ખાલી 20 રૂપિયાના ખર્ચે બનાવો પાકને નુકશાન કરતી જીવાતોના નાશ માટે “શિકારી કાગળ”

Share post

ગુજરાતમાં ઘણા ખેડૂતો ઓછી જમીનમાં ખેતી કરે છે અને ઉત્પાદન ખર્ચ વધે છે. કીટનાશક પાછળ ખેડૂતોને બહુ ખર્ચો થઇ જાય છે. તેમના માટે જીવાતોના નિયંત્રણ માટે સરળ અને સસ્તી પધ્ધતિ છે “શિકારી કાગળ”. આ પધ્ધતિ એકદમ સરળ અને સસ્તી છે. “શિકારી કાગળ” મોટા ભાગે પીળા રંગની હોય છે. જેનાથી જીવાતો તેના પ્રત્યે વધુ આકર્ષિત થાય છે. જીવાતો પાક પર હુમલો કરે છે ત્યારે આ કાગળનાં ચીકણાશવાળા ભાગ પર જીવાતો ચોંટી જાય છે અને મૃત્યુ પામે છે.

કઈ રીતે જાતે બનશો આ “શિકારી કાગળ”?

પ્લાસ્ટિક કે જાડો કાગળ લો. તેની સાથે દોરી બાંધી દો. ત્યાર બાદ આના પર જુનું વપરાયેલું ગ્રીસ કે બળેલું ઓઈલ, તેલ પણ લગાવી શકાય છે. આ કાગળ પાસે જો તમે પીળી લાઈટ મુકશો તો વધુ જીવાતો શિકાર બનશે.

વિડીયોમાં બતાવેલી આ પ્રકારની “શિકારી કાગળ” બજારમાં 40 થી 100 રૂપિયામાં તૈયાર મળે છે. ઘણા એગ્રો વાળા આ પ્રકારની શીત રાખે છે અને. આ ઉપરાંત તેને ઘેર બેઠા પણ એકદમ નજીવા ખર્ચે બનાવી શકાય છે. આ “શિકારી કાગળ” લગાવ્યા બાદ તેના પર ચોંટેલી જીવાતોને સાફ કરી ફરી ગ્રીસ લગાવી આ “શિકારી કાગળ”નો ફરીવાર પણ ઉપયોગ કરી શકાય છે. છે ને કમાલનો વિચાર?

 

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…