દેશમાં ખાંડનું ઉત્પાદનમાં 22 ટકા ઘટ્યું, તેમ છતાં 30 લાખ ટન થશે નિકાસ

Share post

દેશમાં આ વર્ષે ખાંડનું ઉત્પાદન લગભગ 150 લાખ ટન થઈ ચૂક્યું છે, જે ગયા વર્ષની તુલનામાં 22 ટકા ઓછું છે.તેમજ ખાંડની નીકાસની વાત કરીએ તો ચાલુ સિઝનમાં 1 ઓક્ટોબરથી લઇને અત્યાર સુધી ૩૦ લાખ ટન નિકાસના સોદા થયા છે, જેમાં 15 લાખ ટનથી વધારે ખાંડની નિકાસ થઇ ચૂકી છે. મહારાષ્ટ્રમાં લગભગ 50 ટકાની અછત આવી છે જ્યારે યુપીમાં ઉત્પાદન વધ્યું છે.

નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટીવ સુગર ફેક્ટરીના પ્રબંધ નિર્દેશક પ્રકાશ નાઈકનવરે સમાચાર એજન્સીને આ જાણકારી આપી છે.તેમણે જણાવ્યું કે ભારતના ચાલુ સિઝનમાં 5 ફેબ્રુઆરી 2020 સુધી 30 લાખ ટન ખાંડની નિકાસના સોદા કરવામાં આવ્યા છે. જેમાંથી 15.5 લાખ ટન ખાંડની નિકાસ થઇ ચૂકી છે. જેમાં 7.5 લાખ ટન કાચી ખાંડની નિકાસ કરવામાં આવી.

નેશનલ ફેડરેશન ઓફ કોઓપરેટીવ સુગર ફેક્ટરી દ્વારા જાહેર કરવામાં આવેલ ઉત્પાદનના આંકડાઓ અનુસાર ચાલુ સિઝનમાં 2019-20 (ઓક્ટોબર-સપ્ટેમ્બર) માં 4 ફેબ્રુઆરી સુધી દેશમાં ખાંડનું કુલ ઉત્પાદન 149.25 લાખ ટન થયું છે. જે ગયા વર્ષ 2018-19 મા ઉત્પાદન 191.80 લાખ ટનથી 22.18 ટકા ઓછું છે.

કયા કારણે ઘટ્યું ઉત્પાદન

વીતેલા ચોમાસાની સિઝનમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદ અને પુરના કારણે શેરડીનો પાક ખરાબ થઈ ગયો જેનાથી ખાંડના ઉત્પાદનમાં અછત આવી છે.આજ કારણે ફક્ત 140 મિલોમાં ખાંડનું ઉત્પાદન થઈ રહ્યું છે જ્યારે ગયા વર્ષે આ દરમિયાન 192 ખાંડની મિલો ચાલુ હતી.

ખાંડનું ઉત્પાદન આ વર્ષે દેશના બીજા સૌથી મોટા ઉત્પાદક રાજ્ય કર્ણાટકમાં પણ ઘટ્યું છે. કર્ણાટકમાં ખાંડનું ઉત્પાદન 28.90 લાખ થયું છે જ્યારે ગયા વર્ષે તેનો આંકડો 33.30 લાખ ટન થયો હતો.

ગુજરાતમાં ખાંડનું ઉત્પાદન 5.10 લાખ ટન થયું છે.જ્યારે ગત વર્ષે ગુજરાતમાં ઉત્પાદન 7.65 લાખ ટન રહ્યું હતું. બિહારમાં ખાંડનું ઉત્પાદન ગયા આ વર્ષે 4.40 લાખ ટનનું રહ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post