ખેડૂતો માટે આનંદના સમાચાર: તમામ ખેડૂતોને સિંચાઈ માટે કુલ 10 કલાક વીજળી આપવામાં આવશે- CM રૂપાણી

Share post

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારી કાલી રહી છે. આવાં સમયની વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોનાં હિત માટે મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા લીધેલ નિર્ણયને પગલે ખેડૂતોમાં આનંદનો માહોલ પણ જોવાં મળ્યો છે. બુધવારે રાજયનાં CM વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક પણ મળી હતી. અયોધ્યામાં શ્રીરામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમનો અંત થયા પછી કેબિનેટની બેઠક પણ યોજવામાં આવી હતી.

કોરોના મહામારીને લીધે કેબિનેટની બેઠકમાં બધાં જ નેતાઓ તથા અધિકારીઓ માસ્ક પહેરીને જ જોવા મળ્યા હતાં. કેબિનેટની બેઠકમાં અધિકારીઓ તથા મંત્રીઓની હાજરીમાં રાજ્યનાં તમામ ખેડૂતોને કઈ રીતે રાહત આપવી એ બાબત પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાનાં અંતમાં CM વિજય રૂપાણી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, રાજ્યનાં તમામ ખેડૂતોને સિંચાઈની માટે કુલ 10 કલાક સુધી વીજળી આપવામાં આવશે. કુલ 10 કલાક વીજળીનો લાભ ખેડૂતોને 7 ઓગસ્ટથી જ આપવામાં આવશે. ઉત્તર ગુજરાત તેમજ મધ્ય પૂર્વ ગુજરાતનાં તમામ ખેડૂતોને આનો લાભ મળશે.

અહીં ઉલ્લેખનીય છે કે, હાલમાં સમગ્ર રાજ્યમાં ચોમાસું લંબાયુ હોવાને લીધે રાજ્યનાં ઘણાં વિસ્તારમાં વરસાદે વિદાય લીધી છે. જો, કે ઘણી જગ્યાઓ પર વરસાદી ઝાપટા પણ જોવાં મળ્યા છે. તો, વળી ઘણી જગ્યા પર અતિભારે વરસાદ પણ જોવાં મળી રહ્યો છે, પણ અંતિમ ઘણાં દિવસથી ઉત્તર ગુજરાત તેમજ મધ્ય પૂર્વ ગુજરાતનાં ઘણાં વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ ઘણું જ ઓછું રહ્યું છે.

વરસાદ ઓછો આવતાં ખેડૂતોને પણ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે એવી શક્યતા પણ વર્તાઈ રહી હતી. જેનાંથી રાજ્ય સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતનાં તમામ ખેડૂતોનાં હિતમાં ખેડૂતોને કુલ 10 કલાક માટે વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારનાં આવાં નિર્ણયથી ખેડૂતોમાં આનંદનો માહોલ પણ જોવાં મળી રહ્યો છે.

હાલમાં રાજ્યમાં અત્યાર સુધીનો કુલ 45 % જ વરસાદ નોંધાયો છે. રાજ્ય સરકારે કુલ 10 કલાક માટે વીજળી આપવાનો નિર્ણય લેતાં જ ખેડૂતોને આંશિક રાહત પણ મળશે. કારણ કે, રાજ્ય સરકારનાં નિર્ણયથી જે પણ ખેડૂતોનાં ખેતરમાં ટ્યુબવેલની સુવિધા છે, તેઓ તેમનાં ખેતરમાં રહેલાં ઉભા પાકને પિયત કરીને પણ બચાવી શકશે.

ખેડૂતોનાં પાકનો આધાર પણ ચોમાસામાં પડેલાં વરસાદ પર જ હોય છે. ચોમાસામાં વરસાદ સારો પડે છે, તો સંપૂર્ણ વર્ષ ખેડૂતોને પાણીની પણ મુશ્કેલી નથી પડતી પરંતુ જો વરસાદ ઓછો પડે તો ખેડૂતોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ જ રીતે ઉત્તર ગુજરાત તેમજ મધ્ય પૂર્વ ગુજરાતનાં ઘણાં વિસ્તારોમાં વરસાદ ઓછો પડતાં CM વિજય રૂપાણીએ ખેડૂતોનાં હિતમાં મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post