પ્રધાનમંત્રી મોદીની એક મીટીંગના કારણે ભારતના ખેડૂતો અને યુવાનોને થયો 75,000 હજાર કરોડનો ફાયદો

Share post

પ્રધાનમંત્રી મોદીએ આજરોજ google ના સીઈઓ સુંદર પિચાઇ સાથે વર્ચ્યુઅલ મીટીંગ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને આ અંગે માહિતી પૂરી પાડી હતી. સુંદર પિચાઇ ભારતીય છે જે કહેતા ખુબ જ ગર્વ થાય. બીજી તરફ ગુગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટમાં કંપનીએ ભારત દેશમાં 75000 કરોડ ના રોકાણની વાત કરી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, આજે સવારના સમયે સુંદર પિચાઇ સાથે એક સફળ વાત થઇ હતી. અમે ભારતના ખેડૂતો અને યુવાનોના  જીવનને બદલવા માટે ટેકનોલોજી નો વપરાશ સહિત ઘણા મુદ્દાઓ વિશે ચર્ચા પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ને જણાવ્યું હતું કે, મને google દ્વારા અનેક સેક્ટર્સમાં થઈ રહેલા કામો અંગે જાણકારી મળી હતી. ખાસ કરીને એજ્યુકેશન, લર્નિંગ, ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ પેમેન્ટ સહિત ઘણા સેક્ટર્સ ની જાણકારી મળી હતી.

ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ સાથે વાતચીત કરતાં વૈશ્વિક કોરોના મહામારી ના કારણે આગળ આવેલા નવા વર્ક કલ્ચર અંગે ચર્ચા કરી હતી. અમે એવા પડકારો અને ચર્ચા કરી સપોર્ટર જેવા ક્ષેત્રોમાં ઉભા થયા છે. અમે ડેટા અને સાયબર સિક્યોરિટી ના મહત્વ અંગે પણ વાત કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને લોકોને આ વાતો જણાવી હતી. પ્રધાનમંત્રી મોદીએ હાલમાં જ એક વૈશ્વિક કાર્યક્રમ કર્યું હતું. અને એ કાર્યક્રમ એ હતું કે ભારત તમામ આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે રેડ કાર્પેટ મૂકી રહ્યું છે. અન્ય ઘણા દેશોની તુલનામાં ભારતમાં રોકાણ કરવા માટે નો શ્રેષ્ઠ સ્થાન ઊભું થયું છે.

તેમણે એમ પણ સ્પષ્ટ કર્યું હતું કે આત્મનિર્ભર ભારત યોજના દેશની આત્મનિર્ભરતા માટે છે તે વિદેશી રોકાણકારોને બંધ કરવાની વાત નથી. ગુગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટમાં ગૂગલના સીઇઓ સુંદર પિચાઇ એ કહ્યું કે, google ભારતના ડીજીટલાઇઝેશન માટે અને ઘોષણાઓ કરવા માટે ઉત્સાહિત છે. અમે ભારતમાં આવનારા પાંચ થી સાત વર્ષમાં 75000 કરોડ અથવા ૧૦ અબજ ડોલરનું રોકાણ કરશે. આ રોકાણ ઈક્વિટી ઇન્વેસ્ટમેન્ટ પાર્ટનરશીપ અને ઓપરેશનલ ઇન્ફાસ્ટ્રકચર મારફતે થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post