ફૂલ વેચનાર મહિલાના ખાતામાં અચાનક જમા થઇ ગયા 30 કરોડ રૂપિયા, પછી તો બંનેએ મળીને…

Share post

હાલમાં એક એવી જાણકારી સામે આવી રહી છે કે, જેને જાણીને તમને ખુબ જ આશ્વર્ય થશે. કર્ણાટકમાં આવેલ ચન્નાપટ્ટણા શહેરના એક ફૂલ વેચનાર વ્યક્તિને આશ્ચર્ય થયું કે, જ્યારે તેની પત્નીના બેંક ખાતામાં અચાનક જ કુલ 30 કરોડ રૂપિયા આવ્યાં. સઈદ મલિક બુરહાન સાથેની આ ઘટના બની એની પહેલાં તે પરિવારની તબીબી જરૂરિયાત પુર્ણ કરવા માટે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા.

મળેલ જાણકારી પ્રમાણે, બેંક અધિકારીએ 2 ડિસેમ્બરનાં રોજ તેના ઘરનો દરવાજે આવીને જણાવ્યું હતું કે, આ રકમ તેના ખાતામાં કેવી રીતે આવી ? બુરહને જણાવ્યું કે, 2 ડિસેમ્બરનાં રોજ તેઓ અમારા ઘરની શોધ કરવાં માટે આવ્યા હતા. તેમણે એટલું જ કહ્યું હતું કે, મારી પત્નીના ખાતામાં આટલી મોટી રકમ જમા થઈ ગઈ છે તેમજ મને આધારકાર્ડ લઈને મારી પત્નીની સાથે આવવાનું કહ્યું હતું. બુરહને દાવો કર્યો હતો કે, બેંકના કર્મચારીઓએ દસ્તાવેજ પર સહી કરી હતી.

તેઓએ તેના પર દબાણ કર્યું હતું પણ તેણે ના પાડી હતી. બુરહાનને યાદ આવ્યું કે, તેણે ઓનલાઇન પોર્ટલ દ્વારા કેટલીક સાડીઓની ખરીદી કરી હતી. ત્યારપછી ઓફર હેઠળ કારને જીતવા માટે તેની પાસેથી બેંક દસ્તાવેજ માંગવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, તે પછી અમે ભટકતા રહ્યા કે અમારા ખાતામાં પૈસા કેવી રીતે આવશે. અમારા ખાતામાં ફક્ત 60 રૂપિયા હતા પરંતુ અચાનક જ આટલા બધાં પૈસા આવી ગયા.

અમે કશું સમજી શક્યા નહીં. બુરહને જણાવ્યું હતું કે, તેણે આવકવેરા વિભાગ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. તેમનો દાવો રહેલો છે કે, વિભાગ શરૂઆતમાં તપાસ કરવા તૈયાર ન હતો. ફરિયાદને આધારે રામનગર જિલ્લાના ચન્નાપટણા શહેરની પોલીસે IPC અંતર્ગત બનાવટી તથા છેતરપિંડી માટે ઇન્ફર્મેશન ટેકનોલોજી એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે તેણે આર્થિક વ્યવહાર કર્યા હતા, જેને વિશે બુરહાનને જાણ ન હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ચુકવણી કયા હેતુથી કરવામાં આવી છે તેને શોધવા માટે અમે અમારા પ્રયત્ન કરી રહ્યા છીએ. આની પાછળ જે કોઈપણ હશે, અમે કાર્યવાહી કરીને તેની ધરપકડ કરીશું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post