MBA થયેલી મહિલાએ 25 હજારના ખર્ચે શરુ કર્યો આ બિજનેસ, બે જ મહિનામાં એટલી કમાણી થઇ ગઈ કે…

Share post

ઘણાં લોકો પ્રતિકૂળ પરિસ્થિતિમાં તૂટી જતા હોય છે તો ઘણાં આ જ પરિસ્થિતિમાં એક એવો માર્ગ તૈયાર કરતાં હોય છે કે, જે એમની જિંદગી જ બદલી નાંખતા હોય છે. ઈન્દોરની શ્વેતા વૈદ્યનો બિઝનેસ કરવાનો કોઈ પ્લાન ન હતો પણ પતિની કમાણી ઓછી થયા બાદ એવી સ્થિતિ એવી સર્જાઈ હતી કે, કંઈક કરવું એની મજબૂરી બની ગઈ હતી. શ્વેતાએ હાર ન માની કે ન તો ડરી પરતુ જેટલા રૂપિયા હતા એનાથી એક ફૂડ સ્ટોલ લગાવીને બિઝનેસની શરૂઆત કરી. પહેલાં 40 દિવસમાં જ જેટલા રૂપિયાનું રોકાણ કર્યું હતું એ નીકળી ગયુ. ત્યારપછી તેઓ દર મહિને 35,000 રૂપિયાની બચત થવા લાગી હતી.

પતિની કમાણી ઓછી થતાં વિચાર્યું કે, હવે કંઈક કરવું પડશે :
શ્વેતા જણાવતાં કહે છે કે, મેં મુંબઈ યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટનો અભ્યાસ કરેલો છે. લગ્ન થયા બાદ ઈન્દોર આવી ગઈ હતી. થોડા સમય બાદ બાળકોની જવાબદારી આવી ગઈ તો ઘણીવાર પોતાનાં કરિયરને લઈ વિચારવાનો તો સમય જ મળી શક્યો નહી. પતિ બિઝનેસમેન છે. તેઓ IT સંબંધિત કામ કરે છે. હું મારાં પારિવારિક કામોમાં વ્યસ્ત રહેતી હતી પરંતુ વર્ષ 2015-’17 દરમિયાન અમારે ખુબ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. મારા પતિના બિઝનેસથી થનાર કમાણી ખુબ ઓછી થઈ ગઈ હતી.

તમામ બચત પૂરી થઈ રહી હતી. કુલ 2 નાનાં બાળકો છે ત્યારે વિચાર્યું કે, હવે કંઈક કરવું જ પડશે. મેં પહેલાં નોકરી પણ કરેલી છે, જેથી મારી પાસે બીજીવાર નોકરી કરવાનો પણ વિકલ્પ હતો પણ મને થયું કે, ભલે નાનું પણ કંઈક પોતાનું જ સેટ કરવું જોઈએ. ઘણાં દિવસો સુધી વિચારતી રહી હતી કે, શું કરી શકું. ત્યારપછી મગજમાં આવ્યું કે, ફૂડ સ્ટોલ લગાવીએ તો કેવું? મને ખાણી-પીણીનો ખુબ શોખ છે તથા મુંબઈમાં રહેતા ત્યારે હું ઘણીવખત વિચારતી હતી કે, મારું પણ કોઈ કાફે હોય. સ્ટોલ લગાવવાનો વિચાર કરી તો લીધો પણ વેચાણ શેનું કરીશ? કેવી રીતે વેચીશ? એ બધી જાણ ન હતી.

મારા સાસુ પૂરણપોળી ખૂબ સ્વાદિષ્ટ બનાવતાં હતાં. એમણે જણાવ્યું, તું પૂરણપોળીનો જ સ્ટોલ કેમ શરૂ નહીં કરતી. એ માર્કેટમાં બધે મળતી નથી તથા આપણી USP બની શકે છે. ત્યારપછી એ નક્કી થઈ ગયું કે, પૂરણપોળીનો સ્ટોલ લગાવીશું. ત્યારપછી એ પ્રશ્ન થયો કે ક્યાં લગાવીશું. પતિએ જણાવ્યું, ઈન્દોરમાં આવેલ સરાફા એક એવું બજાર છે કે, જ્યાં હંમેશાં ભીડ રહેતી હોય છે. જેથી આપણે ત્યાં જ સ્ટોલ લગાવવો જોઈએ. એમણે પોતાના સંપર્કથી એક કુલ 3 ફૂટ પહોળી તથા એટલી જ લાંબી જગ્યા ભાડે લઈ લીધી હતી.

