લીલા ઘાસચારાનો સંગ્રહ કરવાં માટેનો શ્રેષ્ઠ ઉપાય એટલે ‘સાયલેજ’ -જાણો સંપૂર્ણ માહિતી

Share post

હાલમાં ખેડૂતોની સાથે જ પશુપાલકો પણ લાખોની કમાણી ફક્ત પશુપાલનનાં વ્યવસાયમાંથી કમાણી કરી રહ્યાં છે. આપણા દેશમાં પશુઓની માટે લીલા ઘાસચારાની ઉપલબ્ધતા ઋતુ આધારીત રહેલી છે. વર્ષાઋતુમાં તથા શિયાળામાં પશુઓને લીલો ઘાસચારો મળી રહે છે. આ ઋતુમાં વધારે પડતો લીલોચારો ઉત્પન્ન થતાં એની જાળવણી કરવી જોઈએ. જેથી તે ઘાસચારો ઉનાળા અથવા તો અછતના સમયમાં પશુઓને ખવડાવવા માટે ઉપયોગી થઈ પડે. જેથી લીલાચારાનો સાયલેજમાં સંગ્રહ કરવો જોઈએ.

સાયલેજ એટલે શું ?
સાયલેજ એ લીલા ધાસચારાને હવા રહિત સ્થિતિમાં લીલી અવસ્થામાં જ લાંબા સમય સુધી આથવીને તેયાર કરવામાં આવતો ઘાસચારો. સાદી તેમજ સરળ ભાષામાં જણાવીએ તો સાયલેજ એટલે “લીલા ઘાસચારાનું અથાણું”.

સાયલેજ બનાવવાં માટે ઘાસચારાનાં પાક :
મકાઇ, જુવાર, બાજરી, ગજરાજ ઘાસ વગેરે સાયલેજ બનાવવાં માટેના લીલા ચારાનાં શ્રેષ્ઠ પાકો છે. કારણ કે, એમાં કાર્બોદિત પદાર્થોનું પ્રમાણ પુષ્કળ હોય છે. લીલી મકાઈ એ ઉતમ પાક છે જ્યારે જુવાર બીજા ક્રમ પર આવે છે. સાયલેજ બનાવવાં માટે લીલા ઘાસચારાની કાપણી કુલ 50% ફૂલ આવી ગયા બાદ જ કરવી જોઈએ. આ સમયે જરૂરી પોષક તત્વો લીલાચારામાં વધારે પ્રમાણમાં સંગ્રહાયેલા હોય છે. કઠોળ વર્ગનાં લીલા ઘાસચારામાંથી સારી ગુણવત્તાનું સાયલેજ બનાવી શકાય નહીં.

સાયલેજ કેવી રીતે બનાવી શકાય ?
સાયલેજ બનાવવાં માટે મુખ્યત્વે ટાવર આકારનો સાયલો તથા ખાડો સાયલો મુખ્ય છે. જે ઘાસચારામાંથી સાયલેજ બનાવવું હોય એની કાપણી કર્યા બાદ એ ઘાસચારાને તડકામાં કુલ 4-6 કલાક સુધી સુકવવા દેવું જોઈએ. આમ કરવાંથી કુલ 5-10% ભેજ ઉડી જતાં સાયલેજ માટે આદર્શ 60% ભેજ રહેશે. ત્યારપછી એને ચાફકટર અથવા તો સૂડા વડે નાના-નાના ટુકડા કરીને ખાડામાં હવાચુસ્ત ભરી દેવું જોઈએ. જેમાં ફૂટ-ફૂટનાં થર પછી હવાચુસ્ત દબાવીને કુલ 2% મીઠું નાખી દેવું જોઈએ. આની ઉપરાંત કુલ 3% ગોળની રસી નાખવાથી ઉચ્ચ કક્ષાનું સાયલેજ બનાવી શકાય છે.

