમાં રહી જાય છે. ફક્ત સ્ટીમ આગળ વધે છે. સ્ટીમને હિટ એક્સચેન્જર નામના ડીવાઇસ દ્વારા વાયુમાંથી પ્રવાહી સ્વરૂપમાં લાવવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે, આ પાણી તમામ પ્રકારના મિનરલયુક્ત છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગુણવત્તામાં ખરું ઉતર્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post