fbpx
Thu. Sep 19th, 2019

વરસાદમાં ચેપથી બચવા માટેના 10 નિયમો જાણો વધારે…

વરસાદની સિઝનમાં બીમારીઓ જલ્દી થાય છે તેના મોટા બે કારણ છે. પહેલું તો બેક્ટેરિયા અને વાયરસ ની સંખ્યા માં વધારો થવો અને બીજું શરીરની રોગો સામે લડવાની ક્ષમતા ઓછી થવી. ખાણીપીણી અને બદલીને તેને રોકી શકાય છે. ખાવા મહી વસ્તુઓ લો જે શરીરને મજબૂત બનાવે અને રોગો સામે લડવાની ક્ષમતા વધારે.તો ચાલો જાણીએ ચોમાસામાં શું ખાવું અને શું ન ખાવું.

1.વરસાદની સિઝનમાં છાશ, લસ્સી, જ્યૂસ અને બીજા પ્રવાહી પદાર્થો લેવાથી દૂર રહો. કારણકે તેમાં બેક્ટેરિયાની વૃદ્ધિ થવાનો ભય છે અને પેટના રોગો થઈ શકે છે.

2. સલાડમાં વરાળથી બાફીને શાકભાજી ખાવ.
પાંદડાવાળી શાકભાજી જેમકે કોબીજ ,પાલક અને ફુલાવર લેવાથી બચો. સલાડમાં કાચા શાકભાજી ખાવાને બદલે વરાળથી બાફેલી શાકભાજીઓ ખાવ.

3. ચોમાસામાં એવી શાકભાજીઓ ખાવ જેમાં પાણીની માત્રા ઓછી હોય. આ ઉપરાંત ચોમાસાની સિઝન ની શાકભાજી ન હોય તે ન ખાવી.

4. વધારે ચા કે કોફી ન લો. તેની જગ્યાએ પાણીમાં તુલસીના પાન ઉકાળીને પીવો. તે ચેપ થી બચાવે છે અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

5. ચોમાસામાં બહારનું ખાવાનું ટાળો કારણ કે તેનાથી બેક્ટેરિયા અને વાયરસનું ઈન્ફેક્શન લાગી શકે છે.

6. આ સિઝનમાં પાણી પીવાનું ન છોડો રોજના 10થી 12 ગ્લાસ પાણી ઉકાળીને જરૂર પીવો. તે ખાસ કરીને ગળા તેમ જ નાક માં થતાં ચેપ ને રોકે છે. તમે હર્બલ ટી પણ પી શકો છો.

7. પાણીની કમી પૂરી કરવા અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગરમ સૂપ પીવો. તેમાં આદુ અને લસણ નાખી શકો છો તે પાચનશક્તિને મજબૂત બનાવે છે.

8. ખાવામાં વિટામીન સી યુક્ત ફ્રુટ જેવા કે લીંબુ, મોસંબી ,નાસ્પતિ, સંતરા અને ટામેટા ખાવ.

9. એકાંતરા એક મૂઠી ડ્રાયફ્રૂટ ખાવ. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને તેમાંથી જરૂરી પોષક તત્વો મળે છે.

10. જે લોકોને ચામડીની એલર્જી છે તેઓ ખાસ કરીને મસાલાવાળું અને તળેલું ખાવાનું ન ખાય. ગુજરાતી વધારે મસાલા ખાવાથી શરીરનું તાપમાન અને બ્લડપ્રેશર વધે છે. જે એલર્જીને વધારવાનું કામ કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…