ત્યારપછી અમે એ જગ્યાના હિસાબે એક કાઉન્ટર કસ્ટમાઇઝ કરાવ્યું હતું. ચૂલો, વાસણ તથા જે કઈપણ જરૂરી સામાન હતો એ તમામ ખરીદયો. આ બધામાં કુલ 25,000 રૂપિયા ખર્ચાયા. અમે વર્ષ 2018માં નવરાત્રિથી પોતાનો બિઝનેસ શરૂ કર્યો. પૂરણપોળી સાસુમા જ બનાવતાં હતાં, કેમ કે તેઓ એમાં એક્સપર્ટ હતાં ત્યારે હું એમની પાસેથી શીખી રહી હતી કે, હું કેવી બનાવી શકું. શરૂઆતમાં અમને સારો પ્રતિસાદ મળ્યો નહી. સ્ટોલ પર લોકો આવતા હતા પરંતુ પૂરણપોળી ઘણાં લોકોને પસંદ ન હતી.

ઘણાં લોકો તો પૂરણપોળીને પરાઠા સમજીને આવી જતા હતા. કુલ 2-3 અઠવાડિયા સુધી સુધી એમ જ ચાલતું રહ્યું હતું. ઘરાકી બિલકુલ થતી ન હતી. હું પનજીકના સ્ટોલ પર જોતી હતી કે, ત્યાં ખૂબ ભીડ લાગતી હતી. એ પરાઠાનો સ્ટોલ હતો. લોકો એક-એક કલાક રાહ જોઈને પરાઠા ખાતા હતા. મને ઘણાં ગ્રાહકો કહેતા કે, તમે પરાઠા કેમ રાખતાં નથી. માર્કેટની માંગ જોઈને મેં સ્ટોલની શરૂઆત થયાના માત્ર 20 દિવસ બાદ પરાઠા લોન્ચ કરી દીધા. આલુ, પનીર, મિક્સ, ચીઝ જેવા પરાઠા અમે આપવા લાગ્યા હતાં.

પરાઠા બનાવતા મને પહેલેથી આવડતા હતા. ઘણી ચીજો પણ મેં ઓબ્ઝર્વ કરી હતી. પરાઠા શરૂ થતાં જ ધંધાએ ઝડપ પકડી હતી. એના માત્ર 1 મહિના બાદ અમે જેટલા રૂપિયા લગાવ્યા હતા એ પરત મળી ગયા. ત્યારપછી વર્ષ 2019માં પતિ પોતાના બિઝનેસમાં ફરી લાગ્યા તથા હું સ્ટોલ સંભાળવા લાગી હતી. દિવસમાં કુલ 2-3 કલાક તૈયારીમાં જતા હતા. તેની સાથે હું પૂરણપોળી પણ રાખતી હતી, કેમ કે એ જ અમારી USP હતી. ઘણાં લોકો પૂરણપોળી ખાવા માટે આવતા હતાં.

બીજા મહિનાથી જ દર મહિને કુલ 35,000 રૂપિયાની કમાણી થવા લાગી હતી. આ બચત જગ્યાનું ભાડું તથા કુલ 2 લોકોને વેતન આપ્યા પછીની છે. અમુક સમય બાદ મેં પોતાની બ્રાન્ડને સ્વિગી તથા ઝોમેટો પર પણ એક્ટિવ કરી લીધી હતી. સ્વિગીમાંથી અમને કેટલાંક ઓર્ડર મળવા લાગ્યા તથા બ્રાન્ડિંગ પણ થવા લાગ્યું હતું. આ ઓર્ડર દિવસના રહેતા હતા. રાત્રે અમે સરાફામાં રહેતા હતા. બધું બરાબર ચાલતું હતું, ત્યાં લોકડાઉન લાગી ગયું અને બધું ઠપ થઈ ગયું. જો કે, હવે ફરી વખત સરાફાની શરૂઆત થઈ ચુકી છે તેમજ હું ફરીથી પોતાનો સ્ટોલની શરૂઆત કરવા માટે જઈ રહી છું. ગ્રાહકોની માંગને હિસાબે અમે અમારું મેનુ બદલતા રહીશું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post