પશુપાલન ક્ષેત્રે આવી ટેકનોલોજી તમે ક્યારેય નહિ જોઈ હશે- સ્માર્ટ તબેલામાં રહેતી આ ગાયો કરે છે 5G ઈન્ટરનેટનો ઉપયોગ

આર્થિક મંદી વચ્ચે જો કોઈ સરી કમાણી કરતો હોય તો આજે દુનિયામાં એવા બે વ્યક્તિ છે, પહેલો સોફ્ટવેર વાળાઓ અને બીજા પશુપાલકો. છેલ્લા કેટલાક વર્ષોથી પશુપાલનમાં લોકો ખુબ સારી આવક મેળવી રહ્યા છે, અને પશુપાલન ક્ષેત્રે નવી નવી ટેકનોલોજી બજારમાં આવતી રહે છે, જેના કારણે પશુપાલકોનું કામ સરળ બને અને તેમની આવકમાં પણ વધારો થઇ શકે છે. હાલમાં ભારતમાં તેમજ અન્ય ઘણાં દેશોમાં માત્ર 4G ઈન્ટરનેટ જ ઉપલબ્ધ છે. 5G ઈન્ટરનેટનો ઉપયોગ તો માનવી જ કરી રહ્યો છે પરંતુ તમે ક્યારેય પણ એવું સંભ્યું છે, કે એનો ઉપયોગ પ્રાણીઓ પણ કરી રહ્યાં હોય. હાલમાં અમે આવી જ એક જાણકારી લઈને આવ્યા છીએ કે જેને જાણીને આપણે પણ ખુબ જ નવાઈ લાગશે.
ભારત સહિત ઘણાં દેશ એવાં રહેલાં છે કે, જ્યાં 5જી ઈન્ટરનેટની શરૂઆત પણ નથી થઈ. આવા સમયગાળામાં એક દેશ એનાં 5G ઈન્ટરનેટનાં વપરાશને લઈને ખુબ જ ચર્ચામાં આવી રહ્યો છે. 5G ઈન્ટરનેટની ગતી એટલી હશે કે એની કલ્પના પણ કોઈએ કરી નહીં હોય ગણતરીની સેકન્ડમાં જ વીડિયો પણ ડાઉનલોડ થઈ શકે એવી ગતિ 5G ઈન્ટરનેટ આપશે પણ આ બધી જ ખાસિયતની વચ્ચે એક દેશ એવો પણ રહેલો છે, કે જ્યાં 5G ઈન્ટરનેટનો વપરાશ પ્રાણીઓ પણ કરી રહ્યાં છે.
ઈંગ્લેડમાં રહેતી ગાયો 5G ઈન્ટરનેટનો વપરાશ કરી રહી છે તથા એ પણ એક સ્માર્ટ તબેલામાં! આ તબેલામાં તમામ કર્યો યંત્રોથી જ થાય છે. અહીં ગાયોને 5G ડિલાઈસનાં કોલર પહેરાવવામાં આવી રહ્યાં છે. આ કોલરની મદદ લઈને દૂધ કાઢવાનું કામ પણ રોબોટ કરે છે. આ રોબોટમાં બધાં જ ડેટા ઓટોફીડ કરેલ હોય છે. જ્યારે ગાય દૂધ આપવાં માટે તૈયાર થઈ જાય છે ત્યારે એ જાતે જ મશીનની પાસે પહોંચી જાય છે તેમજ મશીનને પણ જાણ હોય છે, કે ગાયનું દૂધ કાઢવાનું છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…