બોલીવુડના એકમાત્ર અભિનેતા એવા સુશાંત પાસે હતી ચંદ્ર પર જમીન- આપઘાત પહેલા કરી રહ્યો હતો આ કામ

Share post

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના પિતાએ જણાવતા કહ્યું છે કે, સુશાંત નિયમિત રીતે પોતાના મોંઘા ટેલિસ્કોપથી ચંદ્ર પર ખરીદેલી તેની જમીનને જોયા કરતો હતો. સુશાંત સિંહ રાજપૂતના દેહવિલયને લગભગ 2 અઠવાડિયા થવા આવ્યા છે, પણ પ્રશંસકોને હજુ પણ આ વાત માનવી મુશ્કેલ લાગી રહી છે. સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ મુંબઈ સ્થિતિ પોતાના જ ફ્લેટમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે તે ડિપ્રેશનમાં હતા.સુશાતનના નિધન પછી સુશાંતના પિતા અને તેમના પરિજનો હજુ પણ દુઃખનો સામનો કરી રહ્યા છે.

એક ઈન્ટરવ્યૂમાં સુશાંતના પિતાએ ઘણી વાતો કહેતા જણાવ્યું છે કે જેમાં તેમણે સુશાંતના લગ્નને લઈ પણ વાત કરી હતી. આ ઉપરાંત સુશાંતે ખરીદેલી મિલકત અંગે પણ તેમના પિતાએ વાત કરતા જણાવ્યું છે કે, કઈ રીતે સુશાંત સિંહ રાજપૂત થોડા સમય પહેલા જ ચંદ્ર પર તેણે જમીન ખરીદી હતી અને તે ઘણીવાર 55 લાખ રૂપિયાના પોતાના ટેલિસ્કોપ દ્વારા તે જમીનને જોયા કરતો હતો.

તેમણે આગળ જણાવતા કહ્યું કે, સુશાંતે ચંદ્ર પર અમુક જમીન ખરીદી હતી અને મોટેભાગે તે 55 લાખના ટેલિસ્કોપ દ્વારા ચંદ્રને જોયા કરતો હતો. સુશાંતના લગ્નની આયોજન અંગે તેમના પિતાએ જણાવતા કહ્યું કે, તે ફેબ્રુઆરી-માર્ચમાં લગ્ન કરવાનો હતો. અમે આ વિશે પહેલા વાત પણ કરી હતી કે કોરોનાના સમયમાં નહીં,પરંતુ ફિલ્મ રીલિઝ થયા પછી તે ફેબ્રુઆરી-માર્ચની આસપાસ લગ્નને લઈ વાત કરશે. આ જ તેની મારી સાથેની અંતિમ વાત હતી.

સુશાંત સિંહ રાજપૂત મોટાભાગની બોલિવુડ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે.સુશાંતના નિધન પછી બોલિવુડમાં નિપોટિઝમની ચર્ચા ખૂબ વધી રહી છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ પછી કરણ જોહર અને બોલિવુડના અન્ય સ્ટાર કિડ્સને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા છે. સુશાંત સિંહના નિધન પછી બોલિવુડમાં દુઃખનો માહોલ છવાઈ ગયો છે. અભિનેતાની મોટા પડદે છેલ્લી ફિલ્મ છિછોરે રીલિઝ થઈ હતી. જે બોક્સઓફિસ પર ખુબ જ સુપરહીટ સાબિત થઈ હતી. લોકોને સુશાંતની આ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી. જેમાં સુશાંતની સાથે શ્રદ્ધા કપૂર પણ આ ફિલ્મમાં લીડ રોલમાં હતી. ત્યારપછી સુશાંતની ફિલ્મ ડ્રાઈવને OTT પ્લેટફોર્મ પર રીલિઝ કરવામાં આવી હતી. જેમાં સુશાંતની સાથે જેકલીન મુખ્ય ભૂમિકા ભજવવામાં હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post