શ્રીમદભગવદગીતામાં લખાયેલ કળયુગથી જોડાયેલ વાતો આજે થઈ રહી છે સાચી -જાણો એવું તો શું છે…

Share post

શ્રીમદભગવદગીતા હિંદુ ધર્મના પુરાણોમાં સૌથી વધુ મહત્વનું છે. આજથી અંદાજે 5,000 વર્ષ પહેલા લખાઈ ચુકી હતી. તેમાં કળયુગમાં થનાર વસ્તુઓ વિશે પણ લખેલ છે કે, જે લખવામાં આવ્યું છે એને જાણીને તમને આશ્ચર્ય થશે. તેમાંથી કેટલીક વાતો સાચી પડી રહી છે. કળયુગમાં ભગવાન વિષ્ણુ જે કલ્કી અવતાર માં જન્મ લેશે. આની સાથે જેવી કેટલીક વાતો છે કે, જે શ્રીમદ ભગવતગીતામાં લખાયેલ છે. જાણો શું છે આ વાતો.

શ્લોક 1 :

“તતશ્ચાનુદિનં ધર્મ: સત્યં શૌચં ક્ષમા દયા ।
કાલેન બલીના રાજન ન્ડ્ક્ષ્યત્યાયુર્બલં સ્મૃતિ: ।।:

અર્થ :
કળયુગમાં સત્યવાદીતા, સાફ-સફાઈ, દયા, શરીરની શક્તિ, આયુષ્ય, સ્મૃતિ તે તમામ વસ્તુઓ દિવસે દિવસે ઓછી થતી જશે.

શ્લોક 2 :

“વીત્તમેવ કલૌ ન્રુણાં જન્માચારગુણોદય: ।
ધર્મન્યાય વ્યવ્સ્થાયાં કારણ બલમેવ હી ।।”

અર્થ :
કળયુગ માં જે માણસની પાસે જેટલુ વધારે ધન હશે. તે તેટલો જ ગુણવાન માનવામાં આવશે. આની સાથે જ કાનુન, ન્યાય ફક્ત એક શક્તિના રૂપમાં કાર્ય કરશે.

શ્લોક 3 :

“દામ્પત્યેડભીરુચીર્હેતુ: માયૈવ વ્યાવહારીકે ।
સ્ત્રીત્વે પૂંસ્ત્વે ચ હી રતી: વિપ્રત્વે સૂત્રમેવ હી ।।”

અર્થ :
કળયુગમાં સ્ત્રી તથા પુરુષ એક બીજાની સાથે માત્ર રૂચીના આધાર પર સાથે રહેશે તેમજ લગ્ન કરશે નહી. વ્યાપાર ની સફળતા નિર્ભર કરશે. ફક્ત એક દોરા ના બળ પર કોઈ બ્રાહ્મણ પોતાને બ્રાહ્મણ હોવાનો દાવો કરશે.

શ્લોક 4 :

“લીડગં એવાશ્રમખ્યાતૌ અન્યોન્યાપત્તિ કારણમ ।
અવૃત્ત્યા ન્યાયદૌર્બલ્યં પાન્ડીત્યે ચાપલં વચ: ।।”

અર્થ :
જે માણસ કોઈને વધારે ધન ખર્ચ કરવામાં અસમર્થ હશે તેને સાચો ન્યાય મળી શકશે નહી. જે માણસ ખુબ ચતુર ચાલાક, સ્વાર્થી હશે તેને લોકો વિદ્વાન માનશે.

શ્લોક 5 :

“ક્ષુત્તૃડભ્યાં વ્યાધીભીશ્ચૈવ સંતપ્સ્યન્તે ચ ચિન્તયા ।
ત્રિશદવીંશતી વર્ષાણી પરમાયુ: કલૌ ન્રુણામ ।।”

અર્થ :
લોકો ભૂખ-તરસ તથા અન્ય કેટલીક પ્રકારની ચિંતાઓથી દુખી રહેશે. કેટલીક બીમારીઓથી પીડિત રહેશે. લોકોના જીવનનું આયુષ્ય ફક્ત 30 વર્ષ ની રહેશે.

શ્લોક 6 :

“દૂરે વાર્યયનં તીર્થ લાવણ્ય કેશધારણમ ।
ઉદરંભરતા સ્વાર્થ: સત્યત્વે ધાષ્ર્ટયમેવ હી ।।”

અર્થ :
કળયુગમાં લોકો દુર રહેતાં નદી-તળાવોને તીર્થ માનશે તેમજ સાથે રહેતાં માતા-પિતાની નિંદા કરશે. આની સાથે જ મોટા વાળ રાખવાં એને સુંદરતા માનવામાં આવશે. માણસને માત્ર એક લક્ષ્ય રહેશે પોતાનું પેટ ભરવું.

શ્લોક 7 :

“અનાવૃષ્ટયા વિનડક્ષ્યન્તિ દુર્ભીક્ષકરપીડિતા: ।
શીતવાતાતપપ્રાવૃડ હીમૈરન્યોન્યત: પ્રજા: ।।”

અર્થ :
ક્યારેય વરસાદ થશે નહી. જેને લીધે હવામાન સુકું પડી જશે, ક્યારેક વધુ ઠંડી પડશે તો ક્યારેક ભીષણ ગરમી. ક્યારેક આંધી આવશે તો ક્યારેક પુર. આ તમામ પરિસ્થિતિઓથી લોકો હેરાન થઇ જશે અને ધીરે ધીરે નષ્ટ થતા જશે.

શ્લોક 8 :

“અનાઢ્યતૈવ અસાધુત્વે સાધુત્વે દંભ એવ તુ ।
સ્વીકાર એવ ચોડવાહે સ્નાનમેવ પ્રસાધનમ ।।”

અર્થ :
આ યુગ માં જે માણસ ની પાસે ધન નહિ હોય તે લોકોની નજરમાં અધર્મી, બેકાર તેમજ અપવિત્ર ગણવામાં આવશે. લગ્ન માત્ર બે લોકોની વચ્ચે એક સમજોતા થશે તેમજ લોકો મહજ નાહીને જ પોતાને અંતરાત્માથી શુદ્ધ થયેલ સમજશે.

શ્લોક 9 :

“દાક્ષ્ય કુટુંબભરણ યશોડર્થે ધર્મસેવનમ ।
એવં પ્રજાભીર્દુષ્ટાભિ: આકીર્ણે ક્ષિતીમંડલે ।।”

અર્થ :
કળયુગમાં લોકો ધર્મ-કર્મ ના કામ માત્ર પોતાને સારા દેખાડવા માટે કરશે. આ પૃથ્વી પર ખરાબ લોકોની સંખ્યા વધી જશે તેમજ સત્તા પ્રાપ્ત કરવા માટે એકબીજાને મારશે.

શ્લોક 10 :

“આચ્છીન્નદારદ્રવીણા યાસ્યન્તી ગીરીકાનનમ ।
શાકમુલામિષક્ષૌદ્ર ફલપુષ્પાષ્ટિભોજના: ।।”

અર્થ :
અકાળ અને વધારે દેવાને લીધે લોકો પોતાના ઘરને છોડી પહાડો-જંગલોમાં રહેવા માટે મજબૂર થઇ જશે. આની સાથે જ પત્તા, મૂળ, માંસ, જંગલી મધ, બીજ વગેરે ખાવા મજબુર થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post