રવિવારથી દે ધનાધન : સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતને મેઘરાજા ધમરોળશે

Share post

ગુજરાત ના ખેડૂતો માટે અત્યંત આનંદદાયક સમાચાર છે. આવતા સપ્તાહમાં સારા વરસાદના એંધાણ છે. આવતા રવિવારથી મંગળવાર સુધી સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં સારો વરસાદ પડશે તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે વાતચીતમાં જણાવ્યુ છે.

તેઓએ જણાવેલ કે, નોર્થ વેસ્ટ પશ્ચિમ બંગાળ અને આસપાસના વિસ્તારમાં એક અપરએર સાયકલોનીક સરકયુલેશન ગઈકાલે થયુ હતું તેની અસર તળે આજે નોર્થ વેસ્ટ બંગાળની ખાડી અને લાગુ પશ્ચિમ બંગાળના કોસ્ટલ વિસ્તારમાં લોપ્રેશર થયુ છે. તેને આનુસાંગિક સાયકલોનીક સરકયુલેશન ૭.૬ કિ.મી.ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. વધતી ઉંચાઈએ દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂંકે છે. આ લો પ્રેશરનું આનુસાંગિક અપરએર સાયકલોનીક સરકયુલેશન જે છે ત્યાંથી એક ટ્રફ હરિયાણા સુધી લંબાય છે. જે વાયા ઝારખંડ, નોર્થ છત્તીસગઢ અને સાઉથ ઉત્તરપ્રદેશના અપરએર સાયકલોનીક સરકયુલેશનમાંથી પસાર થાય છે. જેની ઉંચાઈ ૩.૧ થી ૭.૬ ની છે. વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝૂંકે છે.

ચોમાસુ ધરી હાલ મજબૂત થઈ છે અને ૧.૫ કિ.મી. ની ઉંચાઈ સુધી ફેલાયેલ છે. જે ફલોદી (રાજસ્થાન), અલવર, બંદા, ગયા, પુલીયા અને ત્યાંથી મધ્ય પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાય છે. નોર્થ મહારાષ્ટ્રથી કેરળ સુધીનું ઓફસોર ટ્રફ નબળુ પડ્યુ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ ૪.૫ કિ.મી.થી ૫.૮ કિ.મી.ના અપરએર સાયકલોનીક સરકયુલેશન તરીકે અફઘાનિસ્તાન અને તેના આસપાસના વિસ્તારમાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર – કચ્છ વિસ્તારમાં ૨૫ જુલાઈ સુધીમાં વરસાદની ઘટ્ટ ૫૪% છે તેમજ ગુજરાત રીજનમાં ૩૨% ઘટ્ટ છે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૨૬ થી ૩૧ જુલાઈ (શુક્રથી બુધ) સુધીની આગાહી કરતાં જણાવ્યુ છે કે ચોમાસુ ધરીનો પશ્ચિમ છેડો આવતા દિવસોમાં દક્ષિણ રાજસ્થાન અને ગુજરાત નજીક આવશે તેમજ તા.૨૮-૨૯ જુલાઈ (રવિ-સોમ) આસપાસ બંગાળવાળી સિસ્ટમ્સ અને તેને આનુસાંગિક અપરએર સાયકલોનીક સરકયુલેશન દક્ષિણ રાજસ્થાન અને ગુજરાત સુધી પહોંચશે. જેથી સિસ્ટમ્સવાળા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શકયતા હાલના અનુમાન મુજબ આ સિસ્ટમ્સ નોર્થ ગુજરાત તેમજ ત્યારબાદ કચ્છ તરફ પસાર થાય તેવી શકયતા છે. જેથી ઓવરઓલ તા.૨૬ થી ૩૧ જુલાઈ (શુક્ર થી બુધ) સુધી વરસાદની સંભાવના રહેલી છે.

સુરેન્દ્રનગર જિલ્લો, મોરબી જિલ્લો, જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો અને લાગુ રાજકોટ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડશે.

દક્ષિણ ગુજરાતમાં મધ્યમ – ભારે – કોઈ કોઈ સેન્ટરમાં અતિ ભારે, મધ્ય ગુજરાતમાં મધ્યમ – ભારે (નોર્થ – ગુજરાતને લાગુ વિસ્તારોમાં અતિ ભારે), નોર્થ ગુજરાતમાં મધ્યમ – ભારે, કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે, તેમજ કચ્છમાં મધ્યમ ભારે અને કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ પડશે. જયારે બાકીના સૌરાષ્ટ્રના જિલ્લામાં હળવો – મધ્યમ – ભારે વરસાદ  પડશે. મુખ્ય વરસાદ તા.૨૮ થી ૩૦ જુલાઈ દરમિયાન પડશે.

જે  વિસ્તારોમાં અતિ વરસાદ પડશે તેની માત્રા ૧૫૦ મી.મી.થી ૨૦૦ મી.મી. સુધીની રહેશે.

આગોતરૂ એંધાણ

રાજકોટ : વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૧ થી ૫ ઓગષ્ટ અંગે આગોતરૂ એંધાણ આપતા કહ્યું છે કે, હાલની બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાત તરફ આવ્યા બાદ ફરી બંગાળની ખાડી બાજુ લો પ્રેશર ૩૧મી જુલાઈ કે ૧લી ઓગષ્ટ સુધીમાં થઈ જશે જેથી સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત માટે વરસાદની ઉજળી તક રહેશે.

મધ્ય ગુજરાતમાં મધ્યમ – ભારે (નોર્થ – ગુજરાતને લાગુ વિસ્તારોમાં અતિ ભારે), નોર્થ ગુજરાતમાં મધ્યમ – ભારે, કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે, તેમજ કચ્છમાં મધ્યમ ભારે અને કોઈ કોઈ જગ્યાએ અતિ ભારે વરસાદ પડશે. જયારે બાકીના સૌરાષ્ટ્રના જિલ્લામાં હળવો – મધ્યમ – ભારે વરસાદ  પડશે. મુખ્ય વરસાદ તા.૨૮ થી ૩૦ જુલાઈ દરમિયાન પડશે.


Share post