fbpx
Tue. Oct 15th, 2019

હજુ વરસાદ રહેશે યથાવત, ખેડૂતો માટે કપરો સમય- જાણો શું છે હવેની વરસાદી આગાહી

રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ છે. ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં અતિશય ભારે વરસાદી આગાહી કરી છે. કંડલાથી 40 કિમી ઉત્તર-પૂર્વમાં ડિપ્રેશન સર્જાતાં ગુજરાતમાં ભારેથી અતિભાર પડી શકે છે. ડિપ્રેશન પ્રતિકલાકે 5 કિમીની ગતિએ આગળ વધી રહ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આમ ગુજરાતમાં હજુ પણ વરસાદ બંધ થાય તેવી શક્યતાઓ નથી.

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું અતિવૃષ્ટિની સ્થિતિ તરફ આગળ વધતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે વરસાદે નવરાત્રિમાં પણ વિઘ્ન કરતા ખેલૈયાઓનો ઉત્સાહ પણ ઘટી ગયો છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી વરસાદની તીવ્રતા ઘટી શકે છે.

ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 136 ટકા વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે પાકને નુકશાન થતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે. તો બીજી તરફ હાલ નવરાત્રિનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો પણ ટેન્શનમાં છે.

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું અતિવૃષ્ટિની સ્થિતિ તરફ આગળ વધી રહી છે. સૌરાષ્ટ્રના ભાણવડમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં ચારેય ઝોનમાં 100 ટકાથી વધારે વરસાદ છે. જ્યારે અલગથી કચ્છ ઝોનમાં 172 ટકા વરસાદ ખાબક્યો છે અને હજુ જિલ્લામાં વરસાદી માહોલ છે. ગઈકાલે રાત્રે ઉત્તર ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ પડ્યો હતો.

સમગ્ર ગુજરાતમાં બે દિવસ (30 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબર)ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દીવ દમણ અને દાદરાનગર હવેલી ખાતે વરસાદ પડશે. જ્યારે 2 ઓક્ટોબરે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડશે જેમાં સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ. અમરેલી અને ભાવનગરમાં વરસાદ થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…