મારી ઉંમર ૨૬ થઇ પણ મારા સ્તન મોટા થતા નથી, કેવી રીતે કરવા?

Share post

હું ૨૬ વર્ષની છું. મારી સમસ્યા એ છે કે મારા સ્તનોનો વિકાસ થયો નથી. આ કારણે મને બહાર જતા ઘણી શરમ આવે છે. શું મારી સમસ્યાનો કોઈ ઇલાજ છે ખરો? શું હું મારા પતિને સંતોષ આપી શકીશ?- એક યુવતી (મુંબઈ)

આ કારણે તમારે હીનભાવના અનુભવવાની જરૂર નથી. તમે પેડેડ બ્રા પહેરી શકો છો. આની કોઈ દવા નથી. કોસ્મેટિક સર્જરી એક વિકલ્પ છે. પરંતુ એની સલાહ બધા ડોક્ટર આપતા નથી. આથી આ પૂર્વે તમારે કોઈ નિષ્ણાત ડોકટરની સલાહ લેવી જરૂરી છે. રહ્યો પ્રશ્ન પતિને સંતોષ આપવાનો તો જણાવવાનું કે સેકસોલોજીસ્ટોને મતે નાના સ્તનોને કારણે વધુ સંતોષ મળે છે. આથી િંચંતા છોડી દો. તમારો આત્મવિશ્વાસ ગુમાવો નહીં. તેમજ નિસંકોચ બહાર હરો ફરો. નિષ્ણાતની સલાહ લઈ બ્રેસ્ટને લગતી એકસરસાઈઝ કરવાથી થોડો ઘણો ફાયદો થઈ શકે છે. સેક્સની રોચકતા સાથે આને કોઈ સંબંધ  પડતો નથી.

મારી ઉંમર ૨૭ વરસની છે મારી સાથે કામ કરતો ૩૧ વરસનો એક પુરુષ મારા પ્રેમમાં છે. પરંતુ ભૂતકાળમાં થયેલા એક કડવા અનુભવ પછી મને ડર લાગે છે. તેના પર વિશ્વાસ કેવી રીતે મૂકવો? -એક બહેન (વડોદરા)

કોઈ પણ બે વ્યક્તિ કે પરિસ્થિતિ સરખી હોતી નથી. એક વાર દૂધ પીતા દાઝ્યા તો એનો અર્થ એવો થતો નથી કે દરેક વાર દાઝી જ જવાય. હા, બીજી વાર ફૂંકી-ફૂંકીને અને સમજી વિચારીને પગલાં ભરવા જરૂરી છે. ખુશીને સલામતી અને ડર સાથે કંઈ લાગતું-વળગતું નથી. આમાં હિંમત અને વિશ્વાસની જરૂર છે. સૌ પ્રથમ તેના બેકગ્રાઉન્ડ વિશે જાણવાનો પ્રયત્ન કરો. તેના પર વિશ્વાસ કેવી રીતે મૂકવો એ તમારે પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવાનો છે. તે લગ્ન કરવા તૈયાર છે? આ પ્રશ્નના ઉત્તર પછી તમારી ચિંતા દૂર થઈ જશે.

હું ૨૭ વર્ષનો કુંવારો છું મારી સાથે કામ કરતી ૩૩ વર્ષની એક મહિલાને હું મનોમન પ્રેમ કરું છું. અમારો સ્વભાવ ઘણો મળતો આવે છે, પરંતુ અમારી વચ્ચેના ઉંમરના તફાવતને ધ્યાનમાં રાખીને હું તેને મારા મનની વાત કરી શકતો નથી. સમાજ અમારી વચ્ચેના આ તફાવતને માન્ય રાખશે નહીં. મારે શું કરવું? -એક ભાઈ (અમદાવાદ)

તમે કયા સમાજની વાત કરો છો એ મને સમજ પડતું નથી. લગ્ન તમારે કરવા છે અને આ તમારું અંગત જીવન છે. અને આમ પણ લગ્ન પછી કોઈ તમારી પાસે આવીને તમારી કે તમારી પત્નીની ઉંમર પૂછવાનું નથી.  તમારે એમને સમજાવવા પડશે પરંતુ આ બધુ વિચારતા પૂર્વે એક વાત મહત્ત્વની છે. એ વાત એ છે કે શું એ સ્ત્રી તમારા પ્રેમમાં છે? એને તમારી સાથે લગ્ન કરવામાં રસ છે ખરો? તેના મનની વાત જાણ્યા વગર શેખચલ્લીના સપના જુઓ નહીં.


Share post