આ પરિવાર પશુપાલનથી એટલી કમાણી કરી રહ્યો છે કે, હાલમાં તબેલો મોટી કંપની જેટલું ટર્નઓવર કરી રહ્યો છે…

Share post

હાલમાં કોરોના મહામારીની વચ્ચે પણ પશુપાલનનાં વ્યવસાયમાંથી ગામડાના લોકો લાખોની કમાણી કરી રહ્યાં હોય એવી જાણકારી સામે આવતી હોય છે. માત્ર 2 કે 3 ગાય-ભેસથી પશુપાલનની શરૂઆત કરનાર ઘણાં પશુપાલકો લાખોની કમાણી કરતાં હોય છે. હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.

થોડા સમય પહેલાં જ બનાસ ડેરી દ્વારા એક યાદી બહાર પાડવામાં આવી હતી કે, જેમાં સૌથી વધારે દુધનું ઉત્પાદન કરતી કુલ 10 મહિલાઓનાં નામ જાહેર કરવામાં આવ્યાં હતાં.

આ વાત છે, એક એવા તબેલાની કે જેના માટે રાજ્યપાલે આ તબેલાનાં માલિકને એવોર્ડ પણ આપ્યો છે. આ તબેલો એટલું ટર્નઓવર ધરાવે છે કે, આટલું ટર્ન ઓવર એક નાની ખાનગી કંપનીનું જ હોય ! ત્યારે ક્યાં આવેલો છે આવો ટંકશાળ સાબિત થયેલ તબેલો ? એ જાણવુ ખુબ જ રસપ્રદ બની રહેશે. મહેસાણામાં આવેલ નદાસણ ગામમાં રહેતો મુસ્લિમ પરિવાર એમની સૂઝ તથા આવડતથી વર્ષ દરમિયાન કુલ 2.5 કરોડનું ટર્ન ઓવર કરી રહ્યાં છે.

એ પણ માત્ર તબેલામાંથી. આ પરિવાર કુલ 600 જેટલી ભેંસોનું લાલનપાલન કરી રહ્યો છે તેમજ દરરોજનું કુલ 2,200 લીટર દૂધ પ્રાપ્ત કરી રહ્યાં છે. જેને લીધે એક ખાનગી કંપનીનાં ટર્નઓવર જેટલું કહી શકાય એટલું ટર્ન ઓવર થઇ રહ્યુ છે.

કુલ 10 વર્ષ અગાઉ ઉછીના રૂપીયા લઇને શરૂઆત કરેલ તબેલો હાલમાં કુલ 40 થી વધારે લોકોનાં કામકાજથી સતત  કાર્યરત રહે છે. ભેંસોની સારસંભાળ તથા ઉચ્ચ ગુણવતાની ખાદ્ય ચીજો આપવામાં આવે છે. જેને લીધે આ તબેલો આ મુસ્લિમ પરિવાર માટે તવંગર બનાવનાર સાબિત પુરવાર થયો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post