લ્યો બોલો, સુરત સિવિલના ડોક્ટરે જીવતા માણસને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો- વાંચો અહિયાં

Share post

સ્માર્ટ સિટી કહેવાતા સુરત માં સિવિલ હોસ્પિટલ તંત્રની ઘણી બેદરકારી સામે આવતી હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલ એ વધુ એક ગંભીર બેદરકારી દાખવી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એક દર્દીને લાવવામાં આવ્યો હતો. જોકે, દર્દીને પોસ્ટમોર્ટમ બહાર ફેંકીદીધો હોવાનું સામે આવ્યું હતું. તબીબનુ કહેવું છે કે, હોસ્પિટલની એન્ટ્રી બુકમાં દર્દી જતો રહ્યો હોવાનું નોંધ્યં હતું. જોકે, દર્દીને સિવિલના કોન્ટ્રાક્ટ હેઠળના નોકર થકી પીએમ રૂમ પર મોકલી આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા બાદ ફરીથી દર્દીને દાખલ કરવામાં આવ્યો હતો.

મળતી વિગતો અનુસાર દર્દીને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જેને પીએમ રૂમ પાસે રજડતો કરી દેવાયો હતો. આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપી દીધા છે. જો આ ઘટનામાં રેસિડેન્ટ તબીબ કે અન્ય જવાબદાર હશે તો તેની સામે ચોક્કસ પગલા લેવામાં આવશે એવી તૈયારી તંત્ર દ્વારા બતાવી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ સુરતમાં ધારાસભ્ય હર્ષ સંઘવીએ નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યારે આ દરમિયાન તેઓએ સિવિલ હોસ્પિટલના કોન્ટ્રાક્ટરોને આડે હાથ લીધા હતા. હર્ષ સંઘવીએ જ્યારે નવી સિવિલની મુલાકાત લીધી તે સમયે હોસ્પિટલમાં અવ્યવસ્થા દેખાઇ જેને લઇ ધારાસભ્ય હર્ષ સંઘવી રોષે ભરાયા હતા. અવ્યવસ્થા દેખાતા તેઓએ કોન્ટ્રાક્ટરોને આડેહાથ લીધા હતા. પરંતુ આ ઠપકાની કોઈ અસર સિવિલ તંત્ર પર થઇ નથી તેવું દેખાઈ રહ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…