શકય હોય એટલી ઓછી હવા મળી રહે તો જ સાયલેજ સારું બને છે તથા લેક્ટોબેસીલાઈ ટેબલેટ ઉમેરવાંથી બગડવાનો ડર રહેતો નથી. ત્યારપછી એની પર કુલ 2 ફૂટ જેટલો હલકા સુકા ઘાસનો થર કરીને ઉપરના ભાગ પર પ્લાસ્ટિકની શીટથી બરાબર ઢાંકી દેવું જોઈએ. આની સાથે જ એની ઉપર આશરે કુલ 30 સેમી જેટલો માટીનો થર પાથરીને એની પર લીંપણ કરી દેવું જોઈએ. તીરાડો પડતાં ફરી લીંપણ તીરાડો પર કરવું જોઈએ. આવું કરવાથી સાયલોપીટની અંદર ઉપરની હવા પ્રવેશી શકે નહીં.

સાયલેજ માટે રાખવાની કાળજી :
સાયલેજને ભરતી વખતે હવા ન રહે તે રીતે દબાવવું જોઈએ. સાયલા માટે ઊંચી અથવા તો પથરાળવાળી જગ્યા પસંદ કરવી જોઈએ. ભીનું ઘાસ સાયલામાં ભરવું જોઈએ નહીં. સાયલેજ માત્ર 24 કલાકમાં ભરી દેવું જોઈએ. એક જ સ્થળ પરથી ખોલીને આખા દિવસનો સાયલેજ કાઢી લીધા પછી બરાબર ઢાંકી દેવો જોઈએ. સાયલેજને સૂર્યપ્રકાશ, ભેજ, વરસાદ વગેરે લાગવા દેવા જોઈએ નહી.

ઉત્તમ સાયલેજનાં ગુણો :
ઉત્તમ સાયલેજનો રંગ લીલાશ પડતો ભૂરો અથવા તો પીળો હોય છે. સાયલેજની સુગંધ સરકા જેવી મીઠી તેમજ પશુઓને પસંદ આવે એવી હોય છે. શ્રેષ્ઠ સાયલેજ ફૂગ રહિત તથા દુર્ગધ રહિત હોય છે. શ્રેષ્ઠ સાયલેજ પશુઓને રૂચિકર હોય છે. સાયલેજની અમ્લતાનો આંક કુલ 4.2 થી વધારે હોવો ન જોઈએ. જેથી ઓછો આાંક હોય તો સાયલેજ સારું કહેવાય. સાયલેજમાં એસીટિક એસિડની માત્રા વધુ ન હોવી જોઈએ. તેની સાથે એમોનિયાનું પ્રમાણ કરતાં વધારે ન હોવું જોઈએ. ઉત્તમ સાયલેજમાં બલ્યુટારીક એસિડનું પ્રમાણ નહિવત એટલે કે, કુલ 0.2% કરતા પણ ઓછું હોવું જોઈએ.

સાયલેજનાં લાભ :
લીલી અવસ્થામાં જ ચારાનો સંગ્રહ કરી શકાય છે. જેને લીધે પોષક તત્વોની માત્રા સુકા ચારા કરતા વધારે હોય છે. સાયલેજ લીલાચારાનાં કુલ 85% પોષક તત્વો જાળવી રાખે છે. જ્યારે સુકો ચારો કુલ 60%  પોષક તત્ત્વો જાળવી રાખે છે. કેરોટીન તથા વિટામિન-Aનું પ્રમાણ સાયલેજમાં વધુ હોય છે. ચારાના પાકને સામાન્ય રીતે ફૂલ બેસે ત્યારપછી રોગ આવે છે. સાયલેજ માટે ચારાનો પાક કુલ 50%ફૂલ બેસતા જ કપાઈ જતો હોવાને કારણે રોગનો પ્રશ્ન રહેતો નથી. સાયલેજમાં ચારાનો સંગ્રહ ઓછી  જગ્યામાં થઈ શકે છે. આની સાથે જ આગનો ભય રહેતોનથી. સાયલેજ દૂધાળા પશુની માટે ઉત્તમ ખોરાક છે. તે સ્વાદિષ્ટ અને રેચક છે. આથી ગાયો પેટ ભરીને સાયલેજ ખાય છે જેને લીધે દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે. જ્યારે સૂકવણી પધ્ધતિથી ઘાસ જાળવવાનું સંભવ ન બને ત્યારે આ પધ્ધતિ ઉપયોગમાં આવે છે. લીલા ચારામાં રહેલા ઝેરી તત્વોમાં ઘટાડો થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…