50 રૂપિયાની મજુરી કરનાર યુવકે શરુ કર્યો પોતાનો બિજનેસ, હાલ એટલી સફળતા મળી ગઈ કે બેઠાબેઠા થઇ રહી છે મબલખ કમાણી

Share post

કઈક નવું શીખવાની ક્ષમતા એ જ સફળ જીવનની ચાવી છે. આજે આપણે મજૂરીમાંથી કરોડો રૂપિયાનાં ધંધાની શરૂઆત કરનાર ‘અરવિંદ’ની કહાની વિષે જાણીશું. હરિયાણામાં આવેલ રોહતકમાં જન્મેલ અરવિંદના પિતા નાના પાયાના સિવિલ કોન્ટ્રાક્ટર હતા. જ્યારે એમના પિતાનો ધંધો ઠપ થઈ ગયો ત્યારે જીવન જીવવા માટે અરવિંદને મજૂરી કરવી પડતી હતી. એમણે પોતાનું ઘર પણ વહેંચી દીધું તથા સંપૂર્ણ પરિવાર એક ઓરડાવાળા મકાનમાં ભાડે રહેવા માટે ગયો હતો.

આ નાના મકાનમાં અરવિંદ, એનો એક ભાઈ, એક બહેન તથા એના માતા-પિતાની સાથે રહેતા હતા. વર્ષ 2001 માં માત્ર 16 વર્ષીય અરવિંદે દૈનિક વેતન મજૂર તરીકે કામ કરવાની શરૂઆત કરી. દરરોજની કલ 50 રૂપિયાની આવકથી એમના ઘરની આર્થિક જરૂરિયાતો પૂર્ણ થતી ન હતી. આવું જીવન જીવવું ખુબ મુશ્કેલ હતું પરંતુ અરવિંદ એના આ જીવનથી હંમેશા ખુશ રહેતો હતો.

જો કે, એ એના પરિવારની આવી પરીસ્થિતિને જોઈ ખૂબ ઉદાસ થઈ ગયો હતો. અરવિંદે વિવિધ પ્રકારની કેત્લીઈક નાની-મોટી નોકરીઓ કરી હતી.માત્ર 20 વર્ષીય અરવિંદે સંગીત પ્રત્યે થોડી રુચિ વિકસાવીને ઘણા સ્થાનિક સંગીતકારોની સાથે મિત્રતા કરી હતી. આખો દિવસ સખત મહેનત કરીને રાત્રે એ ડીજે પાર્ટીમાં એના મિત્રો સાથે જતો હતો. આવાં સમયે રોહતકમાં ડીજે એક નવું વલણ હતું તથા ત્યાંના લોકો નાના-મોટા પ્રસંગ તથા પાર્ટીઓમાં ડીજે ભાડે રાખતા હતા. 

અરવિંદને ડીજેનો વ્યવસાય ખૂબ જ આકર્ષક લાગ્યો હતો તથા એણે સંગીત પ્રત્યેની એની રુચિમાં વધારો કર્યો. ધીમે-ધીમે ડીજે પાર્ટીઓમાં એમને ઓર્ડર મળવા લાગ્યા તથા ટૂંક સમયમાં, એણે ડીજેની કળામાં નિપુણતા મેળવી હતી. રોહતક તથા આજુબાજુના વિસ્તારોમાં અરવિંદ સૌથી લોકપ્રિય ડીજેમાંની એક હતો. ડીજેના ક્ષેત્રમાં સફળતા હાંસલ કરવા છતાં પણ અરવિંદ નવા વ્યવસાયિક ક્ષેત્રમાં શીખવા માટે ઉત્સુક હતા.

વર્ષ 2013 માં દિલ્હીમાં આવેલ રામલીલા મેદાનમાં ચાલી રહેલ કાર્યક્રમમાં થયેલ અકસ્માત વિશે એમને જાણ થઈ ત્યારે એણે લોકોને આવા પ્રકારના કાર્યક્મમાં એલ્યુમિનિયમ ટ્રસનો ઉપયોગ કરવાથી માહિતગાર કર્યા હતાં. અરવિંદને ઇવેન્ટ મેનેજમેન્ટ ઉદ્યોગના કેટલાંક લોકો જાણતા હતા. એમણે આ ક્ષેત્રમાં વ્યાપાર કરવાનું વિચાર્યું તથા ટૂંક સમયમાં જ  દિલ્હીમાં એલ્યુમિનિયમ ટ્રસના એક વેપારીને મળ્યા હતાં.

અરવિંદે એલ્યુમિનિયમ ટ્રસ પર સંશોધનની શરૂઆત કરી તથા પ્રારંભિક સંશોધનની પાછળ એની કિંમત કુલ 10 લાખ રૂપિયા હતી. વ્યવસાય વિશે વધારે સારી રીતે સમજ્યા બાદ, એમણે વ્યવસાયિક લોન લીધી હતી. એની પહેલી એલ્યુમિનિયમ ટ્રસ કુલ 9 મહિના બાદ તૈયાર થઈ અને એણે દિલ્હીના ઉદ્યોગપતિને કોલ કર્યો હતો. જેણે શરૂઆતમાં એના વિચારની મજાક ઉડાવવામાં હતી. એ વેપારીએ એને તૈયાર કરેલ ટ્રસને દિલ્હીના એક પ્રદર્શનમાં પ્રદર્શિત કરવાની સૂચન આપ્યું હતું. 

અરવિંદ એની ટ્રસ લઈને દિલ્હી ગયો તથા એને પ્રદર્શનમાં બતાવી હતી. એમની આ મહેનત સફળ થઈ, અરવિંદને એના ઉત્પાદન માટે સારો પ્રતિસાદ તથા પ્રશંસા મળી. ત્યારથી અરવિંદની કંપની “ડેવિલ ટ્રસ” નાના તથા મોટા કાર્યક્રમમાં ટ્રસના નિર્માણ માટે પ્રખ્યાત બની હતી. રાજકીયથી લઈને કોર્પોરેટ તથા મનોરંજન કરનારથી દાર્શનિકો – અરવિંદના ટ્રસનો ઉપયોગ બધી ઇવેન્ટ્સમાં થતો હતો. વર્ષ 2019 માં, ડેવિલ્સ ટ્રસને ભારતમાં સર્વશ્રેષ્ઠ ટ્રસિંગ કંપનીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post