મજૂરીકામ કરતા હેમલતાબેને સરકારી યોજનાનો લાભ લઈ શરુ કર્યો પશુપાલનનો વ્યવસાય, હાલમાં મેળવી રહ્યાં છે મબલખ આવક…

Share post

હાલમાં પશુપાલનનાં વ્યવસાયમાંથી મહિલાઓ લાખોની કમાણી કરી રહી હોય એવી કેટલીક જાણકારી સામે આવતી હોય છે. એક એવો સમય હતો કે, જ્યારે સ્ત્રીઓ પોતાના પરિવાર પર આર્થિક બાબતમાં નિર્ભર રહેતી હતી પણ રાજ્ય સરકારની મહિલા સશક્તિકરણનાં પ્રયત્નોને કારણે મહિલાઓના વિકાસમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. હાલનાં સમયમાં સ્ત્રીઓ તમામ ક્ષેત્રમાં આગળ આવી રોજગારી મેળવી આત્મનિર્ભર બનીને ખભેથી ખભા મિલાવીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની રહી છે.

આજની મહિલાઓ સરકારની મહિલા કેન્દ્રીત યોજનાનો લાભ લઈને સ્વનિર્ભર સાથે બીજાને રોજગારી પણ આપી રહ્યાં છે. આમ સ્ત્રીઓ દેશનાં અર્થતંત્રના વિકાસમાં પોતાનો ફાળો નોંધાવી રહી છે. મહિલા સશક્તિકરણનું આવું જ પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડતાં સુરતમાં આવેલ માંગરોળ તાલુકાનાં આમખુટા ગામનાં હેમલતાબેન ગ્રામિત સરકારી યોજનાનો લાભ મેળવીને પોતાના પરિવારનું જીવનધોરણ ઊંચું લાવવામાં સફળ રહ્યાં છે. રાજ્ય સરકારનાં કૃષિ તથા સહકાર વિભાગની ‘અનુસુચિત જાતિ બકરા એકમ યોજના’નો લાભ લઈને હેમલતાબેનનો પરિવાર આર્થિક રીતે પગભર બની ગયો છે.

સરકારની પશુપાલનની કેટલીક યોજનાઓ વિશે જાણ થતાં પોતાના પરિવારની મદદથી એમણે સુરત જિલ્લા પંચાયતની પશુપાલન શાખામાં નોંધણી કરાવી હતી. અરજી ટૂંકાગાળામાં મંજૂર કરી દેવામાં આવી હતી. અનુસુચિત જાતિ બકરા એકમ યોજનાનો લાભ લઇને પશુપાલનનાં વ્યવસાયની શરૂઆત કરી હતી. આ યોજનામાં એમને કુલ 10  માદા તથા 1 નર બકરા આપવામાં આવ્યું હતુ.

આની સાથે જ બકરાના રખરખાવ માટેનો શેડ બનાવવા પણ સરકારે સહાય કરી આપી છે. પશુપાલનમાંથી રોજગાર મેળવતા હેમલતાબેન ખુશખુશાલ જીવન જીવી રહ્યાં છે. તેઓ જણાવતાં કહે છે કે, યોજના થકી મળેલ બકરાનો ઉછેર કરીને એનાં દૂધ વેચાણ કરી આવકમાં વધારો થયો છે. જેને લીધે મારા પરિવારનું જીવનધોરણ ઊંચું લાવવામાં મને ખુબ સહાય મળી છે. બકરીનું દૂધ પુષ્કળ પ્રમાણમાં પોષકતત્વો ધરાવે છે.

જેને લીધે મારા બાળકોની તંદુરસ્તી પણ સારી રહે છે. પશુપાલનનો વ્યવસાય કરવાનો નિર્ણય મારા જીવનમાં ખુબ બદલાવ લઈને આવ્યો છે. હવે મારે બહાર મજુરીકામ કરવાં માટે બહાર જવું પડતું નથી. ઘરમાં રહીને પશુપાલન કરીને મારા બાળકોના અભ્યાસ તથા ઉછેરમાં પણ સારૂ ધ્યાન આપી શકું છું. જે માત્ર સરકારની આ યોજના વડે શક્ય બન્યું છે. જેથી રાજ્ય સરકાર તથા સુરત જિલ્લા પંચાયતનો આભાર માનું એટલો ઓછો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…