ડીસેમ્બર મહિનામાં દૂધ અને ખાંડ સહીત મોંઘી થઇ આ વસ્તુઓ… જાણો દરેકના નવા ભાવ

Share post

સામાન્ય માણસને આ ચાલુ મહિનામાં લાગશે મોટો ઝટકો. કારણ કે, દૂધ, ખાંડ અને ચા પત્તીના ભાવમાં વધારો થયો છે. આ બધી વસ્તુમાં ધીરે ધીરે ભાવ વધી રહ્યા છે. અને આની સીધી અસર સામાન્ય વ્યક્તિના જીવન પર પડે છે. શાકભાજી અને કઠોળ પછી ખાંડ, દૂધ અને ચાના ભાવમાં વધારો થયો છે. 30 નવેમ્બરના રોજ ગ્રાહક મંત્રાલયની વેબસાઇટ પર અપાયેલા માહિતી અનુસાર, દેશના છૂટક બજારમાં ખાંડનો સરેરાશ ભાવ પ્રતિ કિલો 39.68 રૂપિયા હતો.

જે 7 ડિસેમ્બરના રોજ વધીને રૂપિયા 43.38 થઈ ગયો છે. આ સિવાય ચાના દરમાં પણ લગભગ 11.57 ટકાનો વધારો થયો છે.ચાના દરમાં રૂપિયા 238.42 થી વધીને 266 થઈ ગયો છે.આ સિવાય દૂધના ભાવમાં પણ લગભગ 7 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. દૂધનો ભાવ 46.74 રૂપિયાથી વધીને 50 રૂપિયા પ્રતિ લિટર થયો છે.

તમને જણાવી દઈએ કે ટમેટાની માંગ પણ આ દિવસોમાં વધી રહી છે. 30 નવેમ્બરથી 7 ડિસેમ્બર સુધી ટામેટાં 37.87 ટકા મોંઘા થયા છે. તમને જણાવી દઈએ કે આજે માર્કેટમાં ટામેટાંનો ભાવ આશરે 49.88 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે, જે 30 નવેમ્બરના રોજ રૂપિયા 36.18 પર વેચાઇ રહ્યો હતો.

આ સિવાય ખાદ્યતેલોના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. પામતેલની કિંમત 102 રૂપિયાથી ઘટીને 92 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય સૂર્યમુખી તેલની કિંમત 124 રૂપિયાથી ઘટીને 123 રૂપિયા થઈ ગયા છે. મગફળીનું તેલ 156 થી 145 અને સરસવનું તેલ પણ પ્રતિ લિટર રૂપિયા 135 થી 132 પર આવી ગયું છે. તે જ સમયે,સોયા તેલના ભાવમાં 6 ટકાનો વધારો થયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…