fbpx
Tue. Oct 15th, 2019

સુરત BRTS ફરી બની યમરાજ: માસુમ બાળકને કચડી નાખ્યો…..

સુરત શહેરમાં છેલ્લા લાંબા સમયથી BRTS અને સિટી બસ દ્વારા અકસ્માત સર્જવાનો સિલસિલો યથાવત છે. તેવા સમયે સુરતમાં આજે એક BRTS બસ એ એક બાળકને અડફેટે લેતા બાળકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ બનાવની વિગત અનુસાર સુરતના ભટાર વિસ્તારમાં આજે વહેલી સવારે અર્પિત ગીરીશભાઈ ભગવત અંબાનગર ભટાર નો રહેવાસી અર્પિત સવારે ઉઠ્યા બાદ કોઈ કારણસર શેરીની બહાર નીકળી ગયો હતો. તે દરમિયાન ઝડપે આવી રહેલી બીઆરટીએસ બસના પૈડા નીચે આવી જતા બાળકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજયું હતું.

અકસ્માત પછી બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલના ડોક્ટરો દ્વારા બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.અકસ્માતના કારણે સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા. અને લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો.

અર્પિતાના સંબંધીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે, અર્પિત મૂળ ઉત્તર પ્રદેશના ભદોય નો વતની હતો.તે ઘર નજીક આવી હોય પાલિકાની શાળામાં ધોરણ 4 મા અભ્યાસ કરતો હતો. અને અન્ય એક ભાઈ અને બે બહેનો છે. તેના પિતા કંપનીમાં પેકિંગ કરવાનું કામ કરે છે. આ અંગે ખટોદરા પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડમાં જે રીતે ફાયરબ્રિગેડની ગાડીઓ મોડી પહોંચી હતી તેવી રીતે આ ઘટનામાં પણ ૧૦૮ મોડી આવતા બાળકોને ટુ-વ્હીલર પર જ નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…