કરંટ લાગવાથી થયું ખેડૂતનું કરુણ મોત, અંધશ્રદ્ધામાં માનતાં લોકોએ ખેડૂતને પુનઃજીવિત કરવાં માટે કર્યું એવું કે…

હાલમાં લોકો અંધવિશ્વાસમાં ખુબ જ માની રહ્યાં છે. આની સાથે જ અતિભારે વરસાદને કારણે વીજળી પડવાથી કેટલાંક લોકોના મોત થયા હોય એવી ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સમાઈ આવી રહી છે. આ ઘટના અમરોહ જિલ્લામાં આવેલ ગ્રામ્ય વિસ્તારમાંથી સામે આવી રહી છે.
આ વિસ્તારનાં ઉક્ષી ગામમાં રહેતો 51 વર્ષનો સુરેન્દ્રસિંહ બુધવારનાં રોજ સવારમાં ખેતરમાં ઘાસચારો લેવા માટે જઇ રહ્યો હતો. ટ્રેક્ટર લઇને એ ઘરની બહાર નીકળ્યો કે, અચાનક ઉપરથી પસાર થતો વીજળીનો વાયર તૂટી પડયો હતો તથા એનાં પર પડ્યો હતો. નજીકમાં હાજર રહેલ ગ્રામજનોએ પાવર હાઉસને કોલ કરીને વીજ પુરવઠો બંધ કરી દીધો હતો.
ત્યારપછી ખેડૂતને ગંભીર સ્તિથીમાં હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો પણ હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં જ એનું મોત થયું હતું. ત્યારપછી પરિવારમાં હોબાળો મચી ગયો હતો. અહીં પરિવારે અંધશ્રદ્ધાનો આધાર લીધો હતો. સુરેન્દ્રનાં મૃતદેહને ગાયનાં છાણમાં દબાવીને એને બચાવી લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પણ સફળતા મળી ન હતી.
ત્યારપછી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાંની સાથે જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારપછી મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવાં માટે મોકલી આપવામાં આવ્યો હતો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…